________________
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય. ૯. સમુદ્યાત-૩. વેદના, કષાય અને મરણ.
અશાતા વેદનીયના ઉદયે વેદના સમુદ્યાત. મરણના અંતર્મુહૂર્ત પહેલા મરણ સમુદ્યાત અને જે જીવો પૂર્વભવમાં તેઉકાયનું આયુષ્ય બાંધ્યા પછી ક્રોધાદિ તીવ્ર કષાયમાં મરવાના અંતર્મુહૂતે વર્તતો હોય અથવા રહેલો હોય અને મરણ પામી તેઉકાયમાં ઉત્પન્ન થાય તેવા જીવોને એક અંતર્મુહૂર્ત સુધી કષાયની તીવ્રતા રહેલી હોય છે. એવા પર્યાપ્તા જીવોને કષાય સમુદ્યાત હોય છે પણ એ સિવાયના તેઉકાયમાં રહેલા જીવોને આ કષાય સમુદ્યાત હોતો નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૧. અત્યક્ષદર્શન. ૧૨. જ્ઞાન - હોતું નથી. ૧૩. અજ્ઞાન - ૨ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય છે. ૧૪. યોગ-૩, ઔદારિક, દારિકમિશ્ર, કાર્પણ કાયયોગ,
વિગ્રહગતિમાં કાર્યકાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં દારિક મિશ્ર, પર્યાપ્તાવસ્થામાં દારિક કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અચક્ષુદર્શન. ૧૬. ઉપપાત – નિરંતર, વિરહ વગર અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - નિરંતર, વિરહવગર અસંખ્યાતા જીવો ચ્યવે છે, (મરણ) પામે છે.
૧૮. સ્થિતિ – જઘન્ય એક અંતર્મુહૂર્ત-ક્ષુલ્લક ભવ પ્રમાણ-૨૫૬-આવલિકા પ્રમાણ હોય. ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિ હોય છે.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ. ૨૦. હિમાહાર- ૩-૪-૫-૬ દિશિની હોય છે.
૩ દિશિનો લોકના અગ્રભાગે. ચાર દિશાનો કાટખૂણીયા ભાગમાં, પાંચ દિશાનો નિટોમાં અને છા દિશાનો. બસ નાડીમાં રહેલા તથા કસ નાડીની બહારના ભાગમાં રહેલા નિકૂટ આદિ વગરના જીવોને હોય.
૨૧. સંજ્ઞી – હેતુવાદોપદેશિકી એટલે અક્ષરના અનંતમા ભાગ જેટલા ઉઘાડમાં સંજ્ઞા વિશેષ હોતી. નથી માટે એના જેવી ગણાય છે. સૂક્ષ્મ રૂપે હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે.
૨૨. ગતિ-૯ દંડકમાં જાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય , વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ પંચેન્દ્રિય એમ ૯ દંડકમાં જાય છે પણ મરીને મનુષ્ય થતાં નથી.
૨૩. આગતિ - દશ દંડકવાળા જીવો મરીને તેઉકાયમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યો આવી શકે છે.
૨૪. વેદ-૧. નપુંસક વેદ ભાવથી ત્રણેય વેદ હોય. ૫. વાયાય દંડળે વિષે વર્ણન:
Page 123 of 161