________________
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન- નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અક્ષરના અનંતમા ભાગ જેટલું હોય છે.
૧૪. યોગ-૩. ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્પણ કાયયાગ, વિગ્રહગતિમાં કાર્મણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્ર પર્યાપ્તાવસ્થામાં ઔદારિક કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - વિરહ વગર નિરંતર અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - વિરહ વગર નિરંતર અસંખ્યાતા જીવો ચ્યવે છે, મરણ પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત, ક્ષુલ્લક ભવ પ્રમાણ (૨૫૬ આવલિકા પ્રમાણ) ઉત્કૃષ્ટ સાત
હજાર વરસ.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ત્રણ, ચાર, પાંચ છ દિશિનો હોય.
લોક અગ્રભાગે રહેલાને ત્રણ દિશિનો આહાર કાટખૂણામાં ચાર દિશીનો આહાર નિફ્રૂટમાં પાંચ દિશિનો આહાર તેમજ ત્રસ નાડીમાં રહેલા તથા ત્રસનાડીની બહાર રહેલા જીવોને નિષ્કૃટાદિ વગર છ દિશિનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી જેવી હોય છે કારણકે આ જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોવાથી હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેલી નથી પણ એનાથી સૂક્ષ્મ રૂપે હોવાથી એના જેવી કહેવાય છે. ૨૨. ગતિ - આ જીવો મરીને દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, સન્ની અસન્ની પંચેન્દ્રિય, તિર્યંચ તથા સન્ની અસન્ની પંચેન્દ્રિય મનુષ્ય.
૨૩. આગતિ - આ અકાય દંડકમાં ૨૩ દંડકવાળા જીવો મરીને આવી શકે છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની પંચેન્દ્રિય તિર્યંચ, અસન્ની સન્ની પંચેન્દ્રિય મનુષ્ય, ભવનપતિના દશ દંડક વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક દેવનો દંડક એમ કુલ ૨૩ દંડકો થાય છ.
૨૪. વેદ-૧. નપુંસક વેદ ભાવથી ત્રણેય વેદ હોય.
૪. તેઉકાય દંડને વિષે વર્ણન ઃ
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ અને કાર્મણ.
૨. અવગાહના - અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય.
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હુડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
9.42211-3.
કૃષ્ણ,
નીલ અને કાપોત લેશ્યા.
Page 122 of 161