________________
ઉત્કૃષ્ટ ૨૨૦૦૦ (બાવીશ હજાર) વર્ષ.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ત્રણ દિશાનો. કાટખૂણીયા ભાગમાં રહેલા જીવોને ચાર દિશાનો, નિષ્ફટમાં રહેલાને પાંચ દિશાનો, નિકૂટમાં રહેલાને છ દિશાનો આહાર વસનાડીમાં રહેલાને તથા બસનાડીની બહારના ભાગમાં રહેલા જીવોને કાટખૂણીયા કે નિષ્ફટ ભાગ સિવાયમાં રહેલા જીવોને જાણવો.
૨૧. સંજ્ઞી-૧. સામાન્ય રીતે ત્રણમાંથી એકેય હોતી નથી છતાં હેતુવાદોપદેશિકી સંજ્ઞાનો સામાન્ય ભાગ ગણાય છે.
૨૨. ગતિ - આ જીવો મરીને દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, સન્ની અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ અને સન્ની અસન્ની પંચેન્દ્રિય મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ – વેવીશ દંડકવાળા જીવો મરીને પૃથ્વીકાયમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, સન્ની અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો, સન્ની અસન્ની પંચેન્દ્રિય મનુષ્યો, ભવનપતિના દશ દંડકો વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એમ ૨૩ દંડકવાળા જીવો પૃથ્વીકાયને વિષે આવે છે. અર્થાત્ ઉત્પન્ન થઇ શકે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ. ભાવથી ત્રણે વેદ હોય છે. 3. અપાય દંડક્ત વિષે વર્ણન:
૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ. ૨. અવગાહના-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી. 3. સંઘયણ- નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય. ૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા અને લોભ.
૭. વેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજલેશ્યા.
જ્યોતિષી દેવો વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો તથા કેટલાક ભવનપતિ-વ્યંતરના દેવો. તેજો વેશ્યા લઇને અપકાયમાં આવે છે માટે તેજ લેશ્યા હોય છે.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શેન્દ્રિય. ૯. સમુદ્યાત-૩. વેદના, કષાય, મરણ. અશાતા વેદનીયના ઉદયે વેદના સમુદ્યાત પેદા થાય.
મરણના અંતર્મુહૂર્ત પહેલા કાળે મરણ સુધી સમુદ્યાત થાય અને કષાય સમુદ્યાત જે જીવો. પૂર્વભવમાં કષાયના તીવ્ર ઉદયમાં મરણ પામ્યા હોય અને એ કષાયના પરિણામ લઇને અપકાયમાં ઉત્પન્ન થાય તો એક અંતર્મુહૂર્ત સુધી એ કષાયનો ઉદય રહે તેવા જીવોની અપેક્ષાએ કષાય સમુદ્યાત હોય છે. (જાણવો)
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
Page 121 of 161