SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. વ્રજદષભ નારા સંઘયણવાળા સાતમી નારકી સુધી જાય છે. ૨. પૃથ્વીાય દંડક ને વિષે: ૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ શરીર, ૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા - ૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય. ૫. સંસ્થાન-૧. હુંડક. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને લોભ. ૭. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજલેશ્યા. જ્યોતિષી દેવો -વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો, તેજલેશ્યા લઇ પૃથ્વીકાયને વિષે ઉત્પન્ન થાય એને હોય તથા કેટલાક ભવનપતિ અને વ્યંતર જાતિના દેવો તેજલેશ્યા લઇને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થતાં હોય એને હોય છે. બાકીના જીવોને પહેલી ત્રણમાંથી કોઇપણ વેશ્યા હોય છે. ૮. ઇન્દ્રિય-૧. સ્પર્શેન્દ્રિય હોય. ૯. સમુદ્યાત-૩. વેદના, કષાય, મરણ સમુદ્યાત હોય. અશાતા વેદનીયના ઉદયથી વેદના સમુદ્ધાત. કષાય સમુદ્ધાતમાં પૂર્વભવમાં ક્રોધના ઉદયમાં જીવ મરણ પામીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલો હોય. તે જીવને એક અંતર્મુહૂર્ત સુધી ક્રોધનો જોરદાર ઉદય હોય તેના કારણે તે વખતે કષાય સમુદ્યાત હોય છે. બાકીના જીવોને કષાય સમુદ્યાત હોર્તા નથી. મરણ સમુદ્યાત છેલ્લા અંતર્મુહૂર્ત હોય છે. ૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ મતાંતરે સાસ્વાદન ગુણસ્થાનક હોય છે. ૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી. સાસ્વાદન ગુણસ્થાનકે જ્ઞાન માન્યું નથી કારણકે મિથ્યાત્વની સન્મુખ થયેલો હોવાથી અજ્ઞાન ગણાય છે. ૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલો ક્ષયોપશમ ભાવ હોય. છે. ૧૪. યોગ-૩. દારિક, ઓદારિક મિશ્ર, કાર્મણકાયયોગ. વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ હોય. અપર્યાપ્ત અવસ્થામાં દારિક મિશ્રકાયયોગ હોય અને પર્યાપ્ત અવસ્થામાં ઓદારિક કાયયોગ હોય છે. ૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અચક્ષુ દર્શન. ૧૬. ઉપપાત – સમયે સમયે નિરંતર અસંખ્યાતા-અસંખ્યાતા જીવો ઉત્પન્ન થયા કરે છે. વિરહકાલ હોતો નથી. ૧૭. ચ્યવન - સમયે સમયે નિરંતર અસંખ્યાતા-અસંખ્યાતા જીવો ચ્યવન પામે છે એટલે મરણ પામે ૧૮. સ્થિતિ - જઘન્ય-અંતર્મુહૂર્ત એક ક્ષુલ્લક ભવ પ્રમાણ એટલે ૨૫૬ આવલિકા પ્રમાણ અને Page 120 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy