________________
ઉત્તર વૈક્રીય-૬૨।ા ધનુષ, જઘન્ય, અંગુલનો સંખ્યાતમો ભાગ. ૩. સંઘયણ નથી. શક્તિ અપેક્ષાએ છેવટ્ટુ સંઘયણ.
૪. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ-૪-૬-૧૦ અથવા ૧૬ હોય.
૫. સંસ્થાન-૧ હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
૭. લેશ્યા-૨. કાપોત લેશ્યા, નીલ લેશ્યા.
જઘન્ય આયુષ્ય + પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી કાપોત લેશ્યા ત્યાર પછી ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી નીલ લેશ્યા.
૮. ઇન્દ્રિય- પાંચેય હોય.
૯. સમુદ્ધાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય અને તૈજસ હોય.
૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ.
અવધિદર્શન.
૧૧. દર્શન-૩. ચક્ષુ, અચક્ષુ,
૧૨. જ્ઞાન-૩. મતિ-શ્રુત-અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિ, શ્રુત અજ્ઞાન, વિભંગજ્ઞાન.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ કાયયોગ. વિગ્રહગતિમાં, કાર્મણ કાયયોગ. અપર્યાપ્તા અવસ્થામાં અને ઉત્તરવૈક્રીય કરતાં વૈક્રીય મિશ્ર. પર્યાપ્તા જીવોને ૪ મનનાં, ૪ વચનનાં વૈક્રીય કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતિને ૩ જ્ઞાન, ૩ દર્શન એમ છે.
મિથ્યાત્વીને 3 અજ્ઞાન, ૩ દર્શન એમ છ.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન - એક સમયમાં એક-બે-સંખ્યાતા-અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય - ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ.
૧૯. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન.
૨૦. કિમાહાર - ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી નિયમા છ દિશિનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય.
૨૨-ગતિ. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ-સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો આવે છે.
૨૪. વેદ લિંગાકારે એક નપુંસક વેદ હોય છે. ભાવથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે ત્રણે વેદ પરાવર્તમાન
રૂપે હોય છે.
ચોથી નારકીને વિષે
૧. શરીર-૩. વૈક્રીય, તૈજસ અને કાર્મણ.
૨. અવગાહના-૬૨ા ધનુષ, જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ.
૩. સંઘયણ નથી પણ શક્તિની અપેક્ષાએ છેલ્લું સંઘયણ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. છેલ્લું હૂંડક.
Page 115 of 161