________________
ઉત્તર વક્રીય શરીર કરતાં જીવોને વક્રીય મિશ્ર કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. જ્ઞાન-૩ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ૩ અજ્ઞાન : મતિઅજ્ઞાન, મૃતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. ૩ દર્શનઃ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન.
સન્ની પર્યાપ્તા મનુષ્યો અને તિર્યંચો નરકમાં ઉત્પન્ન થાય અને સમકીત સાથે હોય તો ૩ જ્ઞાન અને ૩ દર્શન એમ છ ઉપયોગ. મિથ્યાત્વ સાથે ઉત્પન્ન થાય તો 3 અજ્ઞાન, ૩ દર્શન એમ છ ઉપયોગ જો અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો મિથ્યાત્વ સાથે નરકમાં ઉત્પન્ન થાય તો અપર્યાપ્ત અવસ્થામાં ૨ અજ્ઞાન. (મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન) અને ૨ દર્શન. (ચક્ષદર્શન, અચક્ષુદર્શન) હોય છે. આ જીવોને પર્યાપ્ત થયા. પછી વિર્ભાગજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે.
૧૬. ઉપપાત - એક સાથે એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઇ શકે છે. જે મનુષ્યો. મરીને નરકમાં ઉત્પન્ન થતાં હોય તો એક, બે કે સંખ્યાતા ઉત્પન્ન થઇ શકે છે.
૧૭. ચ્યવન – નારકીમાંથી ચ્યવન પામે તો એક સાથે એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - આ જીવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વરસ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની હોય છે.
૧૯. પર્યાપ્તિ - છ હોય. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન પર્યાપ્તિઓ હોય.
૨૦. કિસાહાર - આ જીવો ત્રસ હોવાથી ત્રસ નાડીમાં રહેલા હોવાથી છ એ દિશિનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી-૨. આ જીવોને દીર્ધકાલિકી સંજ્ઞા રહેલી હોવાથી સંજ્ઞી હોય છે અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા એમ બે સંજ્ઞા હોય છે.
૨૨, ગતિ - આ જીવો મરીને નિયમાં સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા સંજ્ઞી તિર્યંચો અને સંજ્ઞી. મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - પહેલી નારકીને વિષે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો- સન્ની પંચેન્દ્રિય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા તિર્યંચો અને સન્ની પંચન્દ્રિય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા મનુષ્યો નરકગતિને વિષે આવે છે.
જઘન્યથી બે મહિનાના આયુષ્યવાળો તિર્યંચ અને મનુષ્ય નરકનું આયુષ્ય બાંધીને કાળ કરીને નરકગતિને વિષે આવી શકે છે.
વેદ. આ જીવોને નિયમા એક નપુંસક વેદનોજ ઉદય હોય છે. લિંગાકારે નપુંસક વેદ હોય અને ભાવથી પરાવર્તમાન રૂપે ત્રણેય વેદનો ઉદય એક એક અંતમુહૂર્ત હોય છે. બીજી નારકીને વિષે:
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કામણ શરીર, ૨. અવગાહના-૧૫ll. ધનુષ અને ૧૨ અંગુલ. ઉત્તર વક્રીય શરીરની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ ૩૧, ધનુષ હોય. ૩. સંઘયણ નથી હાડકા નથી. શક્તિની અપેક્ષાએ છેલ્લા સંઘયણ જેટલી શક્તિ હોય છે. ૪. સંજ્ઞા – ૪-૬-૧૦ અને ૧૬ હોય છે.
Page 113 of 161