________________
કયા કયા દંડકવાળા જીવોને વિષે કયા કયા અને કેટલા કેટલા વેદનો ઉદય હોય છે એની જે વિચારણા કરવી તે વેદ દ્વાર કહેવાય છે. વેદ ત્રણ પ્રકારના હોય છે. પુરૂષવેદ- સ્ત્રીને સેવવાનો અભિલાષ a પુરૂષ વેદ. સ્ત્રીવેદ- પુરૂષને સેવવાનો અભિલાષ તે સ્ત્રીવેદ. નપુંસક વેદ- બન્નેને સેવવાનો અભિલાષ તે નપુંસકવેદ કહેવાય છે.
ચોવીશ દંડકોને વિષે ચોવીશ દ્વારોનું વર્ણન
(૧) નરક્શતિ દંડક દ્વારને વિષે : પહેલી નરક્તે વિષે
૧. શરીર - ત્રણ હોય છે. વૈક્રીય-તૈજસ અને કાર્મણ શરીર.
૨. અવગાહના - અપર્યાપ્તાની અંગુલનો અસંખ્યાતમો ભાગ. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ- III (પોણા આઠ) ધનુષ અને ૬ અંગુલ.
ઉત્તર વૈક્રીય શરીરની અવગાહના ડબલ હોય છે. એટલે જઘન્ય-અંગુલના સંખ્યાતમા ભાગની. ઉત્કૃષ્ટ - ૧૫।। (સાડાપંદર) ધનુષ ૧૨ અંગુલ હોય છે.
૩. સંઘયણ - હોતું નથી. કારણ કે આ જીવોનાં શરીરમાં હાડકા હોતા નથી. સાતધાતુ પણ હોતી
નથી. મતાંતરે છેલ્લા સંઘયણ જેટલી શક્તિ હોય છે.
૪. સંજ્ઞા - આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય અથવા છ અથવા દશ સંજ્ઞાઓ હોય
છે.
૫. સંસ્થાન - છેલ્લું હૂંડક સંસ્થાન હોય.
૬. કષાય - ૪ ક્રોધ-માન-માયા અને લોભ કષાયો હોય છે. તેમાં અનંતાનુબંધિ - અપ્રત્યાખ્યાનીય
- પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ૪ કષાયો હોય છે.
૭. લેશ્યા - એક કાપોત લેશ્યા હોય છે.
૮. ઇન્દ્રિય - પાંચે ઇન્દ્રિયો હોય.
૯. સમુદ્ધાંત - ૫ વેદના-કષાય-મરણ અને વૈક્રીય-તૈજસ એ પાંચ.
૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ-મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૩. ચક્ષુદર્શન-અચક્ષુદર્શન અને અવધિદર્શન. ૧૨. જ્ઞાન-૩. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન.
સમકીતિ જીવોને જ્ઞાન હોય. મિથ્યાદ્રષ્ટિ જીવોને અજ્ઞાન હોય છે.
૧૪. યોગ-૧૧. ચાર મનનાં, ચાર વચનનાં, વૈક્રીય કાયયોગ, વૈક્રીય મિશ્રકાયયોગ અને કાર્મણ
કાયયોગ.
નરકમાં ઉત્પન્ન થનાર જીવ વિગ્રહગતિમાં રહેલો હોય ત્યારે કાર્યણ કાયયોગ. જ્યાં સુધી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી વૈક્રીય મિશ્રકાયયોગ અને પર્યાપ્ત થયા પછી વૈક્રીય કાયયોગ ચાર મનનાં અને ચાર વચનના એ નવ યોગ એમ કુલ ૧૧ યોગો હોય છે.
Page 112 of 161