________________
જૈન શાસનમાં સંજ્ઞાઓ ત્રણ પ્રકારની કહેલી છે.
(૧) હેતુવાદોપદેશિકી સંજ્ઞા, (૨) દીર્ઘકાલિકી સંજ્ઞા અને (૩) દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા.
(૧) હેતુ વાદોપ દેશિકી સંજ્ઞા :- જે જીવોને જ્ઞાનના ક્ષયોપશમ ભાવથી માત્ર વર્તમાન કાલીન સુખ દુઃખની સંજ્ઞા યાદ રહે અર્થાત્ જે જ્ઞાનથી જીવોને વર્તમાન કાલીન જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય પણ ભૂતકાળ કે ભવિષ્યકાળના જ્ઞાનનો ક્ષયોપશમ થાય નહિ અર્થાત જાણી ન શકે એવા જીવોને હેતુ વાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. જેમકે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય આદિ જીવો કે કીડી મકોડી વગેરે આહારની શોધ માટે તાં હોય અને વચમાં તડકો આવે તો શોધતી શોધતી છાંયડાને પામે તો એને પછી ખબર નથી પડતી કે આ સ્થાનમાં મને તડકો પડેલો દુઃખ ઉત્પન્ન થયેલું માટે તે બાજુ ન જાઉં એવું જ્ઞાન હોતુ નથી. આથી થોડોક કાળ પછી ફરીથી તડકાને પામે છે તે હેતુ વાદોપદેશિકી જ્ઞાન કહેવાય છે.
(૨) દીર્ઘકાલિકી સંજ્ઞા :-જે જીવો જ્ઞાનના ક્ષયોપશમ ભાવથી ભૂતકાળની વિચારણા કરી શકે, વર્તમાનકાળના સુખ દુઃખની વિચારણા કરી શકે અને ભવિષ્યના સુખ દુઃખની પણ વિચારણા કરી શકે એવા જ્ઞાનના ક્ષયોપશમ ભાવને દીર્ધકાલિકી સંજ્ઞા કહેલી છે. આ સંજ્ઞા સન્ની જીવોને હોય છે કારણકે ગઇકાલે શું ખાધું હતુ ? ચાર દિવસ પહેલા ક્યાં ગયા હતાં ? છ મહિના પહેલા જ્યાં ગયા હોઇએ ત્યાં સુખ પેદા થયેલું કે દુઃખ થયેલું એ બધુ યાદ રહે છે. વર્તમાન કાળના સુખ દુઃખને પણ યાદ રાખે છે અને ભવિષ્યમાં કયો પદાર્થ મને અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ રહેશે એનું પણ જ્ઞાન હોય છે. આથી સંજ્ઞી જીવો દીર્ધકાલિકી સંજ્ઞાવાળા કહેવાય છે. આ સંજ્ઞી જીવો સિવાય બીજા જીવોનેઆવું જ્ઞાન હોતું નથી. આથી સંજ્ઞી જીવોના જ્ઞાનને દીર્ઘકાલિકી સંજ્ઞા હોવાથી કયા કયા દંડકવાળા જીવો સંજ્ઞી હોય છે કે નહિ તેની જે વિચારણા કરવી તે સંજ્ઞી દ્વાર કહેવાય છે.
(૩) દ્રષ્ટિ વાદોપદેશિકી સંજ્ઞા :- સંજ્ઞી જીવોમાં સમકીતી જીવોને આ સંજ્ઞા હોય છે આથી વિશિષ્ટ સંજ્ઞા રૂપે ગણાય છે. તેમાં આત્મિક દ્રષ્ટિ વિકાશ પામેલી હોવાથી વિવેક બુધ્ધિ પેદા થયેલી હોય છે. આથી હેય પદાર્થોમાં હેય બુધ્ધિ અને ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય બુધ્ધિ રહેલી હોય છે. આ સંજ્ઞી દ્વાર કહેવાય છે. ૨૨ ગતિ દ્વાર
કયા કયા દંડકવાળા જીવો મરીને ક્યાં ક્યાં કયા કયા દંડકમાં જઇ શકે છે. અર્થાત્ જાય છે તે ગતિ કહેવાય છે. અર્થાત્ કયા દંડકવાળા જીવો મરણ પામીને અથવા ચ્યવન પામીને કેટલા દંડકમાં જઇ શકે છે. એની જે વિચારણા કરવી એ ગતિ કહેવાય છે અને તે ગતિ દ્વાર કહેવાય છે.
૨૩ આણતિ દ્વાર
કયા કયા દંડકવાળા જીવો મરણ પામીને કયા કયા દંડકમાં જાય છે એમ જે કહ્યું તેમ કયા કયા દંડકમાં કેટલા કેટલા દંડકવાળા જીવો આવી શકે છે એનું જે વર્ણન કરવું તે આગતિ દ્વાર કહેવાય છે. જેમકે નરકગતિ દંડકમાં સંખ્યાત વરસના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા મનુષ્યો-સંખ્યાત વરસના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો (નરક ગતિમાં) આવે છે. આ આ ગતિદ્વાર કહેવાય છે. આ રીતે વિચારણા કરાય તે આગતિદ્વાર ગણાય છે.
૨૪ વેદ દ્વાર
Page 111 of 161