________________
જીવતા શીખવું પડશે. આટલી ભાવના આવી જાય કે બને ત્યાં સુધી મારું પોતાનું કામ મારે જ કરવું છે કોઇની પાસે કરાવવું નથી. કદાચ થાકી જવાય તોજ બીજા પાસે નિરૂપાયે કરાવવું આ જો બને તોય ઘણું કામ થઇ જાય.
આથી જ્ઞાની ભગવંતો એજ કહે છે કે જેનશાસન એ જગતના જીવોને પરતંત્રતાથી છોડાવીને સ્વતંત્ર બનાવવા માટે જ છે પણ પહેલા હું પરતંત્ર છું એમ માન્યતા પેદા કરવી પડશે ! આ માટે જ કહે છે કે જે પદાર્થો રાગ કરાવી દ્વેષ પેદા કરાવી પરતંત્ર બનાવે તેને ઓળખીને તે રાગાદિને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ તોજ મળેલી શક્તિનો સદુપયોગ કર્યો કહેવાય કે જેથી શક્તિ વધતી જાય.
૨૦ મિાહાર દ્વારઃ
જગતને વિષે અલોકનો મોટો ગોળો રહેલો છે જે અનંત આકાશ પ્રદેશોથી યુક્ત હોય છે. તેની બરાબર મધ્ય ભાગમાં પગ પહોળા કરીને કેડે હાથ રાખીને ઉભેલા મનુષ્યની આકૃતિ જેવો ચૌદ રાજલોક ઉંચાઇવાળો નીચે સાતરાજ પહોળાઇ વાળો પછી ક્રમસર ઘટતાં ઘટતાં મધ્ય ભાગમાં એક રાજ પહોળાઇવાળો પાછો ઉદ્ગલોક તરફ જતાં ક્રમસર પહોળાઇ વધતાં વધતાં ઉદ્ગલોકની મધ્યમાં પાંચ રાજ પહોળાઈવાળો અને પછી ક્રમસર પહોળાઇ ઘટતાં ઘટતાં ઉપરના ભાગમાં એક રાજ પહોળાઇ વાળો લોક આવેલો છે. એ લોકમાં આકાશના પ્રદેશો અસંખ્યાતા હોય છે. તે પ્રદેશોની સાથે સાથે ધર્માસ્તિકાય એક દ્રવ્ય અસંખ્યાત પ્રદેશોવાળું આવેલું છે. અધર્માસ્તિકાય એકદ્રવ્ય અસંખ્યાત પ્રદેશવાળું આવેલું છે. જીવાસ્તિકાય એટલે જીવો અનંતા આવેલા છે અને પુલાસ્તિકાય દ્રવ્ય પણ અનંતા આવેલા છે. આથી પાંચ અસ્તિકાયના સમુહવાળો લોક કહેવાય છે. આ લોકની બરાબર મધ્ય ભાગમાં એક રાજ પહોળી અને ચૌદ રાજલોક ઉંચી એક નાડીનો ભાગ આવેલો છે જે ત્રસ નાડી તરીકે ઓળખાય છે. કારણ કે ત્રસ જીવો આ કસનાડીના ભાગમાં જ ઉત્પન્ન થાય છે પણ ત્રસનાડીના બહારના ભાગમાં ઉત્પન્ન થતાં નથી. જ્યારે એકેન્દ્રિય જીવો ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશો ઉપર રહેલા હોય છે એટલે બસનાડીમાં હોય છે અને બસનાડીના બહારના ભાગમાં પણ હોય છે. લોકની ચારે બાજુ અલોકના આકાશ પ્રદેશો સ્પર્શેલા હોય છે. આથી લોકના છેડે રહેલા જે જીવો હોય. નિકૂટમાં એટલે કાટખૂણીયાના ભાગમાં જે જીવો રહેલા હોય. તે બધા જીવોન આહારના પગલો જે મલતાં હોય છે તેમાં જીવો છ દિશાના પુગલોનો આહાર કરી શકે છે. પાંચ દિશાના પુગલોનો આહાર કરી શકે છે. ચાર દિશાના પુગલોનો આહાર કરી શકે છે એમ ત્રણ દિશાના આહારના પગલોનો આહાર કરી શકે છે તેમાં જે નિષ્કટના ભાગમાં એટલે ખૂણા પડતા ભાગમાં જે જીવો રહેલા હોય છે તે જીવોની આજુબાજુ અલોકના પ્રદેશો આવેલા હોવાથી તે દિશાઓનો આહાર મળતો નથી. માટે છ દિશામાંથી ઓછી ઓછી દિશાઓનો આહાર કરી શકે છે. છ દિશામાં ચાર બાજુની. ચાર દિશાઓ અને ઉદ્ઘ તથા અધો એમ છ દિશાનો આહાર ગણાય છે તો દંડકમાં રહેલા જીવો કયા કયા. દંડકવાળા જીવો કેટલી કેટલી દિશાઓનો આહાર કરી શકે છે એની જે વિચારણા કરવી તે કિનાહાર કહેવાય છે. આથી આ દ્વારને વિષે જીવો કેટલી કેટલી દિશાઓનો આહાર કરે છે તેની વિચારણા કરાશે તે કિમાહાર દ્વારા કહેવાય છે.
૨૧ સંજ્ઞી દ્વાર
Page 110 of 161