________________
દંડક પ્રકરણ વિવેચન મુનિ શ્રી નરવાહનવિજયજી
અનંત ઉપકારી શ્રી અનંત અરિહંત પરમાત્માઓને નમસ્કાર કરીને તથા આ અવસરપિણી. કાળમાં થયેલા શ્રી ચોવીશ તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરીને તેઓએ પોતાના જીવનમાં પુરૂષાર્થ કરીને છેલ્લે ભવે ઉંચી કોટિનો વૈરાગ્ય ભાવ જાળવીને સંસારી અવસ્થામાં શ્રી કષભદેવ ભગવાન શ્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી રહીને તેમાં વીશ લાખ પૂર્વ વર્ષ કુમાર અવસ્થામાં અને કેંસઠ લાખ પૂર્વ વર્ષો સુધી રાજ્ય અવસ્થામાં રહીને કે જે ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાં-ક્ષયોપશમ સમકીતના કાળમાં-નિરતિચાર પણે સમજીત ટકાવીને એવી રીતે જીવન જીવ્યા કે જેઓને રાગ-દ્વેષ ક્રોધ-માન-માયા-લોભનો ઉદય સમયે સમયે ચાલુ હોવા છતાં ત્રીજા ભવે અભ્યાસ કરીને જે જ્ઞાન ભણેલા હતા તે મૃત જ્ઞાન સાથે લઇને આવેલ છે એના સ્વાધ્યાયના ઉપયોગમાં સ્થિર રહી-રાગાદિ ઉદયને નિષ્ફળ બનાવી વેરાગ્યના ઉપયોગમાં એકાગ્ર ચિત્તવાળા થઇને પોતાનો કાળ પસાર કરી-ભોગાવલી કર્મોને ભોગવીને-ખપાવીને છેલ્લા લાખ પૂર્વ વર્ષમાં સંયમનો સ્વીકાર કરી એક હજાર વર્ષ સુધી સંયમ પર્યાયમાં જે કાંઇ પરિષહો અને ઉપસર્ગો આવ્યા તેને સારી રીતે વેઠીને કેવલજ્ઞાનને પામ્યા. એ કેવલજ્ઞાનથી જગતમાં જેવા સ્વરૂપે જે જે પદાર્થો રહેલા છે તે પદાર્થોને તે તે સ્વરૂપે જોયા અને જાણ્યા. તેના અનંતા પર્યાયોને પણ એક જ સમયમાં જુએ છે અને જાણે છે. આ રીતે જ્ઞાનની પ્રાપ્તિ થતાં દેવતાઓ કેવલજ્ઞાનનો મહિમા કરવા આવે છે અને સમવસરણની રચના કરે છે. ત્યાં દેવતાઓ-આજુબાજુ રહેલા મનુષ્યો અને તિર્યંચો પણ દેશના સાંભળવા આવી સમવસરણમાં બેઠા. ભગવાન દેશનાની શરૂઆત કરે છે તે વખતે જે ગણધર થનારાં આત્માઓ છે તે પણ ત્યાં આવેલા છે. દેશના પૂર્ણ થતાં ગણધરની યોગ્યતાવાળા આત્માઓ ઉભા થઇ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને દીક્ષાની માંગણી કરે છે અને ભગવાન ત્યાં દીક્ષા આપે છે. દીક્ષા લીધા બાદ એ આત્માઓને જ્ઞાન મેળવવા માટે જિજ્ઞાસા પેદા થાય છે તેમાં ભગવાનને ત્રણ પ્રશ્નો પૂછે છે. ભગવદ્ કિંતત્વ ? હે ભગવન તત્વ શું છે ? ત્યારે ભગવાન જવાબ આપે છે કે ઉપન્નઇવા. જગતમાં જેટલા જેટલા પદાર્થો છે તે ઉત્પન્ન થવા લાયક છે. એ સાંભળીને વિચાર કરે છે કે ઉત્પન્ન થવું-ઉત્પન્ન થવું એટલે શું ? અટલાથી પિપાસા છીપાતી નથી સંતોષ થતો નથી એટલે ફ્રીથી પૂછે છે કે ભગવદ્ કિં તત્વમ્ ? હે ભગવનું તત્વ શું છે ? ત્યારે ભગવાને કહ્યું કે વિગમેઇવા. જે પદાર્થો ઉત્પન્ન થાય છે તે નાશ પામે છે. અર્થાત જે પદાર્થો ઉત્પન્ન થતાં હોય છે તે અવશ્ય નાશ પામે જ છે. આ જાણીને વિચાર કરે છે કે ઉત્પન્ન થવું, નાશ પામવું, ઉત્પન્ન થવું, નાશ પામવું એટલે શું ? હજી જ્ઞાનમાં સંતોષ થતો નથી એટલે ફ્રીથી ત્રીજીવાર પ્રજ્ઞા પૂછે છે કે ભગવદ્ કિં તત્વમ્ ? હે ભગવન્ તત્વ શું છે ? ત્યારે ભગવાને કહ્યું છે ધુવેઇ વા. જે પદાર્થો જેવા સ્વરૂપે છે તે તેવા સ્વરૂપે પ્રૂવરૂપે રહેવા લાયક છે. આ સાંભળીને એ આત્માઓના અંતરમાં ચોદે રાજલોકમાં જેટલા જેટલા પદાર્થો હોય છે તે દરેક પદાર્થોને જાણવાની શક્તિ પેદા થઇ એટલે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં જગતમાં રહેલા પદાર્થોને જાણતાં થયા. એટલે ભગવાને જ્ઞાનથી જાણ્યું અને મારે જગતના જીવોને જે જ્ઞાન આપવું છે તે આ આત્માઓને પેદા થયેલ છે. યથાર્થ છે. એમ જાણીને, એ આત્માઓને એ રીતે જગતના જીવોની પાસે પ્રરૂપણા કરવાની આજ્ઞા આપે છે. આ રીતે ગણધર તરીકેની સ્થાપના કરે છે. એ
Page 1 of 161