SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન એ આત્માઓએ પોતાના શિષ્ય પરિવારને આપીને અનેક જીવોને લાભ કયો. આ જ રીતે બાકીના તીર્થંકર પરમાત્માઓ પણ છેલ્લાં ભવે સંસારમાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવમાં રહી ભોગાવલી કર્મો ભોગવીને નાશ કરી, સંયમનો સ્વીકાર કરીને પરિષહ ઉપસર્ગો જે આવ્યા તે સહન કરી, કેવલજ્ઞાન પામી દરેકે પોત પોતાના શાસનની સ્થાપના કરી. એટલે અનંતા તીર્થકરો જે જ્હી ગયા છે તે હું કહું છું એમ કહીને અર્થથી દેશના આપી-ગણધરોની સ્થાપના કરી પોત પોતાના શિષ્ય પરિવાર સુધી એ જ્ઞાન પહોંચાડ્યું. આ રીતે કરતાં કરતાં આપણા નિકટના ઉપકારી શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કેવલજ્ઞાન પામી-અર્થથી દેશના આપી-ગણધર ભગવંતોની સ્થાપના કરી. એ ગણધર ભગવંતોએ સૂત્રથી એ પદાર્થોને ગુંથ્યા એટલે રચ્યા. આરીતે પોત પોતાના શિષ્ય પરિવારને સૂત્રથી તથા અર્થથી દેશના આપીને જ્યાં સુધી મૌખિક રીતે યાદ રહેતું હતું ત્યાં સુધી મૌખિક રીતે પરંપરા ચાલી અને તે પરંપરા એક પૂર્વધર શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધી મોખિક રીતે જ્ઞાનની પરંપરા ચાલી. જ્યારે પોતાને એમ લાગ્યું કે હવે અમારું જ્ઞાન અમો ભૂલતા જઇએ છીએ-યાદ રહેતું નથી તો હવે આગળની પેઢી અમારા કરતાં પણ ઓછા ક્ષયોપશમ વાળી, ટુંકા આયુષ્યવાળી, શક્તિહીન અને બળહીન પાકશે અને જો આ જ્ઞાન નહિ હોય તો એ જીવોનું થશે શું ? એમ વિચાર કરીને તે વખતના કાળમાં પાંચસો આચાર્યો હતા તેઓને બોલાવી જેઓને જે જે યાદ હોય તે લખવાનું જણાવ્યું. ત્યારથી પુસ્તકોનાં લખાણ શરૂ થયા તેમાં પરંપરામાં જે જે આચાર્યો એ આગમ ગ્રંથો લખ્યા તેમાં કેટલાક આચાર્યોને લાગ્યું કે આ અર્ધમાગધી અને પ્રાકૃત-સંસ્કૃત ભણનારા ઓછા થવા માંડ્યા છે. આગમો ભણતા નથી તો આગળના મહાત્માઓ-શ્રાવકો શું કરશે ? એમ વિચારીને આગમ ગ્રંથો ઉપરથી એને અનુસરીને મહાપુરૂષોએ પ્રકરણ ગ્રંથોની રચનાઓ કરી. એમાં હજારો પ્રકરણોની રચનાઓ થયેલી છે તેમાંથી હાલ આપણો પૂણ્યોદય ઓછો થયેલા હોવાથી લગભગ મોટા ભાગના પ્રકરણ ગ્રંથો નાશ પામી ગયેલા છે. જે છે તેમાં દોઢસો જેવા પ્રકરણો રહેલા છે તેમાંથી અભ્યાસ રૂપે કરીએતો કેટલા કરીએ છીએ ? એ પ્રકરણ ગ્રંથોમાં મુખ્ય પ્રકરણો ચાર ગણાય છે. જેમાં જીવવિચાર-હ્નવતત્વ, દંડક તથા લઘુસંગ્રહણી. આ ચાર પ્રકરણોનો સમાવેશ થાય છે.તેમાં આ દંડક પ્રકરણ પૂ. ગજસાર મુનિએ બનાવેલા જેમ જીવવિચાર પ્રકરણને વિષે પૂ.આ. વિ. શાંતિ સૂ. મ. સાહેબે જીવોનાં ભેદો-ઉત્તર ભેદો એનાં સ્થાનો આદિ બતાવવાને કારણે એ જીવોની જયણા અને યા પાળવામાં ઉપયોગી થાય છે એવી રીતે નવતત્વ પ્રકરણને વિષે એ જીવોનાં ભેદોનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા એનાં સ્થલ દ્રષ્ટિથી ભેદો સમજાવી એ જીવો જગતમાં કેવી કેવી રીતે ભમે છે. તે ભમવાનાં કારણો કેવી રીતે નાશ થાય એનાં ઉપાયો વગેરે બતાવીને જેન શાસનનો સાર આખોય એ પ્રકરણમાં જણાવેલ છે તેમ આ ત્રીજા દંડક પ્રકરણને વિષે એની. વિશેષ સમજુતિ આપવા જગતમાં રહેલા જીવોનાં ચોવીશ ભેદો પાડીને સમજવા માટે દંડક તરીકે નામ આપેલ છે. એ ચોવીશે પ્રકારના દંડકવાળા જીવો જગતમાં શેના શેનાથી દંડાયા કરે છે અને એ દંડથી છૂટવું હોય તો કઇ રીતે છૂટી શકાય એનું વિસ્તારથી જ્ઞાન આ ત્રીજા દંડક નામના પ્રકરણમાં આપેલું છે. જેના જેનાથી જીવ દંડાયા કરે, દંડને પામ્યા કરે તે દંડક કહેવાય છે. ચોદે રાજલોકમાં થઇને જીવો ક્યાં ક્યાં કયા કયા દંડકમાં કેટલો કેટલો કાળ રહીને તે દંડકમાં એ જીવ શેના શેનાથી દંડ પામ્યા જ કરે છે એનું વર્ણન કરવામાં આવેલ છે. એ વર્ણન આ મહાપુરૂષે એવી ખુબો પૂર્વક કરેલ છે કે જેના કારણે ચોવીશે Page 2 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy