SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પારસ્પરિક સંબંધની અને તેના પ્રધાન-ગૌણ ભાવની સૂચના કર્યા બાદ, શાસ્ત્રકાર પરમર્ષિએ પહેલી દ્રવ્યપૂજા ગહસ્થોને ભાવભેદે ત્રણ પ્રકારની હોય છે, એમ માવીને કાયયોગની પ્રધાનતાવાળી, વચનયોગની પ્રધાનતાવાળી અને મનોયોગની પ્રધાનતાવાળી પૂજા-એમ પૂજાના ત્રણ પ્રકારો માવ્યા છે. આ ત્રણ પ્રકારની પૂજામાં પહેલી પૂજા સમ્યગ્દષ્ટિઓને, બીજી પૂજા સમ્યગ્દર્શન ગુણથી આગળ વધીને ઉત્તર ગુણોને ધરનારા બનેલા આત્માઓને અને ત્રીજી પૂજા પરમ શ્રાવકોને હોય છે -એ વિગેરે માવીને શાસ્ત્રકાર પરમર્ષિએ ગ્રન્થિ-આસન્ન જીવોને આ પૂજા ધર્મમાબફ્લા છે એ વિગેરે માવ્યું છે. પૂજાના પંચોપચારયુક્તા, અષ્ટોપચારયુક્તા તથા સર્વોપચારયુક્તા એમ ત્રણ પ્રકારો છે તેમજ એક જિન, ચોવીસ જિન અને અકસો ને સીત્તેર એટલે ઉત્કૃષ્ટપણે વિહરમાન સર્વ જિનોની પૂજા હોય છે. આગળ જતાં પૂજા ને માટે ન્યાયોપાર્જિત દ્રવ્યને ભાવથી શોધવાનું માથું છે અને એથી પૂજાની જે શુદ્ધિ થાય છે તે તથા તે ઇષ્ટદ્યને દેનારી થાય છે તે જણાવ્યું છે. પછી ભગવાનની સ્થાપનાનો વિષય જણાવીને મન:સ્થાપનાના લાભને પણ પ્રશસ્ત જણાવ્યો છે. આમ અનેક પ્રકારે શ્રી જિનપૂજાને અંગેનું સૂચન કર્યા બાદ, અન્ત ભાગમાં આવતાં શાસ્ત્રકાર પરમર્ષિએ શ્રી જિનપૂજાના ફ્લનું વર્ણન કર્યું છે અને સર્વ આદરપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સ્થાપનાની પૂજા કરવાનો ઉપદેશ આપ્યો છે. ડાયાદિની પ્રધાનતાવાળી ત્રિવિધ પજાઃ આ આઠમી વિંશિકામાં શાસ્ત્રકાર પરમર્ષિએ જેમ કાયયોગની પ્રધાનતાવાળી, વાગ્યોગની પ્રધાનતાવાળી અને મનોયોગની પ્રધાનતાવાળી-એમ પૂજાના ત્રણ પ્રકારો વર્ણવ્યા છે; તેમ તેઓશ્રીએ પોતાના રચેલા શ્રી ષોડશક નામના ગ્રન્થમાં પણ શ્રી જિનપૂજા-ષોડશકમાં કાયા, વચન અને મનના યોગની પ્રધાનતાવાળી ત્રણ પ્રકારની પૂજાનું વર્ણન કરેલું છે. આ વિંશિકામાં કાયાના યોગની પ્રધાનતાવાળી પૂજાને “સમન્ત ભદ્રાએવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની “વિજ્ઞોપશમની' સંજ્ઞા કહી છે; આ વિંશિકામાં વાગ્યોગની પ્રધાનતાવાળી પૂજાને ‘સર્વમંગલા' એવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની “અભ્યદયપ્રસાધની' સંજ્ઞા કહી છે; અને આ વિંશિકામાં મનોયોગની પ્રધાનતાવાળી પૂજાને સર્વસિદ્ધિફ્લા' એવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની નિવણસાધની' સંજ્ઞા કહી છે. આ ત્રણેય પ્રકારની પૂજાઓ પોતપોતાના નામ મુજબ ફ્લને દેનારી છે. જેવું તેનું નામ છે, તેવું તેનું ફ્લ છે. વિચાર કરીએ તો આપણને લાગે કે-આ વિંશિકામાં અને શ્રી જિનપૂજા-ષોડશકમાં કાયાદિયોગસારા ત્રણ પ્રકારની પૂજાઓને જૂદી જૂદી સંજ્ઞાઓ આપેલી છે, તેમ છતાં પણ તે એક જ પ્રકારના અર્થને જણાવનારી છે. સમન્તભદ્રા કહો કે વિજ્ઞોપશમની કહો. સર્વમંગલા કહો કે અન્યૂયપ્રસાધની કહો અને સર્વસિદ્વિફ્લા કહો કે નિર્વાણસાધની કહો, પણ અર્થની અપેક્ષાએ તેમાં ભિન્નતા નથી પણ એકતા છે. બહુમાનભાવના યોગે : ગૃહસ્થોએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પુષ્પાદિથી પૂજા કરવાની હોય છે. શ્રી જિનપૂજા કરવાને માટે ઉત્તમોત્તમ સામગ્રીને મેળવીને, તેનો શ્રી જિનપૂજામાં ઉપયોગ કરવાની ભાવના, શ્રી Page 98 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy