________________
જિનના ભક્તમાં તો અવશ્ય હોય. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા એવું માનનારો હોય છે કે
આ જગતમાં ઉપકારિઓ તો અનેક છે અને હું ઘણા ઉપકારિઓના ઉપકાર નીચે છું, પરન્તુ આ સંસારમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવથી ચઢે એવો કોઇ જ ઉપકારી નથી અને બીજા સર્વ ઉપકારિઓના ઉપકારનો બદલો પણ હું આ તારકની આજ્ઞાને અનુસરવા દ્વારા જ વાળી શકું તેમ છું. આ ઉપકારિને યથાર્થપણે દ્રવ્યથી અને ભાવથી સેવવાથી હું સઘળાય ઉપકારિઓને સેવનારો બની શકું છું અને જો એકમાત્ર આ ઉપકારિને જ હું એવું નહિ અને બીજા બધાય ઉપકારિઓને એવું તો પણ એ રીતિએ હું બીજા ઉપકારિઓને સાચા રૂપમાં સેવનારો બની શકતો નથી.” ઉપકારિઓના ઉપકારને જાણનારા આત્માઓના અન્તરમાં ઉપકારિઓ પ્રત્યે બહુમાનનો ભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. એ બહુમાનભાવ આત્માને જેમ આજ્ઞાંકિત બનવાને પ્રેરે છે, તેમ ઉપકારિઓની બાહ્ય પ્રતિપત્તિને માટે પણ આત્માને પ્રેરે છે. ઉપકારનો જાણ આત્મા, વારંવાર, ઉપકારિઓના નામનું સ્મરણ કરે છે; મનમાં તેમની મૂર્તિની કલ્પના કરીને પણ ઉપકારિઓને વન્દનાદિ કરે છે; અને ઉપકારિઓની સ્થાપના કરીને એ સ્થાપનાને પણ વારંવાર પૂજે છે. સખ્યદ્રષ્ટિ આત્માને સર્વવિરતિવાળા બનીને એકાન્ત શ્રી જિનાજ્ઞામય નિરવધ અને ધર્મમય જીવન જીવવાની અભિલાષા હોય છે; પણ જ્યારે તે પોતાની તે અભિલાષાને અનુસાર વર્તવાને સમર્થ નથી હોતો, ત્યારે તે ગૃહસ્થજીવનમાં રહે છે; પણ ગૃહસ્થજીવનમાં રહેલો તે પોતાના ગૃહસ્થજીવનને એવી રીતિએ જીવવાનો પ્રયત્ન કરે છે, કે જે રીતિએ વર્તતાં તે ક્રમે કરીને પોતાના સર્વવિરતિ જીવનની અભિલાષાને પૂર્ણ કરી શકે. આથી જ તેને, બાહ્ય પ્રતિપત્તિ રૂપ શ્રી જિનભક્તિ કરવાના પણ ઘણા ઘણા મનોરથો હોય છે. એ જ દ્રવ્યવ્યય લેખે છે :
શ્રી જિનની ભક્તિ માટે, શ્રી જિનના સેવકોની ભક્તિને માટે અને શ્રી જિનભાષિત ધર્મને સેવવાના સાધનોના સર્જન, રક્ષણ તથા પ્રચાર આદિને માટે તે વ્યસની જેવો બને છે, એમ કહીએ તો ચાલી શકે. એને એમ થાય છે કે- “હું દ્રવ્યનો સર્વથા ત્યાગી બની શકતો નથી, ગૃહસ્થ તરીકે જીવવાને માટે મારે દ્રવ્ય રાખવું પડે છે, ગૃહસ્થ હોવાથી મારે દ્રવ્યનું રક્ષણ તથા ઉપાર્જન પણ કરવું પડે છે અને ગૃહસ્થ તરીકે મારે, મારે માટે તથા કુટુંબાદિને માટે દ્રવ્યનો વ્યય પણ કરવો પડે છે; આમ હું મારા શરીર, સ્વજન અને ઘર આદિમાં આરંભવાળો તો છે જ; જ્યારે હું દ્રવ્યને રાખીને તેનો વ્યય કરનારો પણ છું અને આરંભવાળો પણ છું, તો મારે દ્રવ્ય અને આરંભાદિના યોગે થઇ શકે તેવી પણ શ્રી જિનભક્તિ આદિ ક્રિયાઓ તો અવશ્ય કરવી જોઇએ. મારા શરીર, કુટુમ્બ અને ઘર આદિને અંગે હું દ્રવ્યવ્યય-દ્રવ્યસંચય-દ્રવ્યોપાર્જનાદિ કરૂં તથા આરમ્ભ કરૂં –એ કાંઇ પ્રશંસવા. યોગ્ય નથી; આવી ક્રિયાઓને તો શ્રી જિને પાપક્રિયાઓ તરીકે વર્ણવી છે, છતાં હું એવો પાંગળો છું કે મારે આ બધી પાપમય ક્રિયાઓને કરવી પડે છે; તો પછી આ અવસ્થામાં મને શ્રી જિનભક્તિ આદિનો જે કાંઇ લાભ મળી શકે તેમ હોય, તે તો મારે અવશ્ય લેવો જ જોઇએ.” આવી આવી વિચારણાના યોગે; એ પુણ્યાત્માને એમ પણ થાય છે કે- “ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિમાં, એ તારકોએ માવેલા ધર્મના સેવકોની ભક્તિમાં તેમજ એ તારકોએ માવેલા જ સાધનોના સેવન, સર્જન, સંરક્ષણ અને પ્રચાર આદિમાં હું મારા ન્યાયોપાર્જિત દ્રવ્યનો જેટલો
Page 99 of 197.