SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થ છે, તેમજ આત્મા “સ્વભાવે કરીને ' પદાર્થ છે : કેમકે-તેની ઉત્પત્તિ માટે કોઇ પણ સંયોગો. અનુભવયોગ્ય થતાં નથી. કોઇ પણસંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી માટે અનુત્પન્ન છે. અસંયોગિ હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઇ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઇને વિષે લય પણ હોય નહિ. ત્રી પદ :- “આત્મા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા- સંપન્ન છે. કંઇ ને કંઇ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિનેશ્વરદેવે ભાખ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ “નિજ સ્વરૂપનો કર્તા છે.' –અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી “આત્મા કર્મનો કઈ છે” ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે.” ચોથું પદ :- “આત્મા ભોક્તા છે.' જે જે ક્રિયા છે તે સર્વ સળ છે-નિરર્થક નથી. જે કંઇ પણ કરવામાં આવે છે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ળ, સાકર ખાવાથી સાકરનું ળ, અગ્નિસ્પર્શથી અગ્નિનું ફળ, હીમને સ્પર્શ કરવાથી હીંમસ્પર્શનું ળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઇ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી “ભોક્તા' છે. પાંચમું પદ :- “મોક્ષપદ છે” જે અનુપમ ચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું. કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું. તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે-પ્રત્યક્ષ કષાયાદિ તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, તે ક્ષીણ થઇ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છટ્ઠ પદ - ‘તે મોક્ષનો ઉપાય છે.' જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઇ કાળે સંભવે નહિ, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે-ઉપશમ પામે છે-ક્ષીણ થાય છે. માટે જ્ઞાન,દર્શન,ચારિત્રાદિ મોક્ષપદના ઉપાય છે. - જ્ઞાની પુરૂષોએ સમ્યગ્દર્શનના મૂખ્ય નિવાસભૂત કહ્યા એવા આ છ પદ અત્ર સંક્ષેપમાં જણાવ્યા છે. આઠમી વિશિંામાં : Page 93 of 197.
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy