SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તો પણ તે અસમ્યજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે અને થોડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તો પણ સમ્યકત્વ પ્રગટ થયે છતે સમ્યજ્ઞાન કહેવાય છે. ઉ. અધ્યાત્મશાસ્ત્ર છે એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસમ્યજ્ઞાનનો વિવેક આધ્યાત્મિક દ્રષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણશાસ્ત્રની માફ્ટ વિષયની દ્રષ્ટિથી. કરવામાં આવતો નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનનો વિષય યથાર્થ હોય તેજ સમ્યજ્ઞાનપ્રમાણ અને જેનો વિષય અયથાર્થ હોય તે જ અસભ્યજ્ઞાન-પ્રમાણાભાસ કહેવાય છે. પરંતુ આ આધ્યાત્મિકશાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સમ્ય-અસમ્યગ જ્ઞાનનો વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહીંઆ જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યજ્ઞાન એ દ્રષ્ટિ મુખ્ય છે. એવો પણ સંભવ છે કે-સામગ્રી: ઓછી હોવાને કારણે સમ્યત્વની જીવને કોઇ વાર કોઇક વિષયમાં શંકા થાય, ભ્રમણા થાય, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગવેષક અને કદાગ્રહરહિત હોવાથી પોતાનાથી મહાન યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરૂષના આશ્રયથી પોતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે અને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનનો ઉપયોગ મુખ્યતયા વાસનાના પોષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. સમ્યકત્વ વિનાના જીવનો સ્વભાવ એનાથી ઉલટો હોય છે. સામગ્રીની પૂર્ણતાને લીધે એને નિશ્ચયાત્મક અધિક અને સ્પષ્ટ જ્ઞાન હોય, છતાં તે પોતાની કદાગ્રહી પ્રકૃતિને લીધે અભિમાની બની કોઇ વિશેષદર્શીના વિચારોને પણ તુચ્છ સમજે છે અને પોતાના જ્ઞાનનો ઉપયોગ આત્માની પ્રગતિમાં ન કરતાં સીધી કે આડકતરી રીતે સાંસારિક મહત્વાકાંક્ષામાં જ કરે છે. પ્ર. એવો સંભવ નથી શું કે-સમ્યગ્દષ્ટિ આત્મા પ્રામાણિક વ્યવહાર ચલાવે છે અને મિથ્યાદ્રષ્ટિ નથી ચલાવતો ? એ પણ સંભવ શું નથી કે-સમ્યગ્દષ્ટિને સંશય-ભ્રમરૂપ મિથ્યાજ્ઞાન બીલકુલ હોતું નથી ને મિથ્યાદ્રષ્ટિને હોય જ છે ? એવો પણ નિશ્ચય શું નથી કે-ઇંદ્રિય આદિ સાધન સમ્યદ્રષ્ટિને પૂર્ણ તથા નિર્દોષ હોય છે ને મિથ્યાદ્રષ્ટિને અપૂર્ણ તથા દુષ્ટ હોય છે ? એવું પણ કોણ કહી શકે છે કે-વિજ્ઞાન સાહિત્ય આદિ પર અપૂર્વ પ્રકાશ કરનારા અને તેનો યથાર્થ નિર્ણય કરવાવાળા સૌ સમ્યગ્દષ્ટિ છે ? એ કારણે પ્રશ્ન થાય છે કે-અધ્યાત્મશાસ્ત્રના પૂર્વોક્ત જ્ઞાન-અજ્ઞાન સંબંધી સંકેતનો આધાર શું છે ? ઉ. આધ્યાત્મિકશાસ્ત્રનો આધાર આધ્યાત્મિક દ્રષ્ટિ છે પણ લૌકિક દ્રષ્ટિ નથી, એ પૂર્વે કહી આવ્યા છીએ. પ્રથમ પદ - આત્મા છે.” જેમ ઘટપટાદિ છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચેતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણજેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ - “આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે, આત્મા ત્રિકાળવર્તિ છે, ઘટપટાદિ “સંયોગે કરી? Page 92 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy