SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતાં કદાગ્રહ આદિ દોષોનો ઉપશમ એજ ‘પ્રશમ’ (૨) સાંસારિક બંધનોનો ભય એ ‘સંવેગ' (૩) વિષયોમાં આસક્તિ ઓછી થવી તે ‘નિર્વેદ’ (૪) દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની ઇચ્છા તે ‘અનુકંપા’ અને (૫) આત્મા આદિ પરોક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થોનો સ્વીકાર એ ‘ આસ્તિક્ય' છે. હેતુભેદ : સમ્યગ્દર્શનને યોગ્ય આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થતાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, પણ કોઇ આત્માને એના આવિર્ભાવ (પ્રગટ થવું) માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, જ્યારે કોઇને રહેતી નથી. આ પ્રસિદ્ધ છે કે-કોઇ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પોતાની જાતે જ શીખી લ છે. આંતરિક કારણોની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા-અનપેક્ષાને લઇને સમ્યગ્દર્શનના ‘નિસર્ગ સમ્યગ્દર્શન' અને ‘અધિગમ સમ્યગ્દર્શન' એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હોય છે. કોઇ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલોકનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે, કોઇ ગુરૂનો ઉપદેશ સાંભળી, કોઇ શાસ્ત્રો ભણીને અને કોઇ સત્સંગ વિગેરે નિમિત્તોથી પરિણામની નિર્મળતા થતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. ઉત્પત્તિક્રમ : અનાદિકાળના સંસાર પ્રવાહમાં તરેહ તરેહના દુ:ખોનો અનુભવ કરતાં કરતાં યોગ્ય આત્મામાં કોઇ વાર એવી પરિણામશુદ્ધિ થઇ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામશુદ્ધિને ‘અપૂર્વકરણ' કહે છે. અપૂર્વકરણથી તાત્ત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરૂક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એજ ‘સમ્યક્ત્વ' છે. સમ્યગજ્ઞાનઃ તેના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ. એ પાંચ જ્ઞાન છે. જેમ સમ્યગ્દર્શનનું લક્ષણ સૂત્રમાં બતાવ્યું છે, તેમ સમ્યજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે-સમ્યગ્દર્શનનું લક્ષણ જાણી લીધા પછી સમ્યજ્ઞાનનું લક્ષણ વિના પ્રયાસે જાણી શકાય છે. તે આ રીતે-જીવ કોઇક વાર સમ્યગ્દર્શનરહિત હોય છે, પણ જ્ઞાનરહિત હોતો નથી. કોઇને કોઇ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એજ જ્ઞાન સમ્યક્ત્વનો આવિર્ભાવ થતાં જ સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાનનો તફાવત એ છે કે-પહેલું સમ્યક્ત્વસહચરિત છે, જ્યારે બીજું સમ્યક્ત્વરહિત એટલે મિથ્યાત્વસહચરિત છે. વિપર્યયજ્ઞાનનો હેતુ ને તેનો ખુલાસો - પ્ર. સમ્યક્ત્વનો એવો શું પ્રભાવ છે કે- તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય Page 91 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy