SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ, પણ અનિવૃત્તિકરણના અન્તર્મુહર્ત પછીના અન્તર્મુહુર્તમાં મિથ્યાત્વ-મોહનીયનાં જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય, તે દળિયાંની સ્થિતિને જો ઘટાડી શકાય તેમ હોય તો એ દળિયાંની સ્થિતિને ઘટાડી દઇને અને તે દળિયાંને એ અનિવૃત્તિ કરણના કાળમાં જ ઉદયમાં લાવી દઇને, એ દળિયાંને પણ અનિવૃત્તિ કરણ દ્વારાએ ખપાવી નાખે; પણ, પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં એવાં પણ હોય છે, કે જે દળિયાંની કાલસ્થિતિને એવી રીતિએ ઘટાડી શકાય તેવું ન હોય; તો, એવા દળિયાંની સ્થિતિને, એ જીવ પોતાના અનિવૃત્તિ કરણના કાળ દરમ્યાનમાં જ વધારી દે છે, કે જેથી કમથી કમ એ દળિયાં અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં તો ઉદયમાં આવે જ નહિ. આ રીતિએ, એ જીવ, પોતાના અનિવૃત્તિ કરણના અન્તર્મુહુર્ત દરમ્યાનમાં, એ અન્નહર્ત પછીના અનન્તરના એવા અન્તર્મુહૂર્તને એવું બનાવી દે છે કે, એ અc નર્મહર્તના કાળમાં, મિથ્યાત્વ મોહનીયનાં દલિકોનો ન તો વિપાકોદય હોય અને ન તો પ્રદેશોદય પણ હોય. પોતાના ફ્લને પેદા કરવાના સામર્થ્યવાળાં કર્મલિકોના ઉદયને વિપાકોદય કહેવાય છે અને પોતાના ક્લને પેદા કરવાના સામર્થ્યથી હીન બની ગયેલાં કર્મદલિકોના ઉદયને પ્રદેશોદય કહેવાય છે. - આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે-અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં જીવ ત્રણ કામ કરે છે. એક તો-એ અન્તર્મહતમાં સ્વતઃ ઉદયમાં આવતાં મિથ્યાત્વ મોહનીયનાં દલિકોને ખપાવે છે; બીજું-પછીના અન્તર્મહતમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં જે દલિકોની સ્થિતિને ઘટાડી શકાય તેમ હોય તે દલિકોની સ્થિતિને ઘટાડીને ઉદયમાં આણી તે દલિકોને ખપાવે છે; અને ત્રીજું-પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં જે દલિકો, તેની સ્થિતિને જો ઘટાડી શકાય એવું ના હોય, તો જીવ મિથ્યાત્વ મોહનીયનાં એ દલિકોની સ્થિતિને વધારી દે છે. મિથ્યાત્વ-મોહનીયનાં દલિકોનો જ્યારે પ્રદેશોદય કે વિપાકોદય ન હોય, ત્યારે અનન્તાનુબંધી એવા ક્રોધ, માન, માયા અને લોભ-એનો પણ પ્રદેશોદય કે વિપાકોદય ન હોય. મિથ્યાત્વ મોહનીયનાં તેમ જ અનન્તાનુબંધી કષાયોનાં દલિકોનો જેમાં પ્રદેશોદય પણ ન હોઇ શકે, એવા અન્તર્મુહૂર્તન માટે જરૂરી એવી સઘળી તૈયારી, જીવ અનિવૃત્તિકરણના કાળમાં જ કરી લે છે; અને એ પછીથી, તરત જ, એ જીવ, મિથ્યાત્વ મોહનીયનાં અને અનન્તાનુબંધીનાં દલિકોના પણ, ઉદયથી રહિત એવા અન્તર્મુહૂર્તને પામે છે. એ અન્તર્મુહૂર્તની પ્રાપ્તિ, એનું નામ પથમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ. ઓપશમિક સમ્યકત્વના પરિણામવાળા આ અન્તર્મુહૂર્તને, અન્તર કરણ કહેવામાં આવે છે. અનિવૃત્તિ કરણના અન્તર્મહર્તથી અનન્તર એવું જે અન્તર કરણનું અન્તર્મહર્ત, તે અન્તર્મુહૂર્તના પહેલા સમયે જ જીવ ઔપશામિક સમ્યકત્વ રૂપી આત્મપરિણામનો સ્વામી બને છે. વનમાં સળગતો દાવાનળ આખાય વનપ્રદેશને બાળનારો હોય, પરન્તુ વનપ્રદેશનો જે ભાગ ઘાસ આદિથી રહિત બની ગયો હોય અથવા તો વનપ્રદેશના જે ભાગને ઘાસ આદિથી રહિત બનાવી દેવાયો હોય, તે વનપ્રદેશનો ભાગ એ દાવાનળથી અસ્પષ્ટ રહેવા પામે છે. કારણ કે-અગ્નિના યોગે સળગી ઉઠે એવી કોઇ સામગ્રી જ, વનપ્રદેશના એ ભાગમાં નથી. પથમિક સમ્યકત્વ રૂપી આત્મપરિણામને પામનારા જીવે પણ, એક અન્તર્મુહૂર્તને, વનપ્રદેશના એ ભાગ સમું બનાવી દીધેલું હોય છે; અને એથી, એ અન્તર્મુહૂર્ત દરમ્યાનમાં છેલ્લે છેલ્લે જ્યાં સુધી એ જીવ અનન્તાનુબંધી કષાયના ઉદયવાળો બનતો નથી, ત્યાં સુધીને માટે એ જીવને દર્શનમોહનીયની કોઇ પણ પ્રકૃતિનો Page 75 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy