________________
પુરુષાર્થના બળે અપૂર્વકરણને પેદા કરીને, એ જીવ ધન રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રન્થિને ભેદી નાંખે છે. એમ કર્મગ્રન્થિ ભેદાઇ ગયા પછીથી જ, એ જીવમાં જે પરિણામ પેદા થાય છે, તે પરિણામને “અનિવૃત્તિકરણ” એવા નામથી ઓળખાય છે. એ કરણને “અનિવૃત્તિ કરણ' કહેવાય છે, કારણ કે-એ પરિણામને પામેલો જીવ, સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠતો જ નથી.
અહીં કદાચ એવો પ્રશ્ન ઉઠે કે- “તો શું અપૂર્વકરણને પામેલો જીવ, સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે ખરો ?'
ત્યારે એનો ખુલાસો એ છે કે-જે જીવ અપૂર્વકરણન પામ્યો, તે જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે-એવું તો બનતું જ નથી, પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ એ જીવ સમ્યગ્દર્શનના પરિણામને પામી જાય, એવું પણ બનતું જ નથી. અપૂર્વકરણથી અનન્તર એવો સમ્યગ્દર્શનનો પરિણામ હોઇ શકતો નથી. એટલે કે-અપૂર્વકરણ માત્રથી સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટે છે એવું બનતું નથી. પરિણામ એટલે આત્માનો અધ્યવસાય. અપૂર્વકરણ દ્વારા જીવને ધના એવા રાગ-દ્વેષના પરિણામને તો ભેદી નાખ્યો, પણ હજુ મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ જ છે; અને, જ્યાં સુધી જીવને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ હોય છે, ત્યાં સુધી જીવમાં સમ્યકત્વનો પરિણામ પ્રગટી શકતો જ નથી. જીવ જ્યારે સમ્યકત્વના અધ્યવસાયમાં વર્તતો હોય,
ત્યારે એને મિથ્યા-મોહનીયનો વિપાકોદય તો હોય જ નહિ; અને, જો કોઇ પણ કારણે એને મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય થઇ જવા પામે, તો એ જીવનો સમ્યકત્વનો જે અધ્યવસાય, તે ચાલ્યો ગયા વિના રહે નહિ. એટલે, અપૂર્વકરણ દ્વારા એ ધન એવા રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રન્થિને ભેદી નાખનારો બનેલો જીવ, અનિવૃત્તિ કરણ દ્વારાએ પોતાની એવી અવસ્થાને પેદા કરે છે, કે જે અવસ્થામાં એ જીવને, કાં તો મિથ્યાત્વમોહનીયનો સર્વથા ઉદય જ ન હોય, કાં તો મિથ્યાત્વમોહનીયનો જે વિપાકોદય, તે ન હોય. જીવની આવી અવસ્થા, અપૂર્વકરણથી પેદા થઇ શકતી જ નથી. જીવની આવી અવસ્થા અપૂર્વકરણે પોતાને કરવાનું કાર્ય કરી લીધા પછીથી જ, જીવમાં જે શુભ પરિણામ પ્રગટે, તેનાથી જ પેદા થઇ શકે છે; અને એથી, એ પરિણામને જ
અનિવૃત્તિ કરણ” તરીકે ઓળખવામાં આવે છે. એટલે, અનિવૃત્તિકરણ એ જ સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ પૂર્વેનો અત્તર એવો કરણ નામ આત્મપરિણામ છે. અનિવૃત્તિ ક્રણના કાળમાં જીવ કેવા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત રે છે-એ સંબંધી કર્મપ્રન્થિક અભિપ્રાયઃ
સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામની પૂર્વેનો અનન્તર એવો જે અનિવૃત્તિકરણ નામનો પરિણામ, તે પરિણામના કાળમાં, તે પરિણામ દ્વારા આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એ હવે આપણે જોઇએ. અનિવૃત્તિકરણ દ્વારા, અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં, આત્મા કેવા પ્રકારની. સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એના સંબંધમાં બે પ્રકારના અભિપ્રાયો પ્રવર્તે છે. એક કાર્મગ્રંબ્લેિક અભિપ્રાય અને બીજો સેદ્રાન્તિક અભિપ્રાય, કાર્મગ્રન્થિક અભિપ્રાયે, અનિવૃત્તિ કરણના કાળ દરમ્યાનમાં, અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો જીવ, અનિવૃત્તિકરણ દ્વારાએ કામ કરે છે કે-એ કાળ દરમ્યાનમાં મિથ્યાત્વ-મોહનીયનાં જેટલાં દળિયાં ઉદયમાં આવે, તે બધાં દળિયાંને ખપાવી નાખે; એટલું જ
Page 74 of 197