________________
સાધતે જીવ અપૂર્વકરણને પણ પામી જાય છે. ધર્મશ્રવણ મોક્ષના ઉપાયને જાણવાના આશય છે ?
તમે બધા છેવટમાં છેવટ ગ્રન્થિદેશે તો આવી જ ગયેલા છો અને અહીં આવનારાઓ ધર્મશ્રવણના યોગને પણ પામેલા છે. હવે વિચાર તો એ જ કરવાનો છે કે અહીં જે કોઇ શ્રવણ કરવાને માટે આવે છે, તે ધર્મનું જ શ્રવણ કરવાને માટે આવે છે કે નહિ ? શ્રવણ કરવાને માટે આવનારાઓ, ધમના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છાવાળા છે કે નહિ ? ધર્મના જ સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા, મોક્ષના ઉપાયના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા તરીકે જન્મેલી છે કે બીજા કોઇ આશયથી એ ઇચ્છા જન્મેલી છે ? એટલે, સંસારની નિર્ગુણતાનું તમને અમુક અંશે પણ સાચું ભાન થવા પામ્યું છે; સંસારની નિર્ગુણતાનું થોડુંક પણ સાચું ભાન થવાથી, તમને સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટ્યો છે; સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટવાથી તમારામાં, સંસારથી વિપરીત એવો જે મોક્ષ-તે મને મળે તો સારું, એવી મોક્ષની રૂચિ થઇ છે; અને એથી તમે, તમારી એ રૂચિને સંતોષવાને માટે સંસારથી છોડાવનારા અને મોક્ષને પમાડનારા ધર્મને જાણવાની ઇચ્છાવાળા બન્યા છો; તથા, એ કારણે જ તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો, એવું જો હું માનું અથવા તો એવું જો કોઇ માને, તો તે બરાબર છે ખરું ? તમારી સમક્ષ અત્યારે એ પ્રશ્ન છે કે-તમારે મોક્ષના ઉપાયને આચરવો છે અને એથી તમારે મોક્ષના ઉપાયને જાણવો છે, એ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો ? કે, બીજા કોઇ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો ? અહીં શ્રવણ કરવાને માટે તમે આવો છો, તેમાં તો તમારો મોક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાનો આશય પણ હોઇ શકે, સંસારના સુખની સિદ્ધિનો આશય પણ હોઇ શકે અને ગતાનુગતિકપણે તમે આવતા હો-એવું પણ હોઇ શકે. ધર્મશ્રવણનું પરિણામ કેવું હોય?
મોક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છામાં, એ ઉપાયને યથાશક્ય આચરવાની ઇચ્છા પણ રહેલી જ હોય છે. એટલે, તમે જેમ જેમ જાણતા જાવ, તેમ તેમ તમે તમારા મોક્ષને માટે તેને આચરવાનો વિચાર અને પ્રયત્ન આદિ પણ કરતા જ હશો ને ? જેને જેને જેટલું જેટલું જાણવાને મળે, તે તે તેટલું તેટલું આચરી જ શકે-એવો નિયમ છે નહિ અને એવો નિયમ હોઇ શકે પણ નહિ; કેમ કે જાણેલાને આચરણમાં ઉતારવાને માટે તો, બીજી પણ બહુવિધ સામગ્રીની અપેક્ષા રહે છે; પણ, મોક્ષની રૂચિવાળાને મોક્ષનો ઉપાય જેમ જેમ જાણવામાં આવે, તેમ તેમ તેને તે ઉપાયને આચરવાનો અભિલાષ તો થયા જ કરે ને ? પહેલાં એમ થાય કે- “આ જ આચરવા લાયક છે અને આનાથી વિપરીત જે કાંઇ છે, તે આચરવા લાયક નથી.” પછી વિચાર આવે કે- “પણ. અત્યારે હું જે આચરવા લાયક નથી તેને આચરવાનું છોડી શકું તેમ છું ? અને, જે આચરવા લાયક છે, તેને અત્યારે હું આચરી શકું તેમ છું?' એમાંથી નિર્ણય થાય કે- “છોડવા લાયક બધાને તો હું છોડી શકું તેમ નથી અને આચરવા લાયક બધાને હું આચરી શકું તેમ નથી, તો મારાથી જેટલા પ્રમાણમાં શક્ય હોય, તેટલા પ્રમાણમાં હું છોડવા લાયકને છોડું અને આચરવા લાયકને આચરૂં !” અને એવો નિર્ણય કરીને, જીવ એવા પ્રયત્નમાં લાગી પણ જાય. આ રીતિએ જીવે જે થોડું પણ
Page 64 of 197