________________
પણ બનતું નથી. પરન્તુ, જે જીવો પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા સમજી શકે છે. તે જીવો પણ જો તે જીવોની કર્મસ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય, તો જ પોતાની અનાદિકાલીન એવી એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા તો સમજી શકે છે. જ્ઞાનીઓ માને છે કે-જીવની એટલી પણ કર્મસ્થિતિ જે ખપે છે, તે તેના પોતાના પરિણામથી જ ખપે છે, પણ એ પરિણામને એ જીવે કોઇ સમજપૂર્વક પેદા કરેલો હોતો નથી. જીવના ખાસ પરિશ્રમ વિશેષ વિના એ પરિણામ જીવમાં પેદા થઇ ગયેલો હોય છે. એટલા જ માટે, એ પરિણામને “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. નદીમાં અથડાતે-કૂટાતે પાષાણ જેમ સુન્દર આકારવાળો અને અતિશય લીસો આદિ બની જાય છે, તેમ જીવ પણ અથડાતે-કૂટાતે પોતપોતાને પ્રાપ્ત થતી અવસ્થાદિને અનુસાર ઉત્પન્ન થયા કરતા પરિણામના વશે, કર્મસ્થિતિની એટલી લઘુતાવાળો બની જાય છે. જીવ જ્યારે કર્મસ્થિતિની એટલી લઘુતાને પામે છે, ત્યારે કર્મગ્રષેિ આવે છે. એટલે, પોતાની એ કર્મગ્રન્થિને જો જાણી શકે, તો તે જ જીવ જાણી શકે છે, કે જે જીવ પોતાની કર્મસ્થિતિની એટલી લઘુતાવાળો બન્યો હોય. સંસારની નિર્ગુણતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છા આદિથી થતી પરિણામની શુદ્ધિ :
કર્મસ્થિતિની આટલી લઘુતા પ્રાપ્ત થયેથી, જીવના પુરુષાર્થની આવશ્યક્તા ઉભી થાય છે. અત્યાર સુધી પોતાના ખાસ પરુષાર્થ વિના જ, સામગ્રી આદિને અનસારે પેદા થતા યથાપ્રવૃત્તિકરણથી કર્મસ્થિતિ ખપી જવા પામી; પણ, એ પ્રકારનું યથાપ્રવૃત્તિકરણ હવે પછી જીવે સાધવાની પ્રગતિમાં કારણ બની શકતું નથી. હવે તો, જીવ જો ગ્રન્થિને ભેદે, તો જ એની સુન્દર પ્રગતિ શક્ય બને છે; અને, એ ગ્રન્થિભેદ અપૂર્વકરણથી જ શક્ય છે. અપૂર્વકરણ એટલે આત્માનો પોતાનો એવા પ્રકારનો શુભ અને તીવ્ર પરિણામ, કે જેવો શુભ અને તીવ્ર પરિણામ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા એ જીવને, પૂર્વે કદી પણ પ્રગટ્યો જ ન હોય. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ખપવાને કારણે કર્મગ્રન્થિની છેક નજદીકમાં આવી પહોંચેલા જીવે, કર્મચલ્થિને ભેદવાને માટે, એ અપૂર્વકરણને પેદા કરવો જ પડે છે. એ અપૂર્વકરણને પેદા કરે-એવા પ્રકારના પુરુષાર્થને કરવાનો જે પરિણામ, તે પરિણામને પણ યથાપ્રવૃત્તિકરણ જ કહેવાય છે; પણ એ યથાપ્રવૃત્તિકરણ જીવે પોત પોતાના પુરૂષાર્થથી પેદા કરેલો કહેવાય છે; અથવા તો, એને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ તરીકે પણ ઓળખી શકાય છે. કર્મગ્રન્થિ સુધી પહોંચી ગયેલા જીવને, સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, એ શક્ય છે. અને, કર્મગ્રન્થિ સુધી પહોંચી ગયેલા જીવો પૈકીના જે જીવોને સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, તે જીવોમાં ક્રમે કરીને મોક્ષની ઇચ્છા જન્મ, એ પણ શક્ય છે. મોક્ષની ઇચ્છા જન્મવાના યોગે, મોક્ષના કારણ એવા ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ પણ શક્ય છે. સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રૂચિનો ભાવ પેદા થવાથી જે જીવમાં ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ જીવને ક્રમે કરીને ધર્મદાતા સદ્ગુરુની પાસે જઇને ધર્મશ્રવણ કરવાનું મન થાય અને સાંભળેલા ધર્મના સ્વરૂપ સંબંધી ચિન્તન અને મનન આદિ કરવાનું મન થાય, એ પણ શક્ય છે. આ બધી જે ઇચ્છાઓ પ્રગટે, એમાં જીવનો પોતાનો પુરૂષાર્થ તો છે જ; અને, એ પુરુષાર્થના બળે જીવના પરિણામની શુદ્ધિ પણ થયા જ કરે છે. એમ પરિણામની શુદ્ધિને સાધતે
Page 63 of 197