________________
નિશ્ચિતપણે કહી શકાય; પરન્તુ, એવા પણ ભવ્ય જીવો હોય છે, કે જે જીવો ચરમાવર્ત કાલને અથવા તો ચરમાઈ પુદ્ગલપરાવર્ત કાલને પામેલા હોય અને તેમ છતાં પણ તેમને મોક્ષની ઇચ્છા જન્મો ન હોય અને તેમને કદાચ મોક્ષની ઇચ્છા જન્મી પણ હોય, તો પણ તેમણે ગ્રન્થિનો ભેદ કર્યો ન હોય. આમ છતાં પણ એ જીવો, છેવટ એ કાલના અન્તિમ ભાગે પણ મોક્ષની ઇચ્છાને પામવાના, ગ્રન્થિભેદ કરવાના, સમ્યગ્દર્શનાદિ ગુણોને પામવાના અને એ ગુણોના બળે પોતાનાં સંકલ કમને સર્વથા ક્ષીણ કરી નાખીને મોક્ષને પણ પામી જવાના જ, એ નિશ્ચિત વાત છે. એટલે, કોઇ જીવમાં મોક્ષની ઇચ્છા માત્ર પણ પ્રગટી ન હોય, તો પણ એટલા માત્રથી એ જીવને ન તો અભવ્ય કહી શકાય અથવા ન તો દુર્ભવ્ય કહી શકાય. જેનામાં મોક્ષની ઇચ્છા ન પ્રગટે, એ અભવ્ય-એવું નથી; પરન્તુ, ક્યારેય મોક્ષની ઇરછા પ્રગટી શકે એવી યોગ્યતા જે જીવમાં નથી, તે જીવ અભવ્ય છે. મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા જેનામાં છે, તે જીવ ભવ્ય સ્વભાવનો કહેવાય છે, પણ જ્યાં સુધી એ જીવ ચરમાવર્ત કાલને પામતો નથી, એટલે કે જ્યાં સુધી એ જીવ કાલની પરિપક્વતાને પામતો નથી, ત્યાં સુધી એ જીવન દુર્ભવ્ય કહેવાય છે. એટલે કે-જે જીવો કાલની પરિપક્વતાને પામવાના અવશ્ય છે, પણ હજુ કાલની પરિપક્વતાને પામેલા નથી, તે જીવોને “દુર્ભવ્યો' તરીકે ઓળખવામાં આવે છે. જાતિભવ્ય જીવોની તો વાત જ કરવી નકામી છે, કારણ કે-તે જીવોમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી સ્વાભાવિક યોગ્યતા જરૂર છે, છતાં પણ એ જીવો ક્યારેય, તેઓમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે, એવી સામગ્રીને પામવાના જ નથી. ભવિતવ્યતાના પ્રાબલ્યની વાતમાં આ પણ એક અતિ મહત્વની વાત છે. સાથે સાથે, આ વાતમાં, ભવ્ય જીવોને પુરુષાર્થની પ્રેરણા આપવાની પણ
તાકાત રહેલી છે ? કારણ કે આવી સામગ્રીનો ભવ્ય જીવોને સુયોગ થાય, એ તેમની ભવિતવ્યતાની પણ અનુકૂળતા ગણાય. હવે તો એ પુરુષાર્થ કરે એટલી જ વાર. એ પુણ્યબંધ વખાણવા જેવો નથી:
આવી બધી વાતોને, સર્વજ્ઞ સિવાય કોઇ સ્વતન્ત્રપણે સાચા રૂપમાં જણાવી શકે નહિ. કાલની પરિપક્વતાને પામવા જોગી યોગ્યતા જ જેઓમાં સ્વાભાવિક રીતિએ હોઇ શકતી નથી અને એથી જેઓ કાલની પરિપક્વતાને પામ્યા નથી-એવા અભવ્ય જીવો, કાલની પરિપક્વતાને પામવા જોગી સ્વાભાવિક યોગ્યતા જેઓમાં છે અને એથી જેઓ કાલની પરિપક્વતાને નિયમાં પામવાના છે, પણ હજુ જેઓ કાલની પરિપક્વતાને પામ્યા નથી –એવા દુર્ભવ્ય જીવો, અને કાલની પરિપક્વતાને પામવાં છતાં પણ જે જીવો હજુ મોક્ષની ઇચ્છાને પામ્યા નથી-એવા ભવ્ય જીવો, એ જીવોને યથાપ્રવૃત્તિકરણ નામના આત્મપરિણામ દ્વારાએ, ગ્રન્થિદેશે આવવા જોગી કર્મસ્થિતિની લઘુતા પ્રાપ્ત થઇ શકે છે; અને એ જીવો, શ્રી જિનશાસને ઉપદેશેલા મૃત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પણ પામી શકે છે. એમાંના ભવ્ય જીવો, કે જેઓ મોક્ષની ઇચ્છાને પામી જાય છે, તેઓની વાત જુદી છે; પરન્તુ એ સિવાયના જે અભવ્યાદિ જીવો તે જે ધર્માચરણ કરે છે, એથી તેઓને પુણ્યનો બંધ જરૂર થાય છે, પણ એ પુણ્યબળેય વખાણવાને પાત્ર નથી હોતો. એ જીવો પુણ્યને ઉપાર્જી શકે છે અને એ પુણ્યના ઉદય યોગે તેઓ દેવલોકનાં સુખોને પણ પામી શકે છે. એ જીવોમાંના કેટલાક જીવો તો એટલા બધા પુણ્યને ઉપાર્જી શકે છે, કે જે પુણ્યના બળે તેઓ દેવગતિમાં પણ મિથ્યાદ્રષ્ટિ જીવ પામી શકે ત્યાં સુધીના અહમિન્દ્રપણાનેય પામી શકે છે; અર્થાત-તેઓ છેક નવમા ગ્રેવેયક સુધી પણ
Page 60 of 197