________________
જ જીવ પામી શકે છે કે જે જીવ ગ્રન્થિદેશે આવેલો હોય. જ્ઞાનીઓના આવા કથનના આધારે જ, આપણે એ વાત નક્કી કરી કે-શ્રી જિનકથિત ધર્મનું તમે દ્રવ્યથી પણ જે થોડુંક આચરણ કરી શકો છો, એ સૂચવે છે કે-તમે ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છો. ગ્રન્થિદેશે આવીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામેલા જીવો પણ, પ્રગતિ જ સાધે-એવો નિયમ નથી. અભવ્યો અને દુર્વ્યવ્યો પણ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી શકે છે; અને એથી એમ સાબિત થાય છે કે-જીવ, ગ્રન્થિદેશને પામવા છતાં પણ અને ગ્રન્થિદેશને પામીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામવા છતાં પણ, પ્રગતિને સાધનારો બને નહિ અને પરિણામે પીછેહઠ કરનારો બને, તો એ પણ શક્ય છે. આથી, એ વાત બહુ સ્પષ્ટ થઇ જાય છે કે-શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી ગયેલા જીવોએ તો ખૂબ જ સાવધ બની જવું જોઇએ, કારણ કે-પ્રગતિને સાધવાનુ જો મન થાય, તો પ્રગતિને સાધવાની આ એક સારામાં સારી તક છે; અને, જો આ તક ગુમાઇ ગઇ, તો આવી તક પુનઃ ક્યારે પ્રાપ્ત થાય-એ તો જ્ઞાની જ કહી શકે એવી બાબત છે; પણ સામાન્ય રીતિએ એમ કહી શકાય કે-આવી તક ગુમાવી દેનાર જીવને આવી તક ઘણા લાંબા કાળ સુધી પ્રાપ્ત થાય નહિ તો એમાં જરાય આશ્ચર્ય પામવા જેવું નથી. કાલની પરિપક્વતાની અપેક્ષા
ગ્રન્થિદેશે આવેલા જીવોએ, પોતાની ભાગ્યશાલિતાને સફ્સ બનાવવાને માટે, સૌથી પહેલો પુરૂષાર્થ ગ્રન્થિને ભેદવાનો કરવાનો હોય છે. જ્યાં સુધી ગ્રન્થિભેદ કરી શકાતો નથી, ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ સાધવાનું શક્ય જ બની શકતું નથી. એ ગ્રન્થિભેદ થવામાં, કાલની પરિપક્વતાની પણ અપેક્ષા રહે છે. ચરમાવર્તને પામેલા જીવને, એટલે કે-જે જીવની મુક્તિ એક પુદ્ગલપરાવર્ત કાલની અંદર અંદર જ થઇ જવાની છે, એ જીવને મોક્ષને પામવાની ઇચ્છા થઇ શકે છે. એક પુદ્ગલપરાવર્ત કાલ કે એ કાલથી અધિક કાલ પર્યન્ત જે જીવને સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય છે, તે જીવને તો મોક્ષને પામવાની ઇચ્છા પણ થતી નથી. મોક્ષની ઇચ્છા પેદા થઇ શકે, તો તે ચરમાવર્ત કાલને પામેલા જીવમાં જ પેદા થઇ શકે છે. મોક્ષની ઇચ્છા પ્રગટ્યા પછીથી પણ, તરતમાં જ ગ્રન્થિભેદ થઇ જાય અને સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થઇ જાય, એમ માની લેવાનું નથી. મોક્ષની ઇચ્છા પ્રગટી હોય, તે છતાં પણ જીવનો સંસાર-પરિભ્રમણનો કાલ જ્યારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ કાંઇક ન્યૂનપણાને પામે છે, ત્યારે જ એ જીવ ગ્રન્થિભેદ કરી શકે છે. અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ ઓછા કાલના સંસાર-પરિભ્રમણવાળો જીવ જ, પોતાની ગ્રન્થિને ભેદી શકે છે અને સમ્યગ્દર્શનાદિને પામી શકે છે. એટલે, ગ્રન્થિભેદ થવામાં કાલની પરિપક્વતાની અપેક્ષા પણ રહે છે જ.
‘મોક્ષની ઇચ્છા નથી માટે અભવ્ય કે દુર્વ્યવ્ય છે.’ -એવું કહી શકાય નહિ
જે જીવમાં પોતાના મોક્ષની ઇચ્છા જન્મ-એ જીવ ચરમાવર્તને પામેલો છે; અને, જે જીવ ગ્રન્થિભેદ કરી શકે એ જીવ ચરમાઈ પુદ્ગલપરાવર્તથી પણ ઓછા કાલમાં મોક્ષને પામવાનો છે-એમ
Page 59 of 197