________________
પહોંચી શકે છે. શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણ માત્રથી પણ, દેવગતિનાં એટલી હદ સુધીનાં સુખો પણ જીવને પ્રાપ્ત થઇ જાય -એ શક્ય છે; પણ, એ પ્રાપ્તિ વિવેકી જીવને લલચાવી શકતી નથી. મોક્ષને માટે જ ઉપદેશાયેલાં એ અનુષ્ઠાનોનું, એટલી હદ સુધી આચરણ કરવા છતાં પણ, એ આચરણ કરનારા જીવમાં મોક્ષની ઇચ્છા જન્મે નહિ, એ નાની સૂની વાત છે ? એમ બને, ત્યારે સમજવું જોઇએ કે-મિથ્યાત્વમોહનીયના ગાઢપણાનો એ પ્રતાપ છે; તેમ જ, મોક્ષની ઇચ્છા નહિ હોવાથી અને સંસારના સુખની જ ઇચ્છા હોવાથી, એ ધર્માચરણ કરતી વેળાએ પણ એ જીવોનું મિથ્યાત્વમોહનીય કર્મ ગાઢ બનતું જાય છે. સુખમાં પણ બેચેની
આમ થતું હોવાથી, એ જીવો, પોતાને મળેલાં દેવગતિનાં સુખોને પણ સુખે ભોગવી શકતા નથી. અસંતોષ અને ઇર્ષ્યા આદિથી તેઓ બેચેની અનુભવ્યા કરે છે. એ જીવોનો સંસારના સુખનો રાગ કેવો ગાઢ હોય છે, એ જાણો છો ? એ જીવોને, ખુદ ભગવાન શ્રી જિનેશ્વરદેવો આદિ મહાપુરુષોનો યોગ થઇ જાય અને એ જીવોને એ પરમ તારકો આદિની દેશના સાંભળવાને પણ મળે, તો પણ એ જીવોનો સંસારનો રાગ જાય નહિ અને એ જીવોમાં મોક્ષનો રાગ પ્રગટે નહિ. શ્રી તીર્થંકરાદિની ઋદ્ધિ-સિદ્ધિને જોઇને એ ઋદ્ધિ-સિદ્ધિને પામવાનું એમને મન થાય અને એથી તેઓ શ્રી તીર્થંકરાદિકે કહેલાં મોક્ષસાધક ધર્મનાં અનુષ્ઠાનો ઉત્કટપણે પણ આચરવાને તત્પર બને-એવુંય બને; પણ, તેમને મોક્ષને પામવાનું મન થાય જ નહિ ! મોક્ષસાધક ધર્મને સેવતાં, એ ધર્મને સેવવાનું પૌદ્ગલિક ફ્ળ મેળવવાને માટે, એ જીવો મોક્ષ પ્રત્યેના પોતાના દ્વેષને તજે એ બને, પણ મોક્ષ પ્રત્યે રાગ તો એમનામાં પ્રગટે જ નહિ. મોક્ષતત્ત્વ જ એમને રૂચિકર નીવડે નહિ. આથી, એ જીવોની સ્થિતિ કેવી થાય ? જેમ કોઇ બિમાર માણસ રોગનાશક ઔષધનું સેવન કરવાની સાથે કુપથ્યનું પણ સેવન કરે, તો એ રોગનાશક ઔષધ પણ એ બિમારને માટે રોગને વિકરાળ બનાવનારૂં નીવડે, તેમ ધર્માચરણથી બંધાયેલા શાતાવેદનીયનો એમનો ભોગવટો, મહા અશાતાને પમાડનારી સ્થિતિમાં એ જીવોને મૂકી દે. એટલે, એ જીવોને દેવલોકમાંય વસ્તુતઃ સુખાનુભવ નહિ અને પરિણામે તેઓ મહા દુ:ખને પામે. ર્મગ્રન્થિ કોને કહેવાય ?
આ વાત ઉપરથી તમને સમજાઇ ગયું હશે કે-હવે તમારે કેવા પ્રકારનો પુરૂષાર્થ કરવાનો છે. ગ્રન્થિદેશે આવેલ જીવોમાંથી જે જીવો સમ્યગ્દર્શન ગુણને પામનારા હોય છે, તે જીવો ગ્રન્થિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિદેશે પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગ્રન્થિદેશે આવી પહોંચેલો જીવ જ્યારે અપૂર્વકરણવાળો બને છે, ત્યારે એ અપૂર્વકરણ દ્વારાએ એ જીવગ્રન્થિને ભેદનારો બને છે. કરણ એટલે શું ? આત્માનો પરિણામ વિશેષ. આત્મા પોતાના પરિણામના બળે ગ્રન્થિને ભેદે છે, માટે પહેલાં ‘ગ્રન્થિ શું છે ?' એ તમારે સમજી લેવું જોઇએ. અને ‘ગ્રન્થિ શું છે ?' -એ સમજાશે એટલે એવી ગ્રન્થિને ભેદવાને માટે આત્મા કેવા પરિણામવાળો બનવો જોઇએ, એની પણ તમને કલ્પના આવી શકશે. આ ગ્રન્થિને કર્મગ્રન્થિ પણ કહેવાય છે. ગાઢ એવા રાગ-દ્વેષનો જે આત્મપરિણામ, એ જ કર્યગ્રન્થિ છે. જીવનું જે મોહનીય કર્મ,
Page 61 of 197