________________
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે, જ્યારે મોહનીય કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે. બાકી રહ્યાં જે નામ, ગોત્ર અને આયુષ્ય, તેમાં નામકર્મની અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે અને આયુષ્યકર્મની સ્થિતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની સ્થિતિ જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની પણ હોઇ શકે છે, તેમ જઘન્યમાં જઘન્ય કોટિની પણ હોઇ શકે છે. તેવા પ્રકારના પરિણામથી સંચિત થતાં આઠ પ્રકારનાં કર્મોમાં, વેદનીય કર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત માત્રની હોય છે, નામકર્મ અને ગોત્રકર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત માત્રની હોય છે, જ્યારે બાકીનાં જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અન્તરાય-એ પાંચ પ્રકારનાં કર્મો, એ કર્મોની જઘન્યમાં જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની હોય છે. અત્રે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે-શુભાશુભ પરિણામ દ્વારાએ થતા કર્મબંધને અંગેની જ આ વાત છે, પણ કેવલજ્ઞાનિઓને જે યોગપ્રત્યયિક બંધ થાય છે, તે બંધને અંગેની આ વાત નથી.
સમજીને કાળજીવાળા બનો :
મિથ્યાત્વાદિના નિમિત્તે, આત્માના પરિણામ દ્વારા, પરિણામની શુભાશુભતાથી શુભાશુભ કર્મનો જે સંચય થાય છે, તે કર્મસંચયમાં પરિણામની તીવ્રતા કે મન્દતાને કારણે કયા કયા કર્મની કેટલી કેટલી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોઇ શકે છે અને કેટલી કેટલી જઘન્યમાં જઘન્ય સ્થિતિ હોઇ શકે છે, તેનો તમને ખ્યાલ તો આવ્યો ને ? મોહનીય કર્મ સીત્તેર કોટાકોટિ, સાગરોપમની
સ્થિતિવાળું પણ બંધાઇ શકે અને અન્તર્મુહૂર્ત માત્રની સ્થિતિવાળું પણ બંધાઇ શકે. આ બધાને સમજીને, કરવું એ જોઇએ કે-અશુભ પરિણામ પ્રગટે નહિ એની કાળજી રાખવી તથા અશુભ પરિણામ પ્રગટે તો પણ તે તીવ્ર બને નહિ એની કાળજી રાખવી; અને, શુભ તથા શુદ્ધ પરિણામ બન્યા રહે એની કાળજી રાખવી તેમજ શુભ તથા શુદ્ધ પરિણામને ખૂબ ખૂબ તીવ્ર બનાવવાનો પ્રયત્ન કર્યા કરવો. આત્મા જેમ જેમ ગુણસમ્પન્ન બનતો જાય છે, તેમ તેમ તેને કર્મનો બંધ શુભ રૂપમાં થવાનું વધતું જાય છે અને અશુભ રૂપમાં થવાનું ઘટતું જાય છે; તેમ જ, તેની નિર્જરાનું પ્રમાણ પણ વધતું જાય છે.
ર્મસ્થિતિ ઘટ્યા વિના ગ્રન્થિદેશે પહોંચાય નહિ :
અનાદિકાલથી કર્મસન્તાનથી વેષ્ટિત જન્તુને પણ જો દુર્લભ એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તો તે કયા ક્રમે પ્રાપ્ત થાય છે, તે સમજવા જેવું છે. જે જીવો દુર્લભ એવા સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવોને માટે સૌથી પહેલું જે બને છે, તે એ બને છે કે-તેઓનાં કર્મોની સ્થિતિ ખૂબ જ ઘટી જવા પામે છે. એમાં, આયુષ્યકર્મ સિવાયનાં સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ ખપીને ઘટી જવા પામે છે અને એ સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ ઘટીને એટલી હદ સુધી ઘટી જાય છે કે-એ સાતમાંનું કોઇ પણ કર્મ, એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિથી અધિક સ્થિતિનું તો રહેવા જ પામતું નથી; અને, જે એક કોટાકોટિ સાગરોપમ જેટલી કર્મની સ્થિતિ શેષ રહી, તે સ્થિતિમાંથી પણ થોડીક સ્થિતિ, એટલે કે-એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામે છે. પોતાની
Page 53 of 197