SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જીવને સંસારી રાખનારો, જીવને સંસારી બનાવ્યું રાખનારો જે જગનો સંયોગ છે, તે જs કર્મસ્વરૂપ છે. કર્મ જડ છે, પણ જીવ માત્રને જડ એવા કર્મનો સંયોગ અનાદિકાલથી છે; અને, જડસ્વરૂપ કર્મના એ સંયોગથી જ જીવનો સ્વભાવ આવરાયેલો છે. જીવની સાથેનો કર્મનો સંયોગ અનાદિકાલીન હોવા છતાં પણ, કોઇ જ કર્મ વિશેષનો સંયોગ કોઇ પણ જીવને અનાદિથી હોતો. નથી, કારણ કે-ભોગવવા આદિ દ્વારાએ કર્યો આત્માથી વિખુટાં પણ પડતાં જાય છે અને બંધનાં કારણોનું અસ્તિત્વ હોઇને જીવને નવાં નવાં કર્મો બંધાતાં જતાં પણ હોય છે. એટલે, કોઇ કમી વિશેષનો સંયોગ જીવને અનાદિકાલથી હોતો નથી, પરન્તુ પ્રવાહ રૂપે અથવા પરંપરા રૂપે, જીવની સાથેનો જડ એવા કર્મનો જે સંયોગ છે, તે અનાદિકાલોન છે. આમ હોઇને, જીવને અનાદિકર્મવષ્ટિત કહેવાને બદલે, જીવને અનાદિકર્મ-સંતાન-વેષ્ટિત અથવા અનાદિકમી પરમ્પરાવેષ્ટિત આદિ કહેવો, એ વધુ યોગ્ય છે. કર્મનો બંધ તે જ જીવને થઇ શકે છે, કે જે જીવને કર્મનો સંયોગ હોય છે. પ્રત્યેક સમયે આત્મા કર્મથી છૂટે છે પણ ખરો અને કર્મને બાંધ છે પણ ખરો. વીતરાગ અને સર્વજ્ઞ બનેલો આત્મા, માત્ર ચાર પ્રકારનાં કર્મોએ જ સહિત હોય છે. તેથી તે ચાર પ્રકારનાં કર્મોથી છૂટતો જાય છે અને એ આત્માને માત્ર યોગપ્રત્યયિક અને તે પણ શાતા વેદનીયનો જ બંધ થતો હોય છે. એમ કરતાં કરતાં, એ આત્મા એવી અવસ્થાએ પહોંચે છે ક-એને કર્મનો બંધ થાય જ નહિ અને એથી તે સકલ કર્મોથી રહિત બની જાય. સમ્યત્ત્વની દુર્લભતાઃ જીવ માત્ર અનાદિકાલથી કર્મસન્તાનથી વેષ્ટિત છે અને એથી જીવ માત્રને માટે સમ્યક્ત્વ દુર્લભ છે. સમ્યકત્વ દુર્લભ છે -એ વાત જેમ સાચી છે, તેમ જીવે સમ્યકત્વને પોતાને માટે સુલભ બનાવ્યા વિના ચાલી શકે એવું પણ નથી-એ વાતેય એટલી જ સાચી છે; કારણ કે- “સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વિના, કોઇ પણ જીવ, ગૃહિધર્મને કે સાધુધર્મને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતો જ નથી; અને, ધર્મને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના, કોઇ પણ જીવ, પોતાના મોક્ષને સાધી શકતો નથી.” આઠ પ્રકારના કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું અને જઘન્યમાં જઘન્ય સ્થિતિનું પ્રમાણ : અનાદિ કાલથી જીવ જે કર્મસત્તાનથી વેષ્ટિત છે, તે કર્મ આઠ પ્રકારનું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય-એ, કર્મના આઠ પ્રકારો છે. આ આઠ પ્રકારનાં કર્મોનાં નિમિત્તો છ છે. એક-મિથ્યાત્વ, બીજું-અજ્ઞાન, ત્રીજું-અવિરતિ, ચોથું-પ્રમાદ, પાંચમું-કષાય અને છ-ચોગ. મિથ્યાત્વ આદિ આ છ નિમિત્તોથી, જીવને પ્રાય: પોતપોતાના પરિણામ દ્વારાએ કર્મનો બંધ થાય છે. મિથ્યાવાદિના નિમિત્તથી એક પરિણામ દ્વારા સંચિત થતું કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હોઇ શકે છે અને જઘન્ય સ્થિતિવાળું પણ હોઇ શકે છે. તીવ્ર એવો જે અશુભ પરિણામ, તે પરિણામ દ્વારા જનિત જે કર્મ, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોય છે. આઠ પ્રકારનાં કર્મોમાં, દરેકે દરેક પ્રકારના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન નથી હોતી, પણ ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય-એ ચાર પ્રકારનાં કર્મોની Page 52 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy