SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીય-મિશ્રમોહનીય-મિથ્યાત્વ મોહનીયની સત્તાવાળો બનતો નથી પણ અવશ્ય એક મિથ્યાત્વ મોહનીયની સત્તાવાળો જ રહે છે. આથી જ્યારે અંત:કરણનો કાળ પૂર્ણ થાય અથવા ઉપશમાં સમકોતનો કાળ પૂર્ણ થાય ત્યારે જીવની મિથ્યાત્વ મોહનીયનો ઉદય થતાં જ જીવ બીજા સાસ્વાદન ગુણસ્થાનકને પામ્યા સિવાય સીધો મિથ્યાત્વ એટલે પહેલા ગુણસ્થાનકને પામે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાનક તેજ પામી શકે કે જે જીવોને દર્શન મોહનીયની ત્રણેય પ્રકૃતિઓ અવશ્ય સત્તામાં હોય. બીજા ગુણસ્થાનકને પામેલો જીવ એટલે મિશ્ર મોહનીયના ઉદયવાળો જીવ જો એને મિથ્યાત્વ મોહનીયનો ઢાળ વધારે હોય તો ત્યાંથી એટલે ત્રીજાથી પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે અને જો સમ્યકત્વ મોહનીય તરફ ઢાળ વધારે હોય તો એ જીવ ત્રીજા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકને પામે છે એટલે ક્ષયોપશમ સમકતને પામે છે. ક્ષયોપશમ સમકતના કાળમાં જીવોને સમ્યક્ત્વ મોહનીયનો રસોદય-વિપાકોદય રૂપે ઉદય કાળ હોય છે અને મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીયના મોટા ભાગના પુગલોનો ઉપશમ હોય છે અને થોડા ઘણાં પુદગલો આત્મામાં તેની સ્થિતિ પૂર્ણ થતાં ઉદયમાં આવે તો તે સમ્યકત્વ મોહનીય જેવા થઇને એટલે શુધ્ધ મોહનીય રૂપે થઇને ઉદયમાં આવે છે તે પ્રદેશોદય કહેવાય છે તથા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાયો પણ પોતાના સ્વરૂપે ઉદયમાં ન આવતાં અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ રૂપે થઇને ઉદયમાં આવે છે એ પ્રદેશોદય કહેવાય છે. જે પુદ્ગલો જેવા રસે બાંધ્યા હોય તેવા રસે ઉદયમાં આવે તે રસોદય કહેવાય છે અને જે પુદગલો જેવા રસે બાંધ્યા હોય તેવા રસે ઉદયમાં ન આવતાં બીજાના રૂપે થઇને ઉદયમાં આવે તે પ્રદેશોદય કહેવાય છે. આથી ક્ષયોપશમ સમકીતના કાળમાં સમ્યકત્વ મોહનીયનો રસોદય કહેવાય છ (હોય છે) અને મિથ્યાત્વ-મિશ્રમોહનીય તથા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભ એમ છ પ્રકૃતિઓનો ઉપશમ તથા પ્રદેશોદય હોય છે તે ક્ષયોપશમ સમકીત કહેવાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરતાં ચારથી સાત ગુણસ્થાનકમાંથી કોઇપણ ગુણસ્થાનકને પામી શકે છે. આથી આ ઉપશમ સમકીત ચારથી સાત ગુણસ્થાનક સુધી ગણાય છે. જ્યારે ઉપશમાં શ્રેણિનું ઉપશમ સમકીત ચારથી અગ્યાર ગુણસ્થાનક સુધી હોય છે. ચોથું ગુણસ્થાનક અવિરતિ સભ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ સાધિક મનુષ્યભવ તેત્રીશ સાગરોપમ હોય છે. તે આ રીતે કાળ જાણવો. કોઇ પૂર્વક્રોડ વરસના આયુષ્ય વાળો મનુષ્ય સંખ્યત્વને પામીને અનુત્તરનું આયુષ્ય બાંધી તેત્રીશ સાગરોપમ વાળો દેવ થાય અને ત્યાં સમકીત લઇને ઉત્પન્ન થાય ત્યાંથી સમકીત સાથે મનુષ્યમાં આવે એટલે તેત્રીશ સાગરોપમથી અધિક કાળ ગણાય છે. આ મનુષ્યપણામાં આવેલા જીવને આઠ વરસની ઉંમર પછો એક અંતર્મુહૂર્ત માટે પણ દેશ વિરતિનો અથવા સર્વ વિરતિનો પરિણામ પામવો પડે પછી ચોથે આવે તો ચાલે જો એક અંતર્મુહૂર્ત પણ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકમાંથી કોઇનો પરિણામ પેદા ન કરે તો એ જીવનું ચોથું ગુણસ્થાનક ચાલ્યુ જાય અર્થાત્ મિથ્યાત્વ ગુણસ્થાનકે પહોંચી જાય. જ્યાર ક્ષયોપશમાં સમકીતનો કાળ છાસઠ સાગરોપમ સાધિક મનુષ્ય ભવ હોય છે. કોઇ મનુષ્ય ક્ષયોપશમ સમકીત પામીને તેત્રીશ સાગરોપમનો દેવ થાય ત્યાંથી ક્ષયોપશમ સમકીત લઇને મનુષ્ય થાય એ મનુષ્ય ભવમાં પાંચમું-છઠ્ઠ કે સાતમાં ગુણસ્થાનકમાંથી કોઇ ગુણસ્થાનકના પરિણામને પામીને પાછો અનુત્તરમાં તેત્રીશ સાગરોપમ વાળો દેવ થાય. પાછો મનુષ્યમાં આવે તો આ રીતે છાસઠ સાગરોપમ Page 47 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy