________________
કરે છે કે જેના ઉદયકાળમાં જીવોને એક અંતર્મુહૂર્ત સુધી જિનેશ્વર પરમાત્માઓએ પ્રરૂપેલા તત્વો પ્રત્યે રાગ પણ હોતો નથી અને દ્વેષ પણ હોતો નથી. આ પગલોનો જીવને એક અંતર્મુહૂર્તનો જ ઉદય હોય છે. આ પુદ્ગલોને મિશ્ર મોહનીયના પુદ્ગલો કહેવાય છે. ત્રીજા વિભાગ રૂપે એવાને એવા અશુધ્ધ રૂપે પુદગલોને રાખે છે એ પુગલો મિથ્યાત્વ મોહનીયના પુદગલો કહેવાય છે. મિશ્ર મોહનીયના પુદ્ગલો ત્રણ સ્થાનીક (ઠાણીયા) રસવાળા હોય છે. અને મિથ્યાત્વ મોહનીયના પુદગલો ચાર સ્થાનીક (ઠાણીયા) રસવાળા હોય છે. આ ક્રિયા અંત:કરણના પહેલા સમયથી શરૂ થઇ સમયે સમયે ચાલુ રહે છે. એટલે મિથ્યાત્વ મોહનીયના પુગલો મિશ્રમોહનીય રૂપે અને સમ્યકત્વ મોહનીય રૂપે કરે છે. મિશ્ર મોહનીયના પુદ્ગલો સમ્યકત્વ મોહનીય રૂપે કરે છે. હવે
જ્યારે અંતઃકરણનો એટલે ઉપશમ સમકીતનો કાળ એક અંતર્મહર્તનો જીવનો પૂરો થયે જો જીવને શુધ્ધપુજનો ઉદય થાય એટલે સમ્યકત્વ મોહનીયનો ઉદય થાય તો એ જીવ ચોથા ને ચોથા ગણસ્થાનકે રહેલો કહેવાય છે અને તે જીવને ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ થઇ એમ કહેવાય છે. એ રીતે જો જીવને મિશ્રમોહનીયનો ઉદય થાય એટલે અંત:કરણનો કાળ પૂર્ણ થયે મિશ્ર મોહનીયનો. ઉદય થાય તો એ જીવ ત્રીજા મિશ્ર ગુણસ્થાનક ને પામ્યો એમ કહેવાય છે. અને જે જીવોને અંત:કરણનો કાળ પૂર્ણ થયે મિથ્યાત્વ મોહનીયનો ઉદય થવાનો હોય તો એ જીવને અંત:કરણ કાળનો એક સમય અથવા છ આવલિકા કાળ બાકી રહે અથવા ઉપશમ સમકીતનો એક સમયનો કાળ અથવા છ આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યારે જીવને અવશ્ય અનંતાનુબંધિ કષાય નો ઉદય (વિપાકોદય) પેદા થાય છે. આ મિથ્યાત્વ વગરના અનંતાનુબંધિ કષાયના ઉદયવાળા કાળને સાસ્વાદન ગુણસ્થાનક એટલે બીજું ગુણસ્થાનક પામ્યો એમ કહેવાય છે. આ સાસ્વાદન ગુણસ્થાનકનો એક સમયનો અથવા છ આવલિકાનો કાળ પૂર્ણ થયે જીવને મિથ્યાત્વનો ઉદય અવશ્ય થાય છે એટલે અશુધ્ધ પુગલોનો ઉધ્ય અવશ્ય થાય છે એટલે જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકને (પહેલા ગુણસ્થાનકને) પામે છે. આ કાર્મગ્રંથિક મતના આધારે જાણવું એટલે કે કર્મગ્રંથને માનનારા આચાર્યોના મતે જાણવું.
જ્યારે સિધ્ધાંતને માનનારા આચાર્યોને મતે એટલે સિધ્ધાંતિક મતે કાર્મગ્રંથીક મતની જેમ શુધ્ધ યથાપ્રવૃત્તકરણને પામીને અપૂર્વકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરી ગ્રંથીભેદ કરે અને એ ગ્રંથભેદ થતાંની સાથેજ જીવ સત્તામાં રહેલી ત્રીજી સ્થિતિ અને બીજી સ્થિતિના પગલોના ત્રણ વિભાગ કરી શુધ્ધપુંજ-અર્ધશુધ્ધપુંજ અને અશુધ્ધ પુંજ રૂપે સમ્યકત્વ મોહનીય-મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય રૂપે પુદગલો બનાવે છે. એ બનાવ્યા પછી એક અંતર્મહર્તનો કાળ અપૂર્વકરણનો પૂર્ણ કરી અનિવૃત્તિકરણ નામના પરિણામને પ્રાપ્ત કરે છે એ કાળમાં એ જીવ ત્રણ પુજના પગલોમાંથી આ અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ થયે શુધ્ધપુંજ રૂપ સમ્યકત્વ મોહનીયના પગલો ઉદયમાં આવે એ રીતે પ્રયત્ન કરે છે અને એ અનિવૃત્તિકરણનો કાળપૂર્ણ થયે અવશ્ય સમ્યકત્વ મોહનીય ઉદયમાં આવતાં જીવ ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કર છે. એમાં કેટલાક આચાર્યોનું કહેવું આવું છે કે જો કોઇ જીવ પુરૂષાર્થમાં કાચો હોય એટલે આટલા સત્વવાળો ન હોય તો એ જીવ કર્મગ્રંથ મતના અભિપ્રાય મુજબ શુધ્ધ યથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરણ-ગ્રંથીભેદ-અનિવૃત્તિકરણના અધ્યવસાયને પામીને અંતઃકરણને કરીને એ જીવ ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરી શકે છે પણ આ ઉપશમ સમકતને પામેલો જીવ ઉપશમ સમકીતના કાળમાં ત્રણjજ કરતો જ નથી એટલે સમ્યક્ત્વ
Page 46 of 197.