SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આ અવંચક એટલે શું? તેની વ્યાખ્યા ઉપર કહી છે તે પ્રમાણે વંચક નહિં તે અવંચક, વંચે નહિ, છેતરે નહિ, ઠગે નહિ તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં એવો અમોધ, અચૂક, અવિસંવાદી, રામબાણ તે અવંચક. યોગ એવો કે કદી વંચે નહિં, ચૂકે નહિં, ખાલી જાય નહિં, તે યોગાવંચક. આ યોગાવંચક બાણના લક્ષ્ય તાકવા બરાબર છે. બાણની લક્ષ્ય ક્રિયામાં પ્રથમ પગથિયું લક્ષ્યને-નિશાનને બરાબર તાકવું (Aiming) તે છે. તે લક્ષ્ય બરાબર તાક્યા પછી જ બીજી નિશાન વિંધવાની ક્રિયા બને છે તેમ આ સમસ્ત યોગક્રિયારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષ્યને-નિશાનને સુનિશ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થવો-જોડાણ થવું, તેનું નામ જ યોગાવંચક છે અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તો “સ્વરૂપ' જ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલો યોગ તે યોગાવંચક છે. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય ; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” સાક્ષાત્ સંસ્વરૂપ તો પછી અને પુરુષના તથાદર્શનરૂપ યોગ પર આટલો બધો ભાર મૂકવાનું શું કારણ ? કારણ એટલું જ કે- પુરુષ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે, સાક્ષા-પ્રત્યક્ષ મૂર્તિમંત સ્વરૂપનો યોગ પામેલ પ્રગટ “યોગી' છે, સાક્ષાત્ સહજાભસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યોગી સતપુરુષના જ્વલંત આદર્શ-દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે; જેથી એકાંત સ્વરૂપલક્ષી સપુરુષનું પરમ અભુત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખો ઉપદેશો જે બોધ નથી કરી શકતા, તે એક સપુરુષનો જીવતોજાગતો દાખલો કરી શકે છે. આમ યોગી પુરુષના તથાદર્શનથી જીવનું લક્ષ્ય એક સાધ્યસ્વરૂપ નિશાન પ્રતિ કેંદ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. એટલા માટે સ્વરૂપનો સાક્ષાત લક્ષ્ય કરાવનાર પુરુષના યોગને યોગાવંચક કહ્યો છે. યોગાવંચક્યી જીવનપલટો આ સત્પષના યોગથી પ્રાપ્ત થતો યોગાવંચક યોગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમસ્ત આચરણ સંસારાર્થે થતું હતું તે હવે સ્વરૂપલક્ષી થયા પછી કેવળ આત્માર્થે જ થાય છે. પ્રથમ જે જીવની સમસ્ત ક્રિયા-પ્રવૃત્તિ આત્મબાંધક થઇને પ્રવર્તતી હતી, તે હવે આત્મસાધક થઇને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા તે હવે સત્ય સાધનરૂપ થઇ પડે છે. પ્રથમ જે સ્વરૂપલક્ષ વિના ષકારક ચક્ર આત્મવિમુખપણે ઊલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. પ્રથમ જે આત્માની બધી ચાલ અવળી ચાલતી હતી તે હવે સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત યોગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂંકા ચાલતા હોઇ, વંકગામો' હોઇ, વંચક થઇને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાધી સરલ ચાલી, અવંકગામી” થઇ, અવંચક થઇને પ્રવર્તે છે, આવો ચમત્કારિક ફાર આ જીવનમાં થઇ જાય છે. સકલ જગજીવનરૂપ આ યોગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરું “જોગી જીવન” શરૂ થાય છે. સદ્ગુરુયોગે અવંચક Page 34 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy