________________
દર્શન-સમાગમ
અબ ક્યોં ન બિચારત હે મનસેં, છુ ઓર રહા ઉન સાધનસેં બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે. કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી ; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુ ચર્ન સુપ્રેમ બસેં, તનસેં, મનસેં, ધનસેં, સબસેં ગુરુદેવકી આન સ્વઆત્મ બસે. તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમધનો.” “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે ; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે.” “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય ; બાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહિં જોય.”
બીજું-આવા સત્પુરુષ સદ્ગુરુ વિધમાન હોય, પણ તેનો દર્શનજોગ જો ન થાય, સમાગમ-પરિચય ન થાય, તો શું કામ આવે ? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યું હોય, પણ તેનો લાભ ન લેવાય તો શું કામનું ? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું હોય, પણ તેને સેવી ચિંતિત લાભ ન ઉઠાવાય તો શું કામનું ? કામદુધા કામધેનુ આવી હોય, પણ તેની આરાધના ન થાય તો શું કામનું ? સાક્ષાત્ પરમામૃતનો મેઘ વરસતો હોય, પણ તેને ઝીલવામાં ન આવે તો શું કામનું ? માટે સંતના દર્શન-સમાગમની તેટલી જ આવશ્યક્તા છે.
“પરિચય પાતક વાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત ; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હોત.” સ્વરૂપનું તથાદર્શન
ત્રીજું-બાહ્યથી સંતના દર્શન-સમાગમ થાય, પણ અંતરથી સંતનું તથા પ્રકારે સંતસ્વરૂપે દર્શન ન થાય, સત્સ્વરૂપે ઓળખાણ ન થાય, તો તેનો બાહ્ય સમાગમ-યોગ પણ અયોગરૂપ થાય છે, નિષ્ફળ થાય છે અથવા સત્પુરુષ મળ્યા હોય, પણ તેનું આંતરદર્શન-ઓળખાણ થઇ શકે એવી પોતાનામાં યોગ્યતા ન હોય, તો યોગ ન મળ્યા બરાબર થાય છે.
આ ત્રણમાં પણ ત્રીજો મુદ્દો સૌથી વધારે મહત્વનો છે, કારણ કે સત્પુરુષ હોય, તેના બાહ્ય દર્શન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે ‘આત્મદર્શન' ન થયું હોય, તો શું કામનું ? કારણ કે તથાસ્વરૂપે દર્શન વિના સત્પુરુષનો યોગ અયોગ થાય છે, અફ્ળ જાય છે. એમ તો આ જીવે અનેક વાર તીર્થંકર જેવા પરમ સત્પુરુષના દર્શન કર્યા હશે, પણ આ જીવની યોગ્યતાની ખામીને લીધે તે સત્પુરુષનું તથાદર્શન ન થયું, તેથી તે યોગ અફ્ળ ગયો; માટે સત્પુરુષના યોગની ખરેખરી રહસ્ય-ચાવી (Master-key) તેનું યથાસ્વરૂપે દર્શન કરવું-ઓળખાણ થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંકચ યોગ થાય છે. યોગઅપંચક એટલે?
Page 33 of 197