________________
થવાનો છે. ક્રૂરતાના યોગે સમરવજિય કેવો ઘાતકી બને છે અને તેના ઘાતકીપણાને જાણવા છતાં પણ, તેની સામે અક્રૂરતાના યોગે શ્રી કીર્તિચન્દ્ર નરનાથ કેવી ઉદારતા દર્શાવે છે, તે હવે જોવાનું છે. ગમે તેમ ઘસડાતી નાવમાં દૂર આવવાથી શ્રમિત બનેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ કીનારે પહોંચીને જેટલામાં વિશ્રામ લઇ રહ્યા છે તેટલામાં તો તેમની નજર એક નિધાન ઉપર પડે છે. નદીના પૂરથી દેતડ ખોદાઇ જવાના યોગે, ખાડામાં કોઇએ જે નિધાન દાઢ્યું હશે તે સ્પષ્ટપણે દેખાવા લાગ્યું. સુમણિઓ અને રત્નોના એ નિધાનને દૂરથી જોતાની સાથે જ કીર્તિચન્દ્ર રાજાએ તેની નજદિક જઇને ખાત્રી કરી. આ રીતિએ તે નિધાનને બરાબર જોયા બાદ, શ્રી કીર્તિચન્દ્ર નરનાથે સમરવિજય કુમારને પણ તે નિધાન દર્શાવ્યું. સમરવિજયનો ક્રૂર વિચાર :
રાજાએ દેખાડેલ નિધાન સમરવિજયની દ્રષ્ટિમાં આવતાંની સાથે જ, તેના હૈયામાં રહેલી ક્રૂરતાએ હલ્લો કર્યો. અક્રૂરતાના યોગે ગુણગણથી ભૂષિત રાજાએ સરલતાથી સમરવિજયને નિધાન દર્શાવ્યું, પણ દેદીપ્યમાન રત્નોના ઢગલાને જોવાથી સમરવિજયનું ક્રૂર પરિણામ વાળું ચિત્ત ચંચલ બન્યું. એ નિધાનને જોઇને કુર સ્વભાવવાળો સમરવિજય વિચાર કરે છે કે
રાજાને મારી નાખીને આ નિધાનને હું જ ગ્રહણ કરુંકારણ કે-જે રાજય છે તે સુખથી સજ્જ છે અને આ રત્નોનો નિધિ અખૂટ છે!” ક્રૂર વિચારનો અમલ અને નિષ્ફળતા :
છે કાંઇ કહેવાપણું? ક્રૂરતા તો ક્રૂરતા, પણ તેય કેટલી હદ સુધીની? સ્વભાવથી દૂર એવો તે સમરવિજય આવો વિચાર કરીને, આગળ-પાછળના પરિણામનો વિચાર કરવાને માટે ય થોભતો નથી. એ તો તરત જ પોતાના ક્રૂર વિચારનો અમલ કરવા માંડે છે. સ્વભાવે ક્રૂર આત્માઓ કારમામાં કારમું કૃત્ય કરતાં પણ વધુ વિચાર ન કરે, એ તેવા આત્માઓને માટે કોઇ વિશેષ વાત નથી. કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથને મારી નાખવાના હેતુથી સમરવિજયે તરત જ ઘા કર્યો. સમરવિજયને ઘા કરતો જોઇને ત્યાં રહેલા નગરલોકો- “હા! હા! આ શું?” એવા પોકાર કરી રહ્યા છે, એટલામાં તો સાવધ એવા શ્રી કીર્તિચન્દ્ર રાજાએ સમરવિજયના તે ઘાને ચૂકાવી દીધો. કરમી અધમતા સામે અનુપમ ઉત્તમતા :
હવે વિચાર કરો કે-અહીં જો શ્રી કીર્તિચન્દ્ર રાજા કોપાકુલ બને, તો કેવું પરિણામ આવે? અને આટલું નજરે જોયા અને અનુભવ્યા પછી થોડી ક્ષણોને માટે પણ કોપ આવી જાય, તો તેમાં નવાઈ પામવા જેવું ય શું છે ? પણ નહિ, શ્રી કીર્તિચન્દ્ર રાજા તો અક્રૂરતાના યોગ ક્ષમા અને ઉદારતા આદિ ગુણોથી વિભૂષિત બનેલા છે. પોતાના વડિલ બન્યુ પોતાના ઉપર ખૂબ ખૂબ પ્રેમ રાખે છે અને જેવો તેમણે નિધાન જોયો કે તરત જ મને દેખાડ્યો-એમ જાણવા છતાં પણ, સમરવિજયનું ચિત્ત ચલિત થયું, તેના હૈયામાં વડિલ બન્યુનો ઘાત કરીને પણ રાજ્યસુખ અને નિધિ પ્રાપ્ત કરવાનો વિચાર જન્મ્યો અને સ્વભાવે ક્રૂર એવા તેણે એ દુષ્ટ વિચારને આધીન
Page 164 of 197