________________
બનીને વડિલ બન્યુ ઉપર ઘા પણ કર્યો ! આવી અક્ષમ્ય ધૃષ્ટતા પોતાના લઘુબધુએ આચરી અને પોતે પ્રત્યક્ષપણે અનુભવી, છતાં પણ શ્રી કીર્તિચન્દ્ર નરનાથ અક્રૂર મનવાળા હોઇને લેશ પણ કોપને પોતાના હૈયામાં ઉત્પન્ન થવા દેતા નથી. લઘુ બધુની દુષ્ટતાને જોઇને, શ્રી કીર્તિચન્દ્ર રાજા તેના કારણને શોધે છે અને તેના કારણના નિવારણ માટે તત્પર બને છે. જરા પણ તપ્યા વિના કે વિધવલ બન્યા વિના શ્રી કીર્તિચન્દ્ર નરનાથ પોતાના લઘુ બન્દુ સમરવિજયને બાહુઓથી પકડી લે છે અને સૌથી પહેલી વાત એ જ કહે છે કે
અરે ભાઇ ! આપણા કુલને નહિ છાજતું અને તે પણ પાછું એવું કે જેની સરખામણી ન થઈ શકે, તેવું આ તેં શું કર્યું?'
વિચારો કે-સુન્દર સ્વભાવની સુવાસ કેવી ગજબ હોય છે ! આમાં ધમકી જેવું પણ કાંઇ છે? સ. નહિ જ. અજબ વાત છે.
આનો અર્થ એવો રખે કરતા કે-આપણાથી તો કોઇ કાળે ન બની શકે એવી આ વાત છે! ધારો તો તમે પણ રફતે રફતે આવા ધૈર્યને અને ઔદાર્યને પામી શકો. આ સાંભળીને કરવા જેવું પણ એ જ છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથની જેમ અક્રર બનવું અને વિશિષ્ટ ધર્મસિદ્ધિને માટેની લાયકાત કેળવીને આ જીવનમાં કલ્યાણમાર્ગની શક્ય એટલી આરાધના કરી લેવી.
અક્રૂર મનવાળા શ્રી કીર્તિચન્દ્ર રાજા, પોતાને વિના કારણે જ મારવાને તત્પર બનેલા ભાઇને શાન્તિથી કેવી સુન્દર શીખામણ આપતો પ્રશ્ન કરે છે. આવો પ્રશ્ન કરીને જ નહિ અટકતાં, શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તે સમરવિજયને કહે છે કે
હે સમર! તારે જો આ રાજય જોઇતું હોય તો આ રાજ્યને અને આ નિધિ જોઇતો હોય તો આ નિધિને તું આધિમુક્ત બન્યો થકો ગ્રહણ કર ! તું એમ કરે તો અમે તો વ્રત ગ્રહણ કરીએ !” ઉત્તમ મનોદશા કેળવવાનો ઉપાય:
સમરવિજયની ક્રૂરતામાં કમીના નહોતી, તો શ્રી કીર્તિચન્દ્ર નરનાથની ઉદારતામાં પણ ક્યાં કમીના છે? રાજાને લાગ્યું કે-આ મારો ભાઈ હોવા છતાં અને તેના ઉપર હું પૂર્ણ વત્સલભાવ રાખતો હોવા છતાં, તેનામાં મને મારી નાખવાનો વિચાર શાથી ઉદભવ્યો? જરૂર તે રાજ્ય અને નિધિમાં લુબ્ધ બનેલો ! આમ હોય તો હું જ તેને રાજય અને નિધિ લેવાનું કહી દઉં, કે જેથી તેનામાં પ્રગટેલી દુષ્ટતા ટળે અને જો તે રાજયના ભારને સ્વીકારે તો મારી વ્રત ગ્રહણ કરવાની અભિલાષા ત્વરાથી ફલવતી બને ! શ્રી કીર્તિચન્દ્ર નરનાથના આ જેવાતેવા ઉમદા વિચારો નથી. નાના ભાઇને હણવા માટે તત્પર બનેલો જોઇને, તેને રાજય અને નિધિ સોંપી દેવા તત્પર બનવું તેમજ તે જો રાજયને ગ્રહણ કરે તો પોતે દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા દેખાડવી, એ નાનીસુની વાત નથી ! પણ રખે ભૂલતા કે-જે કોઇ ઉત્તમતા કેળવે તેને માટે આ અશક્ય વાત પણ નથી ! એ વાત ચોક્કસ છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથ જેવી મનોદશા અક્રૂરતાને સ્વભાવસિધ્ધ બનાવ્યા વિના પ્રાપ્ત થવી એ કોઇ પણ રીતિએ શક્ય નથી : એટલે આવી ઉત્તમ મનોદશાને પામવાને માટે ક્રોધાદિથી દૂષિત પરિણામોના ત્યાગમાં ખૂબ જ તત્પરતા કેળવવી જોઇએ. એ વાત પણ વિચારવા જેવી છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથને એકદમ વ્રત ગ્રહણ કરવાનો વિચાર શાથી આવ્યો હશે ? અચાનક જ દીક્ષા ગ્રહણ કરવાની સ્કરણા થઈ આવી હશે ? નહિ જ. આ જીવનમાં વ્રતધારી
Page 165 of 197