SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ માર્ગે દોરવાનો શક્ય પ્રયત્ન કરી શકે છે. નાવામાં ચઢી ક્રીડા ક્રવા નીકળવું: આ રીતિએ સુમુનિની ઉપમાથી ઉપમિત કરવાપૂર્વક કથાકાર-પરમર્ષિ ફરમાવે છે કે-એવો ઘનસમય એટલે વર્ષાકાલ આવ્યો. વર્ષાકાલના સમયમાં નદી આદિ જલસ્થાનો પાણીથી રેલમછેલ બની જવાં, એ વાત પુણ્યશાલિઓના સમયમાં સુસંભવિત છે. ચંપાનગરીની બહાર વહેતી નદી પણ, એ સમયમાં, છિદ્ર વિનાના પાણીના પ્રવાહથી અતિશય વેગે વહી રહી હતી. નદીમાં જયારે પાણીનું પૂર આવે છે, ત્યારે તેના પ્રવાહનો વેગ પણ વધી પડે છે. આ રીતિએ અતિશય વેગે વહી રહેલી નદી શ્રી કીર્તિચન્દ્ર નરનાથના જોવામાં આવી. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ પોતાના પ્રાસાદના ઉપરના ભાગમાં રહ્યા રહ્યા વર્ષાઋતુએ જન્માવેલા દ્રશ્યને જોતા હતા. એટલામાં છિદ્ર વિનાના પાણીના પ્રવાહથી પૂરજોસમાં વહેતી નદી તેમના જોવામાં આવી અને તેને જોતાની સાથે જ, તેમને તે નદીમાં સહેલ કરવા જવાનું મન થઈ આવ્યું. આવા સમયમાં રાજાઓને જલસ્થાનોમાં સહેલ કરવાની કુતૂહલવૃત્તિ થવી, એ બહુ મોટી વાત નથી. શ્રી કીર્તિચન્દ્ર નરનાથનું હૃદય પણ એવા કુતૂહલથી આકુલ બન્યું. આથી તેઓ પોતાના લઘુ બધુ સમરવિજયને સાથે લઇને નદીના કિનારે આવ્યા. કુતૂહલાકુલ હૃદયવાળા શ્રી કીર્તિચન્દ્ર રાજા પોતાના ભાઇ સમરવિજયની સાથે એક નાવામાં આરૂઢ થયા એ બાકીના લોકો બીજી નાવડીઓ ઉપર ચઢ્યા. નાવડીઓ ઉપર આરૂઢ થઇને ચંપા નદીમાં નાવડીઓને ફેરવતા તેઓ ક્રીડામગ્ન બન્યા. પૂરના વેગથી ઘસડાતી નાવામાં રાજાએ દીર્ઘતમાલ નામની અટવીમાં પહોંચવું : હવે બન્યું એવું કે રાજા આદિ હજુ તો ક્રીડા કરી રહ્યા છે, ત્યાં તો ઉપરથી જલવૃષ્ટિ થઇ અને એ જલવૃષ્ટિના પ્રતાપે નદીમાં અતિ તીવ્ર વેગે અણધાર્યુ પૂર ચઢી આવ્યું. ચઢી આવેલા પૂરના અતિ તીવ્ર વેગથી રાજા આદિની નાવડીઓ જૂદી જૂદી દિશાઓમાં ઘસડાઇ જવા લાગી. નાવડીઓના ચાલાક કર્ણધારોએ નાવાઓને ગમે ત્યાં અને ગમે તેમ ઘસડાઇ જતી અટકાવવાના બહુ બહુ પ્રયાસો કર્યા, પણ નવા પ્રવાહના અતિ તીવ્ર વેબસામે તેઓ ફાવી શક્યા નહિ. તેમની મહેનત અફલ નિવડી અને નાવાઓ ગમે તેમ ઘસડાઇ જવા લાગી. આ વખતે નદીની અંદર રહેલા તેમજ નદીના તટે રહેલા પુરજનો પોકાર કરવા લાગ્યા : કારણ કે-ખૂદ નરનાથની નાવા પણ ખરાબે ચઢી ગઇ હતી, પણ નગરજનો પોકાર કરતા જ રહ્યા અને રાજાની નાવા તો લોકની દ્રષ્ટિની પણ બહાર નીકળી ગઇ. નદીનું પાણી અટવીમાં પણ પથરાઈ ચૂક્યું હતું. રાજાની નાવ ઘસડાતી ઘસડાતી દીર્ઘતમાલ નામની અટવીના પ્રદેશમાં આવી પહોંચી અને ત્યાં કોઇ એક વૃક્ષને લાગવાથી આગળ ઘસડાતી અટકી ગઇ. આ રીતિએ પોતાની નાવ અટકતાંની સાથે જ, રાજા પોતાના ભાઇ સમરકુમાર તથા કેટલાક પરિવારની સાથે નાવમાંથી ઉતર્યા અને પાણીના કિનારે વિશ્રામ લેવાને માટે પહોંચ્યા. નિધાન-દર્શન: અહીં જ આપણને સમરવિજયની ક્રૂરતાનો અને શ્રી કીર્તિચન્દ્ર રાજાની અક્રૂરતાનો પહેલો સાક્ષાત્કાર Page 163 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy