________________
તે સમયનું સમ્યક્ત્વ ‘વેદક’ સમ્યક્ત્વ કહેવાય છે. બીજા શબ્દમાં કહીએ તો આગળ બતાવી ગયેલા અશુદ્ધ, મિશ્ર અને શુદ્ધ-એવા ત્રણ પુંજોમાંના પ્રથમના બે પુંજો ક્ષીણ કર્યા બાદ શુદ્ધ પજના છેલ્લા ગ્રાસને વેદતી વેળાના સમ્યક્ત્વને ‘વેદક' કહેવામાં આવે છે. આવું સમ્યક્ત્વ આખા સંસારમાં એકજ વાર મળે છે અને તે પછી તો તરતજ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ભવ્યપ્રાણીને ક્યું સમ્યક્ત્વ વધારેમાં
વધારે કેટલી વાર પ્રાપ્ત થઇ શકે ?
ઉપર જોઇ ગયા તેમ અનાદિકાળનો મિથ્યાદ્રષ્ટિ જીવ સમ્યક્ત્વ પામ્યા પછીથી મોક્ષે જાય, ત્યાં સુધીમાં વધારેમાં વધારે તેને અર્ધપુદ્ગલપરાવર્તનથી કંઇક ન્યૂન કાળપર્યંત આ સંસારરૂપી કેદખાનામાં સડ્યા કરવું પડે. હવે આવો કોઇક જીવ ઉપર્યુક્ત પાંચ પ્રકારના સમ્યક્ત્વમાંથી કર્યું સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત કરે તે વિચારવામાં આવે છે. ઉપશમ તેમજ સાસ્વાદન સમ્યક્ત્વ તો વધારેમાં વધારે પાંચ વાર અર્થાત્ એક તો પ્રથમ સમ્યક્ત્વ મળવાના સમયે અને ત્યાર બાદ તો ચાર વાર ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકંદર પાંચ વાર જ પામી શકાય, જ્યારે વેદક અન ક્ષાયિક સમ્યક્ત્વ તો એકજ વાર અને ક્ષાયાપશમિક સમ્યક્ત્વ તો અસંખ્ય વાર પ્રાપ્ત થઇ શકે.
ક્યું સમ્યક્ત્વ ક્યે ગુણસ્થાનકે હોય છે ?
સાસ્વાદન સમ્યક્ત્વ સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનકમાંજ હોય છે, પરંતુ ત્યાંથી આગળ કે પાછળના ગુણસ્થાનકમાં નહિજ. ઔપશમિક સમ્યક્ત્વ અવિરત સમ્યદ્રષ્ટિ નામના ચોથા ગુણસ્થાનથી લઇને ઉપશાન્તમાહ નામના અગીઆરમા ગુણસ્થાન પર્યંત-એમ આઠ ગુણસ્થાનકો સુધી હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અવિરત સમ્યદ્રષ્ટિનામક ચોથા ગુણસથાનકથી લઇને તે છેક અયોગિ કેવલીનામક ચૌદમા છેલ્લા ગુણસ્થાનક સુધી અર્થાત્ એકંદર અગીયાર ગુણસ્થાનકો પર્યંત હોય છે. (અને ત્યાર પછી મુક્તાવસ્થામાં પણ વિધમાન હોય છે.) ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અવિરત સમ્યદ્રષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત અર્થાત્ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા-એ ચાર ગુણસ્થાનકોમાંજ હોય છે, પરંતુ ત્યાંથી આગળના કે પાછળના ગુણસ્થાનકોમાં તેનો સંભવ નથીજ. સમ્યક્ત્વની સ્થિતિ
‘સમ્યક્ત્વની સ્થિતિ’ નો અર્થ એ છે કે-કયું સમ્યક્ત્વ કેટલા વખત સુધી રહેનારૂં છે. આ સ્થિતિના જઘન્ય (ઓછામાં ઓછી) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) -એમ બે પ્રકારો પડે છે. હવે તેમાં સાસ્વાદન સમ્યક્ત્વની જઘન્ય સ્થિતિ એક સમયની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તો છ આવલિની છે. ઔપશમિક સમ્યક્ત્વની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિઓ અંતર્મુહૂર્તની જ છે. ક્ષાયિક સમ્યક્ત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ભવસ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગરોપમથી કંઇક અધિક છે. (આ સિવાયની અપેક્ષાએ અર્થાત્ મુક્તાવસ્થા આશ્રીને તો તેની સ્થિતિ અનંતકાળની છે, કેમક-આ સમ્યક્ત્વ અવિનાશી
Page 153 of 197