________________
થયેલું જાણવું : અર્થાત્ યમ-નિયમાદિ આચરણમાં ન મૂકી શકવાની સ્થિતિ સાથે સંબંધ ધરાવનારૂં સમ્યકત્વ “રોચકસમ્યકત્વ છે. આ સમ્યકત્વ અવિરત સમ્યફદ્રષ્ટિ જીવોને હોય છે. શ્રેણિક નૃપતિને આવું સમ્યક્ત્વ હતું.
પોતે મિથ્યાદ્રષ્ટિ, અભવ્ય કે દુર્ભવ્ય હોવા છતાં પણ અન્ય ભવ્યજીવોને ઉપદેશાદિક દ્વારા યથાર્થમાર્ગ તરફ રૂચિવંત કરે-અન્ય જીવો ઉપર તત્ત્વનો યથાર્થ પ્રકાશ પાડે, તે જીવનું સમ્યકત્વ દીપક' સમ્યકત્વ છે. દીપકસમ્યકત્વ ધારીને અંતરંગ શ્રદ્ધા હોય નહિ. તે તો દાંભિક વૃત્તિએ કાર્ય કરે, પરંતુ તેમ છતાં પણ તે બીજાઓ ઉપર તત્વનો યથાર્થ પ્રકાશ પાડે એ તેની ખૂબી છે. મિથ્યાત્વથી વાસિત હૃદયવાળો હોઇ કરીને પણ અન્ય જીવોને યથાર્થ માર્ગ ઉપર એ પ્રીતિવાન બનાવે છે, વાસ્તે આવા જીવને દીપક સમ્યક્ત્વવાળો કહેવામાં આવે છે. આવો જીવ અન્ય જીવની સમ્યક્ત્વપ્રાપ્તિનો હેતુ હોવાથી તેને સમ્યકત્વધારી કહેવામાં આવે છે. આ કારણમાં કાર્યના ઉપચારનું દ્રષ્ટાંત છે. આવું સમ્યકત્વ અંગારમÉકાચાર્યને હતું.
બીજી રીતે સમ્યકત્વના પડતા ત્રણ વિભાગો પરત્વે ઉલ્લેખ કરી ગયા હોવાથી અત્ર તે સંબંધમાં કંઇ વિચરવાનું બાકી રહેતું નથી, છતાં પણ અત્ર એટલું કહેવું વધારે પડતું નહિ ગણાય. કે-ક્ષાયિકાદિક ત્રણ પ્રકારનું સમ્યકત્વ તેના આવરણરૂપ કર્મના ક્ષયાદિકથી થાય છે : અર્થાત યથાર્થ દર્શન આવૃત્ત કરનારા દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો તેમજ ચાર અનંતાનુબંધી કષાયોનો ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યકત્વ “ક્ષાયિક' કહેવાય છે. આ સાતે પ્રકૃતિઓના જ ઉપશમથી ઉદ્ભવતું સમ્યકત્વ “ઔપથમિક ' કહેવાય છે, જ્યારે એના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યકત્વ “ક્ષાયોપથમિક’ કહેવાય છે. સખ્યત્વના ચાર પ્રક્ષરો :
લાયોપથમિક, ઔપશમિક અને ક્ષાયિક એ ત્રણ સમ્યકત્વમાં “સાસ્વાદન’ સમ્યકત્વ ઉમેરતાં સમ્યક્ત્વના ચાર ભેદો થાય છે. ઉપશમ સમ્યક્ત્વમાંથી પતિત થઇને મિથ્યાત્વરૂપ પ્રથમ ગુણસ્થાનક પર જતાં આ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. જેમ કોઇ પુરૂષને ગોળ ખાધા પછી વમન થાય, તો પણ તેને કંઇ ગળચટો પરંતુ અનિચ્છિત સ્વાદ લાગે, તેમ ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે જતાં આ સમ્યકત્વને સાસ્વાદન નામ આપવામાં આવ્યું છે. ઉપશમસમ્યકત્વથી પડીને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જતાં બહુ જ ઓછો સમય લાગે છે અને શાસ્ત્રકારો આ સંબંધમાં “માળ” ઉપરથી પડનારનું દ્રષ્ટાંત રજુ કરે છે : અર્થાત્ માળ ઉપરથી પડેલાને ભૂમિ ઉપર પહોંચતાં જેટલી વાર લાગે, તેના કરતાં પણ અતિશય ઓછા કાળમાં સમ્યકત્વનું વમન કરતો જીવ સાસ્વાદની થઇ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય, કેમકે-સાસ્વાદનનો ઉત્કૃષ્ટ કાળ છ આવલિકાનો છે. સમ્યત્વના પાંચ પ્રકારો :
આ ચાર સમ્યકત્વમાં “વેદક' સમ્યકત્વ ઉમેરતાં સમ્યકત્વના પાંચ પ્રકારો થાય છે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય. આ સાત પ્રકૃતિઓ પૈકી પૂર્વની છ પ્રકૃતિઓ સર્વથા ક્ષય કર્યા બાદ સાતમી પ્રકૃતિને ખપાવતાં ખપાવતાં અર્થાત્ તેનો ક્ષય કરતી વેળાએ, જ્યારે તે પ્રકૃતિમાંના છેલ્લા પુદ્ગલનો ક્ષય કરવાનો બાકી રહે,
Page 152 of 197