________________
નિસર્ગ અને અધિગમસમ્યક્ત્વ ઃ
પરના ઉપદેશની નિરપેક્ષતાને ‘નિસર્ગ' કહેવામાં આવે છે, જ્યારે પરના ઉપદેશની અપેક્ષા તે ‘અધિગમ' કહેવાય છે. ‘નિસર્ગ’ શબ્દનો અર્થ ‘સ્વભાવ' થાય છે : તેથી નિસર્ગસમ્યક્ત્વનો અર્થ સ્વાભાવિક સમ્યક્ત્વ અર્થાત્ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ એમ થાય છે. આથી કોઇને શંકા ઉત્પન્ન થાય કે-સ્વાભાવિક રીતે સમ્યક્ત્વ મળે ખરૂં ? આના સમાધાનાર્થે ત્રણ દ્રષ્ટાંતો વિચારીએ.
ધારો કે-કોઇ વટેમાર્ગુ ભૂલા પડ્યો છે, તો એ બનવાજોગ છે કે-ભમતાં ભમતાં પણ અર્થાત્ કોઇને પણ માર્ગ પૂછ્યા વિના પણ તે ખરા માર્ગ ઉપર આવી જાય. કોઇકની બાબતમાં એમ પણ બને કે-તે ગમે તેટલો પોતે પ્રયત્ન કરે તો પણ ખરો રસ્તો તેને જડેજ નહિ, જ્યારે ખરા માર્ગનો જાણકાર કોઇ મળી આવે અને એ દ્વારા તેને યથાર્થ માર્ગનું ભાન થાય ત્યારેજ તેનું કાર્ય સરે.
આ પ્રમાણે જ્વરથી પીડિત હોય એવા કોઇ પુરૂષનો જ્વર ઔષધિના સેવન વિના પણ જતો રહે અને કોઇક વખતે એમ પણ બને કે-ઔષધિનું પાન કર્યાથી જ તેનો તે જ્વર જાય. એવી રીતે એમ પણ બનવાજોગ છે કે-કૌદ્રવ નામનું ધાન્ય ઘણાકાળે સ્વયમેવ નિર્મદન (મયણા રહિત) બની જાય છે. અથવા તો છાણ વિગેરેના પ્રયોગથી તે તેવું બને. આ દ્રષ્ટાંતો ઉપરથી જોઇ શકાય છે કે-પરની અપેક્ષા વિના પણ કાર્યસિધ્ધિ થઇ શકે છે.
આ પ્રમાણે સમ્યક્ત્વની પ્રાપ્તિ (૧) સ્વાભાવિક રીતે-ખુદ શ્રી તીર્થંકરદેવની પણ સહાય લીધા વિના અથવા તો (૨) સદ્ગુરૂના ઉપદેશથી પણ થઇ શકે છે. પ્રથમ પ્રકારથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વને ‘નિસર્ગસમ્યક્ત્વ’ અને બીજા પ્રકારથી મળેલ સમ્યક્ત્વને ‘અધિગમસમ્યક્ત્વ' સંબોધવામાં આવે છે. અર્થાત્ કોઇ શુકલપક્ષી, કાલાદિક કારણ પરિપાકવંત, ચરમાવર્તિ, ચરમકરણી એવો ભવ્ય જીવ સહેજે આપોઆપ ઉહાપોહ કરતાં જ સમ્યક્ત્વ સંપાદન કરે તે ‘નિસર્ગસમ્યક્ત્વ’ છે, જ્યારે પૂર્વોક્ત કાલાદિક યોગ્યતા હોવા છતાં પણ સદ્ગુરૂના ઉપદેશનું શ્રવણ કર્યાથીજ જે જીવ અનાદિકાળની પોતાની ભૂલ મટાડી દેવ, ગુરૂ અને ધર્મના યથાર્થ સ્વરૂપને વિષે શ્રદ્ધાવાનૢ બને, તેનું સમ્યક્ત્વ ‘અધિગમસમ્યક્ત્વ' કહેવાય છે. (જેને સંસારમાં અર્ધપુદ્ગલપરાવર્તન કરતાં ઓછો કાળ પરિભ્રમણ કરવાનું બાકી રહેલું હોય તે જીવને ‘શુકલપક્ષી’ કહેવામાં આવે છે, જ્યારે એથી વિપરીત પ્રકારના જીવને ‘કૃષ્ણપક્ષી’ કહેવામાં આવે છે.) સમ્યક્ત્વના ત્રણ પ્રકારો :
કારક, રોચક અને દીપક તેમજ ક્ષાયોપશમિક, ઔપશમિક અને ક્ષાયિક એમ બન્ને પ્રકારે સમ્યક્ત્વના ત્રણ ત્રણ ભેદો પડે છે. શ્રી જિનેશ્વરદેવે જેવો વિધિમાર્ગ પ્રકાશ્યો છે તે વિધિમાર્ગને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પરિપાલનપૂર્વક અમલમાં મૂકનારનું સમ્યક્ત્વ ‘કારક’ સમ્યક્ત્વ કહેવાય છે : અર્થાત્ યથાર્થ-તત્ત્વશ્રદ્વાન પ્રમાણે આગમોક્ત શૈલીપૂર્વક દાન, પૂજા, વ્રત, વિગરે યોગ્ય આચરણ હોય તો તે ‘કારક’ સમ્યક્ત્વ છે. આવું સમ્યક્ત્વ વિશુદ્ધ ચારિત્રવાનને હોય છે.
ધર્મને વિષે અર્થાત્ સદનુષ્ઠાનમાં રૂચિ માત્ર કરે, શ્રી જિનોક્ત ધર્મ પ્રમાણે ક્રિયા કરવાની ઇચ્છા રાખે, પરંતુ ભારે કર્યું હોવાથી તેવા અનુષ્ઠાનો કરી ન શકે, તેને ‘રોચક સમ્યક્ત્વ' પ્રાપ્ત
Page 151 of 197