________________
શ્રી કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ વાસુદેવ તરીકેના ભવથી પાંચમે ભવે મોક્ષે જશે, એ વાત પણ સમજી શકાય તેમ છે. જેમકે-કૃષ્ણ વાસુદેવ એના એ ભવમાંથી ત્રીજી નરકમાં અને ત્યાંથી મનુષ્યગતિમાં, ત્યાંથી વળી મરણ પામીને વૈમાનિક દેવગતિમાં અને ત્યાંથી ચ્યવીને આ ભારતવર્ષમાં ગંગાદ્વારપૂરના સ્વામી જિતશત્રુ નામના રાજાના અમમ નામના પુત્ર તરીકે ઉત્પન્ન થશે અને તે ભવમાં શ્રી તીર્થંકરનામકર્મના વિપાકોદયનો અનુભવ કરી મોક્ષે સિધાવશે. સમ્યક્ત્વના પ્રકારો :
શાસ્ત્રમાં સમ્યક્ત્વના ઘણા પ્રકારો બતાવવામાં આવ્યા છે. જેમકે-સમ્યક્ત્વ એક, બે, ત્રણ, ચાર અને પાંચ પ્રકારનું પણ સંભવે છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપિત કરેલાં તત્ત્વો પર જે શ્રદ્ધા કરવી તે એક પ્રકારનું સમ્યક્ત્વ છે. અર્થાત્ “તમેવ સર્વાં નિરસંò નં નિોદિ વેડ્ય ।” એટલે સકલ દોષરહિત અને સમસ્ત ગુણસંપન્ન એવા શ્રી જિનેશ્વરદેવોએ જે તત્ત્વ પ્રકાશ્યું છે તે સત્યજ છે, એવી રૂચિરૂપ સમ્યક્ત્વ તે આ એક પ્રકારનું સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વના બે પ્રકારો ત્રણ રીતે પડે છે. (૧) દ્રવ્યસમ્યક્ત્વ અને ભાવસમ્યક્ત્વ, (૨) નિશ્ચયસમ્યક્ત્વ અને વ્યવહારસમ્યક્ત્વ, અને (૩) નિસર્ગસમ્યક્ત્વ અને અધિગમ સમ્યક્ત્વ. દ્રવ્યસમ્યક્ત્વ અને ભાવસમ્યક્ત્વ :
શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલાં તત્ત્વો સત્યજ છે, એ વાતનો પરમાર્થ નહિ જાણવા છતાં પણ શ્રદ્ધા કરનારાના સમ્યક્ત્વને ‘દ્રવ્યસમ્યક્ત્વ’ સમજવ, પરંતુ પરમાર્થના જાણકારના સંબંધમાં તો આવું સમ્યક્ત્વ ‘ભાવસમ્યક્ત્વ' સમજવું; કેમકે-આ ભાવસમ્યક્ત્વધારી પ્રાણી જીવાદિક સપ્ત પદાર્થોને નય, નિક્ષેપ, સ્યાદ્વાદ ઇત્યાદિ શૈલીપૂર્વક જાણે છે અને ત્યાર પછી તેને વિષે શ્રદ્ધા રાખે છે.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે-ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો દ્રવ્યસમ્યક્ત્વમાં સમાવેશ થાય છે, જ્યારે ઔપશમિક અને ક્ષાયિકનો ભાવસમ્યક્ત્વમાં અંતર્ભાવ થાય છે : કેમકે-પ્રથમ સમ્યક્ત્વ તો પૌદ્ગલિક છે, જ્યારે બાકીના બે તો આત્મિક છે એમ માનવું ભૂલભરેલું છે : કેમકે - ‘દ્રવ્યસમ્યક્ત્વ’ માંના ‘દ્રવ્ય’ શબ્દથી અત્ર ‘પુદ્ગલ’ અર્થ કરવાનો નથી. વળી આ દ્રવ્યસમ્યક્ અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકમાં પણ સંભવે છે. નિશ્ચયસમ્યક્ત્વ અને વ્યવહારસમ્યક્ત્વ :
જ્ઞાન-દર્શન-ચારિત્રાદિક આત્માના શુદ્ધ પરિણામને ‘નિશ્ચયસમ્યક્ત્વ' જાણવું. આત્મા અને તેના ગુણો કાંઇ જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે : કેમકે-અભેદ પરિણામે પરિણત થયેલો આત્મા તે તદ્ગુણ રૂપજ કહી શકાય. જેવું જાણ્યું તેવોજ ત્યાગભાવ જેને હોય અને શ્રદ્ધા પણ તદનુરૂપ હોય, તેવા સ્વરૂપો પયોગી જીવનો આત્મા તેજ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદભાવે શરીરમાં રહ્યો છે, માટે રત્નત્રયના શુદ્ધ ઉપયોગે વર્તતા જીવને ‘નિશ્ચયસમ્યક્ત્વ' કહીએ. સાધુદર્શન, જિનમહોત્સવ, તીર્થયાત્રાદિક હેતુથી ઉત્પન્ન થતાં સમ્યક્ત્વને ‘વ્યવહારસમ્યક્ત્વ' કહેવામાં આવે છે.
Page 150 of 197