SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વક્રણના અધિકારી: એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો આ અપૂર્વકરણના અધિકારી નથી. વળી પંચેન્દ્રિય જીવોમાં પણ જેઓ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોવા ઉપરાંત જેઓને બહુમાં બહુ સંસારમાં કિંચિત જૂન, એવા અર્ધપુદ્ગલપરાવર્તન જેટલા કાળ પર્યત જ રઝળવાનું બાકી રહેલું હોય : અર્થાત્ એટલા કાળા દરમિયાનમાં તો જેઓ જરૂર જ મુક્તિનગરે પહોંચવાનાજ હોય, તેજ જીવો આ અપૂર્વકરણના અધિકારીઓ છે. વિશેષમાં આવા જીવોમાં ઇર્ષા, દ્વેષ નિન્દા વિગેરે દોષો ઘણાજ મંદ પડી ગયેલા હોય છે. તેઓ આત્મકલ્યાણની પ્રબળ અભિલાષા રાખે છે, આથી તેઓ સુગુરૂનું બહુમાન જાળવવા તનતોડ મહેનત કરે છે. આવા જીવો અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે અર્થાત્ તેઓ અપુનર્બન્ધક છે. એટલે કે-તેઓ જે અવસ્થામાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો અટકી જાય એવી અપુનર્બન્ધક અવસ્થાને પહોંચેલા છે. આ જીવો નીતિને માર્ગે ચાલે એ સ્વાભાવિક જ છે. આ પ્રમાણેની અવસ્થામાંથી પસાર થયા બાદ તેઓ ગ્રન્થિનો ભેદ કરી સમ્યક્ત્વ સંપાદન કરે છે. હવે જે જીવને અપૂર્વકરણ પ્રાપ્ત થયું હોય તેને જરૂર જ અનુવૃત્તિકરણ થાય એ વાત ઉપર આવીએ. તે પૂર્વે એક પ્રશ્ન ઉઠ છે કે-જેમ (એકજ જીવ આશ્રીને) યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ અનેક વાર થઇ શકે તેમ છે, તેવી રીતે આ અપૂર્વકરણ કે જે ભવ્યજીવોને જ થઇ શકે તેમ છે, તેની પ્રાપ્તિના સંબંધમાં પણ એમ જ સમજવું કે કેમ ? અર્થાત્ આ અપૂર્વકરણ ભવ્યજીવને એકજ વાર પ્રાપ્ત થાય કે તેથી વધારે વાર પણ થઇ શકે ? અને જો અપૂર્વકરણ એકથી વધારે વાર પ્રાપ્ત થઇ શકતું હોય તો પછી અપૂર્વકરણ શબ્દથી સૂચિત થતો અર્થ કેવી રીતે ઘટી શકશે વાર? આના સંબંધમાં સમજવું કે કેટલાક ભવ્યજીવને એક કરતાં વધારે વાર પણ અપૂર્વકરણની પ્રાપ્તિ સંભવી શકે છે, કેમકે-અપૂર્વકરણ પ્રાપ્ત કર્યા બાદ અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરવા પૂર્વક જે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે કદી ગુમાવી નજ બેસાય તેવું નથી. પરંતુ જેને એક વખત અપૂર્વકરણ પ્રાપ્ત થયું એટલે તે મોક્ષે તો જરૂર જ જવાનો અર્થાત્ એક વખત સમ્યકત્વ ગુમાવી બેસે તો પણ તેને સમ્યકત્વ ફ્રીથી મળવાનું જ. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે તો હવે બીજી-ત્રીજીવારના અપૂર્વકરણને અપૂર્વકરણ કહેવું યોગ્ય છે કે કેમ ? તેનો ઉત્તર એ છે કે-આ અપૂર્વકરણ કંઇ બહુ વાર મળતું નથી અર્થાત્ કવચિત જ મળે છે, વાસ્તે આને અપૂર્વકરણ કહેવું યથાર્થ છે. યથાપ્રવૃત્તિક્રણ અને અપૂર્વણમાં રહેલી ભિન્નતા : આપણે જોઇ ગયા તેમ અંતિમ યથાપ્રવૃત્તિકરણ સિવાયના બીજા યથાપ્રવૃત્તિકરણો તો અંક વિનાના મીંડા જેવાં છે, કેમકે- આત્મોન્નતિમાં તે અસમર્થ છે. જ્યારે અંતિમ યથાપ્રવૃત્તિકરણ તેમજ અપૂર્વકરણ (પ્રથમ હો કે અંતિમ હો) એ બન્ને તો આત્માને ઉન્નતિના શિખર ઉપર લઇ જવાને સમર્થ છે. તેમાં પણ અપૂર્વકરણ અંતિમ યથાપ્રવૃત્તિકરણથી ચડોઆવું છે, કારણ કે-યથાપ્રવૃત્તિકરણમાં સ્થિતિઘાત, રસઘાત કે ગુણશ્રેણિનું પ્રવર્તન નથી. તેમજ વળી આ કરણને પ્રાપ્ત થયેલો જીવ જે અશુભ કર્મો બાંધે છે, તે અશુભ કર્મના ચતુઃસ્થાનક અનુભાગને ન બાંધતાં દ્વિસ્થાનક અનુભાગને બાંધે છે અને જે શુભ કર્મ બાંધે છે, તેના દ્વિસ્થાનક અનુભાગને ન બાંધતાં ચતુઃસ્થાનક અનુભાગને બાંધે છે. આ યથાપ્રવૃત્તિકરણની પૂર્વ અવસ્થા કરતાં મહત્તા સૂચવે છે. વળી સ્થિતિબંધ પણ પૂર્ણ થતાં પલ્યોપમના અસંખ્યય કે સંખ્યય ભાગે ન્યૂન એવો અન્ય સ્થિતિબંધ બાંધે છે. Page 138 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy