________________
અમુક કાળ પર્યત’ એમ કહેવાનું કારણ એ છે કે-આ ગ્રન્થિદેશમાં આવેલો ભવ્ય કે અભવ્ય જીવ ત્યાં ને ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધીજ રહે, પરંતુ હંમેશને માટે ત્યાંજ રહે નહિ. કેમકે-આટલા કાળ દરમ્યાન જે ભવ્યજીવ હોય તે કાં તો ગ્રન્થિ ભેદે અથવા તો અભત્રની માફ્ટ ત્યાંથી પાછો
. આથી જોઇ શકાય છે કે-યથાપ્રવૃત્તિકરણની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળની છે, નહિ કે અનન્તકાળની.
ગ્રન્થિદેશમાં રહેલા કેટલાક જીવો તીક્ષ્ણ ધારવાળા કુહાડા સરખા આત્માના અપૂર્વ પરિણામની મદદથી તે દુર્ભધ ગ્રન્થિને ભેદી નાખે છે. આ આત્માના અપૂર્વ પરિણામને ‘અપૂર્વકરણ' કહેવામાં આવે છે. એવું વિશેષણ લગાડવાનું કારણ એ છે કે-આત્માને આવો પરિણામ કદી પણ પર્વે થયો હતો નહિ.
આવી રીતના જીવોના ઉપર્યુક્ત ત્રણ વર્તનોને સમજવાને સારૂ નીચેનું દ્રષ્ટાંત ઉપયોગી થઇ પડે તેમ હોવાથી તે અત્ર આપવામાં આવે છે.
ધારો કે-કોઇ ત્રણ મનુષ્યો કોઇક નગર તરફ જવા નીકળ્યા છે અને માર્ગમાં અટવી આવતાં તેમાં થઇને આગળ પ્રયાણ કરવા માંડે છે. પરંતુ સૂર્યાસ્ત થવાનો સમય આવી પહોંચતાં પણ તેઓ હજી તે અટવી-જંગલ ઓળંગી રહ્યા નથી. આથી તેઓ ભયભીત થાય છે અને તેમાં અધૂરામાં પૂરું
ત્યાં બે ચોરોનું આગમન થાય છે. આ ત્રણ પુરૂષોમાંનો એક તો આ બે ચોરોને જોતાંજ પલાયન કરી જાય છે, જ્યારે બીજા પુરૂષને તા આ બે ચોરો પકડી લે છે અને ત્રીજો આ ચોરોને પરાસ્ત કરીને પોતાને માર્ગે આગળ વધે છે, અર્થાત આ ત્રીજો પુરૂષ ભયાનક અટવીને ઓળંગીને ઇષ્ટ નગરમાં જઇ પહોંચે છે.
આનો ઉપનય એ છે કે-ભવભ્રમણ યાને સંસાર તે ભયાનક અટવી છે અને ત્રણ મનુષ્યો તે ત્રણ પ્રકારના જીવો છે. કર્મસ્થિતિ તે માર્ગ છે અને ગ્રન્થિદેશ તે ભયાનક સ્થાન છે, રાગ અને દ્વેષ તે બે ચોરો છે અને ઇષ્ટનગર તે સમ્યકત્વ છે. ત્રણ પુરૂષોમાંથી જે દુર્ભવ્ય કે અભવ્ય હતો તે પોબારા ગણી ગયો અર્થાત-ગ્રન્થિદેશ સુધી આવ્યા છતાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને લઇને તે ત્યાંથી પાછો ક્યે, જે પુરૂષને ચોરોએ પકડી રાખ્યો તેને કેવી રીતના રાગ-દ્વેષથી ગ્રસ્ત થયેલો. જાણવો કે જે ગ્રન્થિને ભેદી પણ શકતો નથી કે ત્યાંથી અમુક કાળ પર્યત પાછો પણ ફ્રી શકતો નથી અને જે પુરૂષ ચોરોને મારી હઠાવીને અભીષ્ટ નગરમાં જઇ પહોંચ્યો. તેથી એમ સમજવાનું કે-તે અપૂર્વકરણ વડે ગ્રન્થિને ભેદીને સમ્યક્ત્વ પામ્યો. યથાપ્રવૃતિwણાદિ ત્રણ રણો પરત્વે કીડીનું દ્રષ્ટાંત:
પૃથ્વી ઉપર ક્રતી તી કોઇ કીડી કોઇ ખીલા સુધી આવીને પાછી ફ્રે, કોઇ કીડી ત્યાં સુધી આવીને તે ખીલા ઉપર ચઢી જાય તથા કોઇ કીડી એ ખીલા ઉપર થઇને આગળ ઉડી જાય, એ આ ઉપર્યુક્ત દ્રષ્ટાંત છે. એનો ઉપનય એ છે કે કીડીનું પૃથ્વી ઉપર તાં તાં ખીલા સુધી આવવું એ સંસારમાં અનાદિકાળથી રખડતાં રખડતાં જીવનું યથાપ્રવૃત્તિકરણ પામી ગ્રન્થિદેશ સુધી આવવા બરાબર છે, કોઇ કીડી ખીલા ઉપર ચઢી જાય એ અપૂર્વકરણની પ્રાપ્તિ અર્થાત્ ગ્રન્થિનું ભેદન છે અને કોઇ કીડી એ ખોલા ઉપર ચઢીને આગળ ઉડી ગઇ એ આ ગ્રન્થિને ભેદવા બાદ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ છે.
Page 137 of 197