SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવિક-ક્યથાર્થ શ્રતધર્મપરિણતિની કેટલી આવશ્યક્તા છે, તે વાચકોએ વિચારી લેવું. સામાન્ય યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ (ભલે તે પછી ભવ્ય હોય કે અભવ્ય હોય) તેના તેજ પરિણામમાં સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. તેટલો કાળવિત્યા બાદ ભવ્યજીવ કાં તો ચડતા પરિણામવાળો બને છે, એટલે કે-અપૂર્વકરણાદિ વડે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ક કાંતો તેના પરિણામ મલિન થતા જાય છે. અભવ્યને માટે ચડીયાતા પરિણામનો સંભવ નહિ હોવાથી તે તદનંતર પતિત થાય એદેખીતી વાત છે. યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ રાગ-દ્વેષરૂપી. ગ્રન્થિ (ગાંઠ)ની સમીપ આવેલ છે, એટલે કે-તે ગ્રન્થિદેશમાં રહેલો છે એમ શાસ્ત્રકારો કહે છે. આ ગ્રન્થિદેશમાં રહેલો અભવ્યજીવ પણ ઉત્તમ સાધુઓનો સત્કાર થતો જોઇને કે તીર્થંકરની સમૃદ્ધિ જોઇને, દ્રવ્યચારિત્ર અંગીકાર કરી ક્રિયાના બળથી નવમા રૈવેયકમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. વળી એવો અભવ્ય જીવ વધારેમાં વધારે નવમા પૂર્વ સુધી સૂત્રપાઠ જાણી શકે છે, પરંતુ તે વાસ્તવિક અર્થ જાણતો નથી. આ પ્રમાણે તે દ્રવ્યહ્યુત મેળવે છે. કોઇ મિથ્યાત્વી ભવ્યજીવ તો ગ્રન્થિદેશમાં રહીને દશ પૂર્વમાં કંઇક ન્યૂન એટલું દ્રવ્યશ્રુત પ્રાપ્ત કરી શકે છે. કંઇક ન્યૂન કહેવાનો હેતુ એ છે કે જેણે પૂરેપૂરા દશ પૂર્વનું અધ્યયન કર્યું હોય, તે તો સમ્યકત્વથી અલંકૃત હોય છે. જેથી ઓછા જ્ઞાનવાળાને સમ્યક્ત્વ હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે. આ યથાપ્રવૃત્તિકરણ આગળ વધવામાં રાગ-દ્વેષરૂપ ગ્રન્થિ વચ્ચે આવે છે અને તે દુર્ભેધ દુ:ખે કરીને ભેદી શકાય તેવી છે. તેથી અપૂર્વકરણરૂપ પરશુ દ્વારા ભેદ કર્યા વિના આત્મોન્નતિમાં આગળ વધી શકાય તેમ નથી, એટલે કે-સમ્યક્ત્વ મળી શકે તેમ નથી. આથી આ ગ્રન્થિના સ્વરૂપ પરત્વે વિચાર કરીએ. ગ્રન્થિ સ્વરૂપ : ગ્રન્થિ શબ્દનો અર્થ “ગાંઠ' છે. અત્રે પ્રસ્તુતમાં આ ગ્રન્થિથી આત્માનો અતિ મલિન રાગ-દ્વેષરૂપ પરિણામ સમજવાનો છે. વિશેષાવશ્યકમ પણ કહ્યું છે કે “મંઝિરિ સુદુર્ભમો, bqVqSઘરુદ્ધાંદિવ | जीवस्स कम्मणिओ, घणरागदोसपरिणामो ||" અર્થાત્ :- કઠોર, નિબિડ અને અતિશય મજબૂત કાષ્ઠાદિકની ગાંઠની પેઠે દુર્ભધ એવો કર્યજનિત જીવનો ગાઢ રાગ-દ્વેષરૂપ પરિણામ તે “ગ્રન્થિ' છે. આ ગ્રન્થિ ચાર અનન્તાનુબંધી કષાયોના સમુદાયરૂપ છે. ગ્રન્થિની સમીપ આવેલા જીવ આપણે ઉપર જોઇ ગયા તેમ આ ગ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન વિવિધ પ્રકારનું છે. જેમકે કેટલાક જીવો રાગ-દ્વેષને વશ થઇને આ ગ્રન્થિથી પાછા હઠે છે, એટલે કે-તેઓ ફ્રીથી દીથી સ્થિતિવાળાં કબાંધે છે અને કેટલાકપ્રથમ કરણયુક્ત થઇને ત્યાં જ રહે છે : અર્થાત્ તેઓ અમુક કાળ પર્યત એક પલ્યોપમના અસંખ્યાતા ભાગથી ન્યૂન એવી એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં કર્મો બાંધે છે, એટલે કે-એનાથી ન્યૂન ધિક સ્થિતિવાળાં કર્મો તેઓ બાંધતા નથી. Page 136 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy