________________
વશ થઇ પરિભ્રમણ કર્યા કરે છે, તે કર્મોની સ્થિતિ-કાલ ઘટવો જોઇએ અને એમ થાય ત્યારે જ સમ્યગદર્શનની પ્રાપ્તિ થઇ શકે તેમ છે. આથી પ્રથમ તો સ્થિતિકાલ અને કયા કર્મનો કેટલો. સ્થિતિકાલ છે તે જાણવાની જરૂર રહે છે. એ જિજ્ઞાસાના સમાધાનમાં કહેવાનું કે-કર્મપુદગલ જેટલા વખત સુધી આત્મા સાથે જોડાયેલું રહે, તેટલો વખત તે કર્મનો સ્થિતિકાલ' કહેવાય છે. કર્મદ્રવ્ય વધારેમાં વધારે જેટલો વખત રહે તે તેનો “ઉત્કૃષ્ટ સ્થિતિકાલ' અને ઓછામાં ઓછો જેટલો વખત રહે તે તેનો “જઘન્ય સ્થિતિકાલ’ જાણવો. તેમાં વેદનીય, નામ અને ગોત્ર-એ સિવાયના બાકીના કર્મોનો જઘન્ય સ્થિતિકાલ અંતર્મુહૂર્તનો છે. તત્વાર્થાધિગમ સૂત્ર પ્રમાણે વેદનીયનો જઘન્યા સ્થિતિકાલ બાર મુહૂર્ત (એક મુહૂર્ત = બે ઘડી = ૪૮ મિનિટ) નો છે, જ્યારે ઉત્તરાધ્યયન સૂત્ર પ્રમાણે તો તે કાળ અંતર્મહર્તનો છે. નામ તેમજ ગોત્ર એ બંને કર્મોનો જઘન્ય સ્થિતિકાલ તો આઠ મુહુર્તનો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય એ ચાર કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ ત્રીસ કોટાકોટિ સાગરોપમ છે, તથા નામ અને ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ વીસ કોટાકોટિ સાગરોપમ છે, જ્યારે મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ સીત્તેર કોટાકોટિ સાગરોપમ છે તથા આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ તેત્રીસ સાગરોપમ છે.
તેમાં આપણે આગળ જાઇ ગયા તેમ સંસારસમુદ્રમાં ડૂબેલા આત્માનો ઉદ્ધાર કરવામાં અગ્રભાગ ભજવનારા સમ્યગ્રદર્શનને પ્રાપ્ત કરવાનું સાધન તો કર્મોના સ્થિતિબળનો ઘટાડો થવો જોઇએ એ છે. તો હવે કયા કર્મનો કેટલો ઘટાડો થવો જોઇએ અને તે પણ શાથી થાય છે તે વિચારવું બાકી રહે છે. આના સમાધાનમાં સમજવું કે
એક આયુષ્યકર્મ સિવાયના સાતે કમની સ્થિતિ કિંચિત ન્યુન એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહેવી જોઇએ. આમાં આત્માનો પરિણામવિશેષ, કે જેને “યથાપ્રવૃત્તિકરણ' ના નામથી ઓળખાવવામાં આવે છે તે કારણભૂત છે. અન્ય શબ્દમાં કહીએ તો ત્રીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં એવા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કમની સ્થિતિ ઘટીને છેવટે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહે, તેમજ વીસ કોટાકોટિ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નામ અને ગોત્રકર્મની સ્થિતિ પણ આખરે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહે : અર્થાત જ્ઞાનાવરણાદિક કર્મના જેટલી જ રહે અને સીત્તેર કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા મોહનીયકર્મની સ્થિતિ પણ અંતે એટલીજ બાકી રહે. એટલે કે-આયુષ્ય સિવાયના કર્મોની સ્થિતિ ઘટીને એકી વખતે ઉપર્યુક્ત પ્રમાણ જેટલી રહે, ત્યારેજ સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનું પ્રથમ દ્વારા પ્રાપ્ત થાય છે. આ દ્વાર સુધી આત્માને દોરી લાવનાર બીજું કોઇ નથી, પણ તેનો પરિણામ યથાપ્રવૃત્તિકરણજ છે. આટલેથીજ કાર્ય સરે તેમ નથી. આ ઉપરાંત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય તો જ સમ્યગદશન સંપાદન કરી શકાય તેમ છે. યથાપ્રવૃત્તિક્રણાદિનું સ્વરૂપ
આપણે જોઇ ગયા તેમ એકંદરે કરણો ત્રણ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. તેમાં ‘કરણ' શબ્દનો અર્થ પરિણામ-અધ્યવસાય છે. “યથાપ્રવૃત્તિકરણ' એટલે સાધારણ રીતે ઉપયોગ વગર ઉત્પન્ન થનારો પરિણામ, “અપૂર્વકરણ' એટલે પૂર્વે નહિ
Page 133 of 197