________________
અનુભવેલો એવો પરિણામ અને ‘અનિવૃત્તિકરણ' એટલે સમ્યક્ત્વ (સમ્યગ્દર્શન) ઉત્પન્ન કર્યા વિના નહિ ચાલ્યો જનારો પરિણામ. આ પ્રમાણેની ત્રણ કરણોની સ્થૂલ રૂપરેખા છે. હવે તેના વિશેષ સ્વરૂપ તરફ દ્રષ્ટિપાત કરીએ. તેમાં પ્રથમ તો આ ત્રણે કરણોમાં પ્રથમ ભાગ ભજવનારા યથાપ્રવૃત્તિકરણ તરફ નજર કરીએ. યથાપ્રવૃત્તિરણ :
યથાપ્રવૃત્તિ એટલે આત્માની અનાદિકાળથી કર્મ ખપાવવાની જેવી પ્રવૃત્તિ ચાલી આવે છે તેવી ને તેવી પ્રવૃત્તિ. જો કે-આત્માની અનાદિની ચાલ કાયમ છે, પરંતુ કારણ-પરિપાકને લઇને મિથ્યાત્વની મંદતા થાય છે-કર્મોનું સ્થિતિબળ ઘટે છે. અહીં કોઇને શંકા થાય છે કે-આ વાત કેમ સંભવી શકે
? તો તેના સમાધાનાર્થે નીચેના બે ઉદાહરણો વિચારવામાં આવે છે.
ધારો કે-આપણી પાસે એક ધાન્યનો ભંડાર છે. એમાંથી દરરોજ જેટલું ધાન્ય બહાર કાઢવામાં આવે તેનાથી ઓછું -ન્યૂન પ્રમાણમાંજ તેમાં ધાન્ય નાંખવામાં આવે, તો શું કાલાન્તરે અમુક કાળ વિત્યા બાદ તે ભંડાર અલ્પ ધાન્યવાળો નહીં થઇ જાય ? તેવી રીતે પ્રસ્તુતમાં કર્મ એ ધાન્ય છે અને આત્મપ્રદેશ એ કર્મરૂપ ધાન્યને ભરવાનો ભંડાર છે. અકામનિર્જરા દ્વારા-અનાભોગે આમાંથી ઘણાં કર્મોની નિર્જરા થાય અનેસાથે સાથે અલ્પકર્મ બંધાતા જાય, તો પછી કર્મરૂપ ધાન્ય ઘટ એ શું સ્વાભાવિક નથી ? અર્થાત્ સ્વાભાવિક છે.
હવે બીજા ઉદાહરણ તરફ નજર કરીએ.
ધારો કે-એક પર્વત છે અને તેમાંથી જળની ધારા વહે છે. તો પછી આ પર્વતની નીચે રહેલો કોઇક પાષાણ આ જળના પ્રવાહમાં તણાઇ-આમ-તેમ અથડાઇ ઘસાતો ઘસાતો પોતાની મેળે ગોળ અને સુંવાળો બનો જાય, એમ કહેવામાં કોઇ પ્રમાણની જરૂરત નથી. પ્રસ્તુતમાં જીવ તે પાષાણરૂપ છે અને ચતુર્ગતિરૂપ સંસાર તે જળનો પ્રવાહ છે.તેમાં તણાતો જીવરૂપી પાષાણ અકામનિર્જરારૂપ ઘર્ષણ વડે ધર્મપ્રવૃત્તિ રૂપ યોગ્ય ઘાટમાં આવે યથાયોગ્ય સંયોગો મળતાં કષાયમંદતાના યોગે અમુક કર્મપુંજનું આપોઆપ શટન-પટન થતાં જીવ કંઇક હલકો થાય, એ દેખીતી વાત છે.
આ બે ઉદાહરણો ઉપરથી સમજી શકાય છે કે-જીવ પણ દીર્ઘ સ્થિતિવાળાં કર્મોને ખપાવતો જતો, ખેરવતો જતો અને અલ્પ સ્થિતિવાળાં નવીન કર્મ બાંધતો જતો, કાલાન્તરે અનાભોગરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે અલ્પ અલ્પ સ્થિતિવાળાં કર્મવાળો થાય : અર્થાત્ જરૂરજ તેનાં કર્મોનું સ્થિતિબળ ઘટે.
આ ઉપરથી જોઇ શકાય છે કે-યથાપ્રવૃત્તિકરણ એ આત્માનો અનાભોગ-બુદ્ધિપૂર્વક વિનાનો પરિણામ છે : અર્થાત્ જીવ પહેલાં જેમ અતિશય દીર્ધ સ્થિતિવાળા કર્મો બાંધેતો હતો, તેને બદલે હવે આપ સ્થિતિવાળા કર્મ બાંધે તેમાં આ પરિણામ કારણરૂપ છે. પરંતુ આવો પરિણામ તો અભવ્યોને અર્થાત્ જેઓમાં મુક્તિએ જવાની યોગ્યતા નથી તેઓને પણ ઉત્પન્ન થાય છે. એથી એદ્રષ્ટિએ આ મહત્ત્વનો નથી, તો પણ આત્મોન્નતિના માર્ગ તરફ પ્રયાણ કરનારાઓ માટે એ પહેલું સ્ટેશન છે. જેને પોતાના આત્માનું હિત સાધવું હોય, મુક્તિપુરીમાં જવાની જેને તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઇ હોય, તેને તો અહીંઆ સુધીની ટીકીટ કઢાવવી જ જોઇએ,તેમજ આ સ્ટેશન સુધીની મુસાફરી પણ કરવી જ જોઇએ. અહીંઆ આવ્યાથી જ કાર્ય સરી શકે ખરૂં, પરંતુ એનો અર્થ એમ
Page 134 of 197