________________
સમ્યક્ત્વ છે. પરંતુ નિશ્ચય સમ્યકત્વ (વસ્તુતઃ સમ્યકત્વ) છે કે નહિ ? તે વાત તો સર્વજ્ઞજ જાણે : પરંતુ આપણે છપ્રસ્થ જાણી શકીએ નહિ, તેમજ શુદ્ધ ધર્મ ઉપર રાગ માત્રથી નિશ્ચય સમ્યકત્વ હોઇ શકતું નથી. સર્વજ્ઞ કહેલા પદાર્થના અનન્ત ભાવોમાંથી એકજ ભાવ ઉપર પણ અવિશ્વાસ આવતો હોય અને શેષ સર્વ અનન્ત ભાવ ઉપર વિશ્વાસ બેસતો હોય, તો પણ સમ્યકત્વ હોતું નથી. વળી સર્વ વાત ઉપર વિશ્વાસ હોયતે પણ દર્શનમોહનીય કર્મનું આવરણ ખસવાથી થયેલ હોય તો જ નિશ્ચયથી સમ્યકત્વ હોઇ શકે, અન્યથા તે કર્મનું આવરણ ખસ્યા વિના બાપદાદાની રૂઢી ઇત્યાદિક કારણથી થયેલો જે રાગ તે નિશ્ચય સમ્યકત્વરૂપ નથી, અને તે દર્શનમોહનીય કર્મનું આવરણ ખસ્યું છે કે નહિ તે સર્વજ્ઞ જાણી શકે છે, પણ આપણા સરખા અલ્પજ્ઞાની જીવો જાણી શકે નહિ. માત્ર ધર્મ ઉપર રાગ છે એટલું સ્થૂલ બુદ્ધિએ જાણી શકાય, તેથી નિશ્ચયપૂર્વક સમ્યકત્વ ઉત્પન્ન થયું છે કે નહિ તે આપણે જાણી શકીએ નહિ. પ્રશમાદિ લક્ષણ સમ્યક્ત્વનું જે બતાવેલ છે, તે પણ ઉપરના આત્મપરિણતિ રૂપ આશયવાળા અર્થથી સંગત થાય છે. જેન-પ્રક્રિયા :
સમ્યગદર્શન પ્રાપ્ત કરવાના સાધનો સંબંધી વિચાર કરીએ તે પૂર્વે જૈન-પ્રક્રિયા પ્રમાણે કર્મોના આઠ વિભાગો પાડવામાં આવ્યા છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬), નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આ કર્મના આઠ વિભાગો છે. આ દરેક વિભાગના બીજા અવાન્તર ભેદો છે, પરંતુ તે સર્વનું અત્ર પ્રયોજન નહિ હોવાથી પ્રસ્તુતમાં મોહનીયકર્મના-દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય -એ બે મૂખ્ય ભેદોના અવાન્તર ભેદો વિચારવામાં આવે છે.
દર્શનમોહનીયના સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય -એમ ત્રણ ભેદો છે, જ્યારે ચારિત્રમોહનીયના “કષાય” અને “નોકષાય” એમ બે ભેદો છે. વળી તેમાં ક્રોધ, માન, માયા અને લોભ -એમ ચાર પ્રકારો છે. આ દરેક કષાયના એક એકથી ઉતરતા બળવાળા અનન્તાબંધી, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંવલન-એમ ચાર ચાર ભેદો છે. નોકષાયના (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષવેદ, (૮) સ્ત્રીવેદ, (૯) નપુંસક વેદ –એમ નવ ભેદો છે. આ પ્રમાણે દર્શનમોહનીયના ત્રણ, કષાયના સોળ. અને નોકષાયના નવ ભેદો મળીને મોહનીયના ૨૮ પ્રકારો પડે છે.
દર્શનમોહનીયનો સામાન્ય અર્થ એ છે કે-તત્ત્વના સંબંધમાં યથાર્થ માન્યતા થવા દેવામાં વિપ્ન ઉત્પન્ન કરવું અર્થાત્ તેનું કાર્ય યથાર્થ દર્શનનું આચ્છાદન કરવાનું છે. દર્શનમોહનીય શબ્દ સૂચવે છે કે-દર્શન સાથે તેને કંઇ સંબંધ હોવો જોઇએ અને વસ્તુતઃ તેમજ છે : અને તે એ છે કે-દર્શનમોહનીય કર્મનો અસ્ત થતાં સમ્યગદર્શનનો ઉદય થાય છે. સમ્યગદર્શન સંપાદન ક્રવામાં જોઇતાં સાધનો :
જો કે સમ્યગદર્શનની પ્રાપ્તિમાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તો પણ આ ક્ષયોપશમ કંઇ તેનું મૂખ્ય કારણ નથી; કેમકે-જટલા ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તેટલો ક્ષયોપશમ તો પંચેન્દ્રિય જીવોને હોય છે. આથી મૂખ્ય વાત તો એ છે કે- અનાદિ અનંત એવા ચતુર્ગતિભ્રમણ રૂપ ઘોર અટવીમાં પ્રાણી જે મોહનીયાદિક આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના વિપાકને
Page 132 of 197