________________
મનુષ્યમાં જાય તો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાંથી કોઇપણ તિર્યંચમાં કે મનુષ્યમાં જઇ શકે છે. અને દેવલોકમાં જાય તો ચારે નિકાયના દેવોમાંથી કોઇપણ સ્થાનમાં જઇ શકે છે. સમકીત પામતાં પહેલા નરક-તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધેલું હોય તો અને દેવલોકને વિષે આયુષ્ય બાંધેલું હોય અથવા ન બાંધ્યું હોય તો પણ જઇ શકે છે.
(૨) કાર્મગ્રંથિક આચાર્યોના મતે :
ક્ષાયિક સમકીત લઇને જીવો ચારે ગતિમાં જઇ શકે છે. ક્ષયોપશમ સમકીત લઇને એક વૈમાનિક દેવલોમાં જ જઇ શકે છે પણ બીજી ગતિમાં લઇને જઇ શકતા નથી. એટલે વૈમાનિક દેવલોક સિવાય નરકગતિ-તિર્યંચગતિ કે મનુષ્યગતિમાં અને ભવનપતિ-વ્યંતર-જ્યોતિષમાં જવું હોય તો મિથ્યાત્વ લઇને જ જીવો જાય છે.
ઉપશમ સમકીત લઇને જીવો મરણ પામતા ન હોવાથી લઇને જઇ શકાતું નથી. પણ ઉપશમ સમકીતથી પતન પામી સાસ્વાદન એટલે બીજું ગુણસ્થાનક લઇને જઇ શકાય છે.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે જીવો મરણ પામતા નથી માટે ત્રીજું ગુણસ્થાનક લઇને કોઇપણ જીવો બીજી ગતિમાં જતાં નથી. પહેલું, બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાનક લઇને જીવો બીજી ગતિમાં (પરગતિમાં) જઇ શકે છે.
(૧) નારકી અને દેવના જીવો ક્ષાયિક સમકીતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમા મનુષ્યનું આયુષ્ય બાંધે છે.
(૨) સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અથવા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો ક્ષાયિક સમકીતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવલોકનું અને વમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે.
(3) નિરતિચાર ક્ષયોપશમ સમકીતના કાળમાં મનુષ્ય અને તિર્યંચો આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે અને સાતિચાર ક્ષયોપશમ સમકીતના કાળમાં આયુષ્યનો બંધ કરે તો ભવનપતિ કે વ્યંતરનું આયુષ્ય બાંધી શકે છે. આ વાત શ્રો ભગવતી સૂત્રમાં આવે છે.
અવિરતિ ગુણસ્થાનક કહેવાય છે તો અવિરતિ બાર પ્રકારની હોય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન આ છ પોત પોતાના અનુકૂળ વિષયોમાં જોડવી તથા પ્રતિકૂળ વિષયોથી પાછી ખસેડવી એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે અને આ છ એ અવિરતિને જીવંત રાખવા માટે પૃથ્વીકાય-અકાય-તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય આ છએ પ્રકારના જીવનો વધ કરવો એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે. એમ કુલ બાર પ્રકારની અવિરતિ હોય છે. મિથ્યાત્વના ઉદય વગર આ બારેય પ્રકારની અવિરતિનો ઉદય ચાલુ હોય છે. આ જીવોને અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભનો ઉદય વિપાકોદય હોય છે અને જ્યારે અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભને ઉદયમાં આવવું હોય ત્યારે તે અનંતાનુબંધિ કષાયના પુદ્ગલો અપ્રત્યાખ્યાનીય કષાય રૂપે થઇ થઇને ઉદયમાં આવે છે પણ પોતાના સ્વરૂપે ઉદયમાં આવતા નથી. માટે તે અનંતાનુબંધિ ચાર કષાયોનો વિપાકથી ઉદય કહેવાતો નથી પણ પ્રદેશોદય કહેવાય છે. આ પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયના કારણે જીવોને કોઇપણ વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરવાનું મન થતું નથી. અંતરમાં ભાવના જરૂર હોય છે પણ હમણાં ને હમણાં હું કરી લઉં એવો ઉલ્લાસ પેદા થતો
Page 130 of 197