________________
બાકી રહે ત્યારે આયુષ્ય પૂર્ણ કરી નરકગતિમાં જાય છે અને ત્યાં બાકીના સત્તામાં રહેલા સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવીને ક્ષય કરી એકવીશની સત્તાવાળા થાય તે વખતે ત્યાં ક્ષાયિક સમકીત પામે છે એમ કહેવાય છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરનાર પ્રસ્થાપક મનુષ્ય કહેવાય અને પૂર્ણતાની અપેક્ષાએ નિષ્ઠાપક નારકીના જીવો કહેવાય છે. અથવા કેટલાક જીવો નરક આયુષ્ય બાંધીને મનુષ્યપણામાં ક્ષાયકિ સમકીત પામે તો એ ક્ષાયિક સમકીત લઇને પણ નરકમાં જાય છે એમ પણ બને છે. પણ એ જીવો ત્રણ નારકીથી આગળ જઇ શકતા નથી.
જે જીવોએ પહેલા ગુણસ્થાનકે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચનું આયુષ્ય અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યનું આયુષ્ય આ બેમાંથી કોઇપણ આયુષ્ય બાંધ્યું હોય અને પછી ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે અને એ સમકીતના કાળમાં પુરૂષાર્થ કરી ક્ષાયિક સમકીત પામવા માટેનો પ્રયત્ન કરે તો અનંતાનુબંધિ ચાર કષાયોના ક્ષય કરી કેટલાક જીવોનું આયુષ્ય પૂર્ણ થતાં ચોવીશની સત્તા લઇને તિર્યંચમાં કે મનુષ્યમાં જઇ શકે છે. કેટલાક જીવો મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય કરીને બાવીશની સત્તાવાળા થઇ ઘણાં ખરા સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવીને ભોગવીને નાશ કરી આયુષ્ય પૂર્ણ થયે આ તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય તો ત્યાં બાકીના સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોને ભોગવી નાશ કરી ક્ષાયિક સમકીત પ્રાપ્ત કરી શકે છે. અને કેટલાક જીવો મનુષ્યગતિમાં જ સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોનો સર્વથા ક્ષય કરી એકવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય ત્યારે ક્ષાયિક સમકીત પામી કાળ કરી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થઇ શકે છે. આથી નક્કી એ થાય છે કે જે મનુષ્યોએ પહેલા ગુણસ્થાનકે રહી સંખ્યાત વર્ષનું તિર્યંચનું કે મનુષ્ય આયુષ્ય બાંધેલું હોય તે જીવો ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરી ક્ષાયિક સમકીતને પ્રાપ્ત કરી શકતા જ નથી. કદાચ અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી ચોવીશની સત્તાવાળા થઇ શકે છે. એવી જ રીતે જે જીવો પહેલા ગુણસ્થાનકે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે એ સમકીતના કાળમાં ક્ષાયિક સમકીત પામવાનો પુરૂષાર્થ કરે તો અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી ચોવીશની સત્તા પ્રાપ્ત કરી કાળ કરોને દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે. કેટલાક જીવો મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયનો પણ ક્ષય કરી સમ્યક્ત્વ મોહનીયના ઘણાં ખરા પુદ્ગલો ખપાવી થોડા ભોગવવાના બાકી રહે ત્યારે આયુષ્ય પૂર્ણ કરી બાવીશની સત્તા લઇને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે અને ત્યાં સમ્યક્ત્વ મોહનીયના બાકી રહેલા પુદ્ગલો ઉદયમાં લાવીને ભોગવી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી શકે છે. એટલે એકવીશની સત્તા પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક જીવો મનુષ્યપણામાં ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરીને પણ વૈમાનિક દેવલોકમાં જઇ શકે છે.
આનાથી નક્કી થાય છે કે ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોમાં પ્રકૃતિઆની સત્તા પ્રાપ્ત કરી શકતા નથી.
આ રીતે ક્ષાયિક સમકીતી જીવો ચારે ગતિમાં જઇ શકે છે.
આ ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ જીવો ચારથી સાત ગુણસ્થાનકમાંથી કોઇપણ ગુણસ્થાનકમાં
કરી શકે છે.
(૧) સિધ્ધાંતના મતે ક્ષયોપશમ સમકીત લઇને જીવો ચારે ગતિમાં જઇ શકે છે. તેમાં નારકીમાં જાય તો એકથી છ નારકીમાં જઇ શકે અને ત્યાંથી લઇને આવી શકે છે. તિર્યંચ અને
Page 129 of 197