SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તારા પર તુષ્ટમાન થયો છું, માટે તું વરદાન માંગ. ત્યારે તે બોલ્યો કે- “હે દેવો એક ક્ષણવાર રાહ જુઓ, હું ઘેર જઇ મારી પ્રિયાને પૂછી હમણાં જ પાછો આવું છું.” એમ કહી ઘેર આવી તેણે પ્રિયાની પાસે દેવનું વચન કહ્યું, ત્યારે તે હર્ષ પામીને બોલી કે- “હે સ્વામી ! આજે આપણો ખરેખરો મનોરથ રૂપી કલ્પવૃક્ષ સર્વ પ્રકારનાં ળોએ ફ્રીને ળ્યો છે, આપણી સિદ્ધિને કરનાર થયો છે, અને આપણા દુ:ખને ત્રાસ પમાડનાર થયો છે, તેથી તમારે દેવાલયમાં જઇને સર્વજ્ઞ પાસે પ્રાર્થના કરવી કે મારા પાપ રૂપી પહેરેગીરનો નાશ કરો.” આ પ્રમાણે પ્રિયાના વચને કરીને તેણે તે જ પ્રમાણે ભગવાન પાસે યાચના કરી, ત્યારે તે જિનેશ્વરના અધિષ્ઠાયકે કહ્યું કે- “જા તારૂં મનવાંછિત થશે.” ત્યાર છી તે ધનરાજ ઘેર આવ્યો. તેણે તેને કહ્યું કે- “હે પ્રિયા ! જળ લાવ.” તેણીએ જળ આપ્યું, તે વડે પોતાના હાથ પગ ધોઇ તેણે ભોજન કર્યું. તે જોઇ તેની કાંતાએ વિચાર્યું કે- “આજે મારા પતિને વિવેકનો અંકુરો પ્રગટ થયો છે, તેથી તેને હાથ પગ ધોવાનો વિવેક આવ્યો. હવે દાનાંતરાય અને ભોગવંતરાય રૂપી પાપી પહેરેગીરનો નાશ થવાથી આ મારો ભર્તરિ જરૂર દાતાર અને ભોગ ભોગવનાર થશે.” ત્યાર પછી બીજે દિવસે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધ વિગેરે વડે જિનેશ્વરની પૂજા કરી ધનરાજે ભોજન કર્યું. ત્યાર પછી તે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વને વિષે નિરંતર શ્રધ્ધાળુ થયો, અને અત્યંત હર્ષથી તેણે સુખકારક ધર્મનો આશ્રય કર્યો. પછી તેના બાપ દાદાએ ઉપાર્જન કરેલા ત્રણ લાખ દ્રવ્યનો વ્યય કરી તે નિપુણ પુણ્યશાળીએ પુણ્યનો ખજાનો ભરી દીધો. તેની બુદ્ધિ ધર્મમાં વૃદ્ધિ પામવા લાગી, અને તેના ઘરમાં તેની સ્પર્ધાથી સમૃદ્ધિ પણ વૃદ્ધિ પામવા લાગી. તેનું ભાગ્ય ચિરકાળ સુધી અભંગપણે પ્રગટ થયું. દુનિયામાં એવી કોઇ પણ લક્ષ્મી નહોતી કે જે તેના ઘરમાં ન હોય. તેના ઘરમાં પ્રથમ નંબડાનાં અને માટીનાં પાત્રો (વાસણ) હતાં, તેને બદલે હવે તેણે તાંબાનાં અને રૂપાનાં પાત્રો કરાવ્યાં. સમકિત રૂપી દીવા વડે તેનું હૃદય રૂપી ઘર દીપ્તિમંત થયું, તેથી તેમાં કયા કયા ધર્મના ગુણો પ્રકાશ ન પામે ? તેની લક્ષ્મી દાનવડે શોભતી હતી, તેની બુદ્ધિ ધૃતિવડે શોભતી હતી, અને તેનું મુખ સત્યવડે શોભતું હતું, તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કેમકે તેનામાં એક વિવેક હતો તે જ સર્વ ગુણને શોભાવનાર હતો. તે જિનેશ્વરની પૂજા કરી, મુનિજનોને પ્રાસુક જળ અને મોદકોનું દાન આપી તથા અતિથિઓને ભોજન કરાવી પછી ભોજન કરતો હતો. તે જે જે પુણ્ય કરતો હતો તે સર્વને ધન્યા પણ અનુમોદતી હતી. તે પુણ્યના પ્રભાવથી તે બન્નેને જે ફળ પ્રાપ્ત થયું તે સાંભળ –જે ધનરાજનો જીવ હતો તે તું મેઘનાદ નામે રાજા થયો છે, અને ધન્યાનો જીવ આ તારી મદનમંજરી નામની રાણી થઇ છે. હે મેઘનાદ રાજા ! સમકિતના પ્રભાવથી મનવાંછિતને પૂર્ણ કરનાર આ કચોળું તમને દેવતાએ આપ્યું છે. આ પ્રમાણે ગુરૂના મુખથી પોતાનો પૂર્વભવ સાંભળી મેઘનાદ રાજા અત્યંત હર્ષ પામ્યો, અને રાણી સહિત શ્રાવકના વ્રતને અંગીકાર કરી પોતાને ઘેર ગયો. સંપૂર્ણ દિવ્ય ભોગની સમૃદ્ધિને ભોગવતાં અને સુખસાગરમાં મગ્ન થયેલા તે રાજાએ લાખ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યું. અનુક્રમે ભોગાવળી કર્મનો ક્ષય કરી, પોતાના પુત્રને રાજ્ય આપી, વૈરાગ્ય ગુણથી રંજિત થઇ, ગુરૂની પાસે જઇ રાણી સહિત મેઘનાદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કર્મ રૂપી મળનો નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તે બન્ને મોક્ષ પદને પામ્યા. શ્રી જિનેશ્વરે કહેલા વચન ઉપર શ્રધ્ધા રાખવા રૂપ સમકિતનું સેવન કરી મેઘનાદ રાજાએ ભવ્ય જીવોની સભામાં તથા સિધ્ધોની શ્રેણીમાં દુર્લભ એવું પોતાનું નામ લખાવ્યું, તે જ પ્રમાણે હે સજ્જનો ! તમે પણ આ લોક અને પરલોકની સુખ સમૃદ્ધિને આપનારું Page 127 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy