________________
કામનો ? હે ધન્યા ! આપણે ઘેર માગવા આવેલા બ્રાહ્મણને તેં ચણાની મુઠી આપી તેથી મારું મન ઘણું દુભાયું છે.” તે સાંભળીને પતિના ચિત્તન અનુસરનારી તે સ્ત્રી બોલી કે- “હવે હું કોઇને કાંઇ પણ નહીં આપું. પરંતુ હે પ્રિય ! જેમાં ધનનો વ્યય ન થતો હોય તેવું કાંઇ પણ પુણ્ય તમે કરો તો ઠીક. તે એ કે તમે ઉત્તમ સાધુઓને વંદના કરો, જગતના બંધુ તીર્થકરને નમસ્કાર કરો, શ્રેષ્ઠ મનવાળા સાધુની પાસે ધર્મનું શ્રવણ કરો. આવા આવા વિના ખર્ચે થતા ધર્મમાં તમારી બુદ્ધિ કેમ થતી નથી ?” તે સાંભળીને પ્રિયાના કાંઇક વચનને પ્રમાણ (અંગીકાર) કરતો ધનરાજ બોલ્યો કે- “હું મુનિઓને તો નમસ્કાર નહીં કરું. કારણ કે તેઓ આંગળીએ કરીને બાળકની જેમ મને સ્વર્ગ દેખાડીને અને ઠગીને ધૂતી લે તેવા છે. તેઓ કહે છે કે- “હે ભદ્ર ! પ્રાણીવર્ગને મહા કલ્યાણના કારણ રૂપ અને સ્વર્ગ તથા મોક્ષને આપનારું દાન આપ, જિનેશ્વરની પૂજા કર, શ્રેષ્ઠ જિનચૈત્યો કરાવ, ભાગ્યથી મળી શકે તેવા ગુરૂઓ મુનિઓને સારા ભાવથી પ્રતિલાભ (વહોરાવ), અતુલ ધના આપીને પ્રાણીઓને અભયદાન આપ, લોકમાં પોતાની પ્રતિષ્ઠાને માટે જિનબિંબોની સ્થાપના કર, વિવેકી મનુષ્ય તીર્થયાત્રા કરીને પોતાનો આત્મા પવિત્ર કરવો જોઇએ, તથા જિનેશ્વરના ગુણગાનારાઓને દ્રવ્ય આપવું જોઇએ.” આવી આવી વચનની યુક્તિવડે છેતરીને મારૂં ધન અલ્પકાળમાં નાશ પમાડી દેય. માટે તેવા ઠગારા મુનિઓને તો હું વંદના નહીં કરું પરંતુ હે પ્રિયા ! તારા વચનથી હું હંમેશા આપણા ઘરની પાસેના ચૈત્યમાં જિનેશ્વરને નમસ્કાર કર્યા પછી ભોજન કરીશ; કેમકે તેમાં કાંઇ પણ ખર્ચ નથી. આ એક નિયમ હું દ્રઢપણે ગ્રહણ કરું છું.” આ પ્રમાણે નિયમ કરવાથી તેણે તે વખતે જ પુણ્યદળના કારણરૂપ બોધિબીજને પ્રાપ્ત કર્યું, અને તેનો નિયમ ધન્યાએ પણ માન્ય કર્યો.
એકદા ઉષ્ણ બદતુમાં મસ્તક ઉપર સૂર્ય તપતો હતો તે વખતે ખાંધ ઉપરથી ભારનું પોટલું ઉતારી તે ધનરાજ વૃથા જળનો વ્યય શા માટે કરવો ? એમ વિચારી પગ ધોયા વિનાજ ભોજન કરવા માટે તત્કાળ આસન ઉપર બેઠો. તે વખતે તેની પ્રિયાએ તેને ખીચડી અને તેલ પીરસ્યું. તે ખીચડી ચોળીને જેટલામાં તે કોળીયો લઇ મોંમા મૂકવા માંડે છે, તેટલા માં તેને પોતાના નિયમનું સ્મરણ થવાથી તે પોતાની ભાર્યાને કહેવા લાગ્યો કે- “હે પ્રિયા ! આજે મેં અરિહંતને નમસ્કાર કર્યા નથી, તેને નમસ્કાર કરવાનો મારે નિયમ છે; પણ જે હાથ ધોઇને જઉં તો તટલો રસ જતો રહે માટે હાથ ધોયા વિના જ તેના પર લુગડું ઢાંકીને હું તત્કાળ જિનેશ્વરને નમસ્કાર કરી આવું.” તે સાંભળીને ધન્યાએ વિચાર્યું કે- “અરિહંતને એક વાર પણ પ્રણામ કર્યા હોય તો તે લાખો ભવના પાપોનો ઘાત (વિનાશ) કરે છે, તો આ મારા પતિના નિયમનું દ્રઢપણે તો તેના સમગ્ર પાપનો ક્ષય કરવામાં સમર્થ છે. વળી આનું કૃપણપણું કેટલું બધું છે કે તે હાથે વળગેલા અન્નના રસના નાશથી પણ ભય પામે છે; પરંતુ નિયમથી બંધાયેલ હોવાથી તે એમને એમ જ ચેત્યમાં જશે. તો પણ હું ધારું છું કે જરૂર આજે આને અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થશે. કારણ કે જિનેશ્વરની પ્રસન્નતાને જણાવનારૂં મને આજે સ્વપ્ર આવ્યું છે.” આ પ્રમાણે મનમાં વિચારીને તેણે પતિને કહ્યું કે- “હે સ્વામી ! કદાચ આજે કોઇ દેવ તમને પોતાનું રૂપ દેખાડે તો બુદ્ધિવાળા તમારે મને પૂછીને પછી તેની પાસે વરદાન માગવું.” આ પ્રમાણે કાંતાનું વચન સાંભળીને “અહો ! મારી વિદ્વાન પ્રિયાની દીર્ઘદ્રષ્ટિવાળી બુદ્ધિ કેવી છે ?” એમ વિચારતો તે જિનાલયમાં ગયો અને ભક્તિથી જિનેશ્વરને નમ્યો. પછી તે જેટલામાં પાછો વળે છે તેટલામાં અધિષ્ઠાયક દેવે પ્રત્યક્ષ થઇને તેને કહ્યું કે- જિનેશ્વરની ભક્તિને લીધે હું
Page 126 of 197