________________
પહેરામણી કરતો હતો. તેના રાજ્યમાં વીશ હજાર રથો, વીશ હજાર હસ્તીઓ, વીશ હજાર અશ્વો અને વીશ કરોડ બળવાન પદાતિઓ હતા, તે બત્રીશ હજાર નગરો અને પચાસ કરોડ ગામોનો સ્વામી હતો, તથા એક હજાર મુકુટબંધ રાજાઓ તેના સેવકો હતા. આ રીતે તેનું રાજ્ય વૃદ્ધિ પામ્યું હતું, તે રાજા ઇંદ્રની પણ સ્પર્ધા કરતો હતો, એવી રીતે તે રાજાએ એક લાખ વર્ષ સુધી રાજ્ય પાળ્યું.
એકદા તે મેઘનાદ રાજા પોતાના નગરની બહાર ઉધાનમાં પધારેલા પાર્ષદેવ નામના જ્ઞાની ગુરૂને વાંદવા ગયો. ત્યાં તેણે કર્ણને અમૃત સમાન આ પ્રમાણે ધર્મદેશના સાંભળી કે- “હે ભવ્ય પ્રાણીઓ ! રત્નાકરની જેવા આ મનુષ્ય જન્મને પામીને તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નને ઉપાર્જન કરવામાં લેશ પણ આળસ ન રાખો.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી રાજાએ નિર્મળ જ્ઞાનના સમુદ્રરૂપ ગુરૂને પ્રણામ કરી પૂછ્યું કે- “હે પ્રભુ !મેં પૂર્વ ભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેના પ્રભાવથી હું આવો રાજા થયો ? અને વળી સર્વ મનોરથને પૂર્ણ કરનાર કલ્પવૃક્ષની જેવું દુર્લભ કચોળું મને શાથી પ્રાપ્ત થયું ?” ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે- “હે રાજા તારા પૂર્વભવને સાંભળ.”
સૂર્યપુર નામના નગરમાં એક વણિક રહેતો હતો. તે મૂર્ખ હોવાથી ભારને વહન કરવાનો ધંધો કરતો હતો. તે કૃપણ હોવાથી હંમેશાં એક જ વાર ખીચડીનું ભોજન કરતો હતો અને એક જ જાડું વસ્ત્ર પાંચ વર્ષ સુધી ચલાવતો હતો. તે ધનનો જ સંચય કરતો હતો, અને ધર્મનું નામ પણ જાણતો નહોતો, બીજા સમગ્ર કર્તવ્યોને તે ભૂલી ગયો હતો, પર્વતિથિનો દિવસ તેને સાંભરતો પણ નહોતો, ખર્ચ થઇ જવાના ભયને લીધે તે સગા સંબંધીઓને ઘેર જતો નહોતો, અને જિનેશ્વરના ચેત્યની સન્મુખ પણ જોતો નહોતો. એ રીતે કેવળ મજુરી કરીને તેણે એક લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેને એક પુત્ર થયો. તે પણ કુપણતાદિક ગુણે કરીને તેની જેવો જ થયો, તેથી આ પૂત્ર પૂર્વજોનો ઉધ્ધાર કરશે. એમ જાણીને તેનો પિતા હર્ષ પામ્યો. તેણે પોતાના મરણ સમય પુત્ર ! મેં એક લાખ દ્રવ્ય ઉપાર્જન કરી તેને પૃથ્વીમાં નિધાન રૂપે કર્યું છે, તારે પણ બીજું લાખ દ્રવ્ય ઉપાર્જન કરીને તેને પૃથ્વીમાં નિધાન કરવું.” આ પ્રમાણે પિતાની હિત શિક્ષાને તેણે અંગીકાર કરી. ત્યાર પછી તે પિતા મરણ પામ્યો ત્યારે તેના પુત્ર પિતા કરતાં વધારે કૃપણતાવાળી ચતુરાઇથી. ભારવાહકનો ધંધો કરી લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું, અને મરતી વખતે તેણે પણ પોતાના પુત્રને તેવી જ શિક્ષા આપી, તેથી તે પણ બમણો કૃપણ થઇને તેવો જ ધંધો કરવા લાગ્યો. તેણે પણ લાખ ધન મેળવ્યું. તે ત્રણે લાખ પૃથ્વીમાં નિધાન રૂપ કરી તે પણ મરણ પામ્યો. તેનો પુત્ર પણ તેના બાપ દાદા જેવો જ કૃપણ થયો. તેનું નામ ધનરાજ હતું. તેને ધન્યા નામની સ્ત્રી હતી. તે ધર્મ કર્મમાં તત્પર, સ્વભાવે ઉદાર અને શીલ રૂપી અલંકાર વડે છે દૂષિત હતી. એકદા સમય જોઇને તેણે પતિને મિષ્ટ વચન વડે કહ્યું કે- “હે સ્વામી ! તમે લોભથી પરાભવ પામીને રાત દિવસ ભાર વહન કર્યા કરો છો, ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય દાટેલું છે, અને વળી તમે પણ ઘણું ઉપાર્જન કર્યું છે, તો શા માટે આટલું બધું કષ્ટ વેઠો છો ? જે ધનનો ભોગવટો થાય તે જ ધન શ્રેષ્ઠ છે. તમારા બાપ દાદા સર્વ ધન મૂકીને મરી ગયા છે. તેમણે શું સાધ્યું? તમે પણ તે જ રીતે પરલોકમાં જશો. તેથી તમને, તમારા ધનને અને તમારા જીવિતને ધિક્કાર છે.” આ પ્રમાણે કહેવાથી પતિને ખેદ પામતો જોઇ તે ફ્રીથી બોલી કે- “હે પ્રિય ! તમે નિશ્વાસ કેમ મૂકો છો ? શું નિધાન કરેલું (દાટેલું) ધન નાશ પામ્યું છે ? કે વેપારમાં કાંઇ ખોટ ગઇ છે ?” તે સાંભળી ધનરાજ બોલ્યો કે- “હે મુગ્ધા ! મનુષ્ય ધન વડે લોકમાં પૂજાય છે, ધના વડે આખું જગત મિત્ર રૂપ થાય છે. ધન રહિત પુરૂષ મરેલાની તુલ્ય જ છે. તેથી નિર્ધન પુરૂષ શું
Page 125 of 197