________________
શ્રી રાવજીભાઈ કોઠારીનું સમાધિમરણ
સં.૧૯૮૭ના માગસર વદ અમાવસના રોજ ચાર વાગે શ્રી રાવજીભાઈ કોઠારીનું સમાધિમરણ થયું તે આશ્રમમાં કોઈ અપૂર્વ બનાવ બન્યો હતો. મરણના ત્રણ ચાર દિવસ પહેલાં તેમની પાસે “ક્ષમાપના” પ્રાર્થના અને પ્રતિક્રમણ વગેરે પાપની માફી માગવા માટે દીનત્વના “વીસ દુહા” તથા આત્મજાગૃતિ માટે “આત્મસિદ્ધિ”, “અપૂર્વ અવસર' વગેરેનો નિરંતર સ્વાધ્યાય થતો હતો. બાકીના કાળમાં પત્રનું વાંચન તથા સ્મરણનો જાપ રાતદિવસ અખંડ થયા કરતો. ઠેઠ સુધી જાગૃતિ સારી હતી. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીનો સમાગમ પણ દિવસમાં બેત્રણ વખત વારંવાર થયા કરતો હતો. જ્યારે જ્યારે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ત્યાં પઘારે ત્યારે ત્યારે તેમને ઉલ્લાસમાં આવતો અને કહેતા કે “વેદનીની સાથે મેં લડાઈ માંડી છે. એક બાજુ વેદનીનું જોર અને બીજી બાજુ ઉપયોગની ઘારા. તે આવી વેદનીમાં પણ ઉપયોગની ઘારા ન ચૂકવા દેવી તેને માટે શ્રી ગજસુકુમાર આદિ મહાપુરુષોના ચરણનું અવલંબન લઉં છું....' જે દિવસે દેહત્યાગ થવાનો હતો તે દિવસે સાંજના ત્રણ વાગ્યાના સુમારે પૂ.મુનિદેવ શ્રી મોહનલાલજીનું જવું થયું. તે વખતે તેમની આંખ મીંચાયેલી હતી. થોડી વારે આંખ ઉઘાડી કે બેઠા થઈ દર્શન કર્યા. સામે તાકામાં પરમ કૃપાળુદેવનું ચિત્રપટ હતું તેના ઉપરનો પડદો કાઢી નખાવ્યો અને પરમ કૃપાળુદેવને નમસ્કાર કર્યા. પછી પૂ. મુનિદેવશ્રીએ જણાવ્યું કે એક આ જ પુરુષનું શરણું સાચું ગ્રહણ કરી રાખવા યોગ્ય છે. તે પુરુષના પ્રત્યે જ સાચી શ્રદ્ધા રહ્યું આ જીવનું કલ્યાણ છે, એમ જણાવી સંથારા સંબંઘી ગાથાઓ બોલી ચાર શરણાં આપ્યાં. પછી પૂ.શ્રી સોભાગ્યભાઈ ઉપર પરમ કૃપાળુદેવે લખેલા આખર વખતના પત્રનું વાંચન કર્યું. તે વખતે તેઓની બરોબર જાગૃતિ હતી. મરણ સંબંધી કાંઈ ચિહ્ન બહાર આવ્યું નહીં. તે પત્રમાં તેમણે બરોબર ઉપયોગ રાખ્યો હતો.
મારા હૃદયમાં ધ્યાન એક કૃપાળુદેવનું છે તે પત્ર (કીચસૌ કનક જાકે, નીચસૌ નરેશપદ) પૂર્ણ થતામાં ભાવદયાસાગર પરમ પૂજ્ય પ્રભુશ્રી પધાર્યા. તેથી તેમનો આત્મા એકદમ ઉલ્લાસમાં આવ્યો અને પરમ કૃપાળુદેવની સામે આંગળી કરી તથા પરમ પૂજ્ય પ્રભુશ્રીની સામે આંગળી કરી નિશાનીથી જણાવ્યું કે આપે જણાવ્યા પ્રમાણે મારો લક્ષ છે, એ સિવાય બીજું મારે કંઈ નથી. એટલે મારા હૃદયમાં ધ્યાન એક કૃપાળુદેવનું છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીએ જણાવ્યું કે તે જ રાખવા યોગ્ય છે. પછી અધૂરો પત્ર વંચાઈ રહ્યા પછી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ “સમાધિ શતક'ની ગાથા ઉપરથી અંત વખતને યોગ્ય દેહ અને આત્માના ભિન્નપણા વિષે તથા સહનશીલતા રાખી હિમ્મત નહીં હારવા વિષે પુરુષાર્થ અને ઘીરજ પ્રેરક અપૂર્વ બોઘ વરસાવ્યો. આમ આત્માને અપૂર્વ જાગૃતિ આપીને ઊઠ્યા એટલે શ્રી રવજીભાઈએ તેમનાં ઘર્મપત્નીને જણાવ્યું કે કાંઈ અજબગજબ થયું છે! એટલું છેલ્લું બોલીને પાંચ મિનિટની અંદર દેહનો ત્યાગ કર્યો. આવું સમાધિમરણ થવું તે મહત્પષ્યનો ઉદય સમજવો. -ઉ.પૃ.(૭૧)
૭ર