________________
શ્રી માણેકજી શેઠનું સમાધિમરણ
હ
માહ વદ સાતમના દિવસે સગાંસ્નેહીઓ તથા ગામ પરગામના મુમુક્ષુઓને બોલાવીને ક્ષમાયાચના કરી લીધી.
માહ વદ આઠમના રોજ તેમની તબિયત વધારે બગડી. બપોરે બાર વાગ્યા પછી તેમણે હાથે લખીને આશ્રમ પર એક તાર મૂક્યો. તેમાં પોતે જણાવ્યું કે આ મારી છેલ્લી પ્રાર્થના છે : આપશ્રીની આશિષ અને શરણું મને અખંડ
રહો.
આશ્રમમાં તાર મળતાં પ્રભુશ્રીજીએ તારથી જવાબ આપ્યો કે આત્માને મરણ છે જ નહીં, મંત્રમાં બધું સમાય છે માટે મંત્રનું ધ્યાન રાખશો. અને બ્રહ્મચારીજી આવે છે. તાર પહોંચ્યો અને પોતે વાંચ્યો તેથી વિશેષ જાગૃતિ આવી, ઉલ્લાસભાવ વધી ગયો.
નિરંતર તેમની પાસે મંત્રનો જાપ કરવા રહેલા મુમુક્ષભાઈએ મંત્રની ધૂન અખંડ જગાવી અને શ્રી માણેકજી શેઠનો પવિત્રાત્મા પરમ જાગૃતિપૂર્વક તેમાં જ એકાગ્ર થઈ સમાધિભાવ-સન્મુખ થઈ રાત્રિના ૧૧ વાગે પોતાનું અપૂર્વ હિત કરી દેહત્યાગ કરી ચાલ્યો ગયો.
પૂનામાં પ્રભુશ્રીજી શ્રી માણેકજી શેઠને ત્યાં જ ચોમાસું રહ્યા હતા. ત્યારથી તેમને સંતુઘર્મનો રંગ ચડાવ્યો હતો. તે દિનપ્રતિદિન વધતો ગયો હતો. તન, મન, ઘન-સર્વસ્વથી તેમણે સંતની સેવા કરવામાં ખામી રાખી ન હતી. તેમની સરળતા, સદ્ગુરુ પરમકૃપાળુની આજ્ઞામાં એકનિષ્ઠતા, ઉદારતા, લઘુતા, અનુકંપા, વાત્સલ્યતા અને આશ્રમની ઉન્નતિ માટે સર્વસ્વ અર્પવાની તત્પરતા આદિ તેમના ગુણો પ્રશંસનીય છે. -ઉ.પૃ.(૭૦)
૭૧