________________
અગાસ આશ્રમના સભામંડપમાં પપૂ.પ્રભુશ્રીજીની હાજરીમાં સ્વાધ્યાય
શ્રી માણેકજી શેઠને પ.પૂ.પ્રભુશ્રીજીનો અંતિમ ઉપદેશ
સં.૧૯૮૬ના પોષ સુદ ૧૫ના રોજ શ્રી માણેકજી શેઠ આશ્રમમાં આવ્યા હતા, તે જ્યારે ઇન્દોર જતી વખતે પ્રભુશ્રી પાસે દર્શનાર્થે ગયા અને જણાવ્યું કે હું ઇન્દોર જાઉં છું ત્યારે તેમના પૂર્વના કોઈ મહદ્ પુણ્યયોગે પ્રભુશ્રીએ તેમને અપૂર્વ બોઘ કર્યો. તે પણ બોઘમાં એવા તલ્લીન થઈ ગયા કે ગાડીનો ટાઈમ પણ ભૂલી ગયા. પછી પ્રભુશ્રીએ કહ્યું કે ગાડી તો ગઈ! ત્યારે તેમનાથી સ્વાભાવિક બોલાઈ જવાયું કે એ ગાડી ગઈ તે તો પાછી આવશે, પરંતુ આ ગાડી (શરીર) તે કંઈ પાછી આવવાની છે? ત્યાર પછી જેમ કોઈ છેલ્લી શિખામણ દેવાતી હોય તેવો અદભુત બોઘ થયો પછી
બીજા ટાઈમમાં તે ઇન્દોર ગયા. માહ વદમાં તેમની તબિયત નરમ થઈ. એક મુમુક્ષુ તેમની પાસે ગયેલા તેમને તેમણે કહ્યું કે મારી આ વર્ષમાં ઘાત છે તેથી દેહનો ભરૂસો નથી. માટે તારે અહીં રહેવું અને મને નિરંતર મંત્રનું સ્મરણ આપ્યા કરવું. મને ભાન ન હોય તો પણ તારે મારી પાસે બેસીને સ્મરણ બોલ્યા જ કરવું. બીજા કોઈ કામમાં તારે ન જવું. પણ સ્મરણનો જાપ કર્યા જ કરવો.
૭૦